સ્કાયરૂટની સફળતા .

સ્કાયરૂટ આજકાલ ચર્ચાનું કેન્દ્ર એટલા માટે છે કે તે ભારતનું પહેલું પ્રાઇવેટ સ્પેસ ટેક યુનિકોર્ન બન્યું છે. તેની વેલ્યૂ ૧૦૦ અબજ ડોલરને વટાવી ગઇ છે. તેનું વિક્રમ-૧ છોડવાના સાહસની તારીખ નજીક આવી રહી છે. ભારતનું તે પહેલું પ્રાઇવેટ કંપની દ્વારા સ્પેસમાં થનાર સાહસ બનશે. સ્કાયરૂટ એરો સ્પેસના ભરત ડાકા અને પવનચંદાના અમેરિકા અને યુરોપના માર્કેટ પર નજર રાખી રહ્યા છે. દેશની પ્રાઇવેટ સ્પેસ ઇકો સિસ્ટમ ઉભી કરનાર સ્કાયરૂટ અનેક નવા સ્પેસ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપશે.નાના સેટેલાઇટ માટે ૨૩ મીટરનું વિક્રમ-૧ બહુ ઉપયોગી નિવડશે.

ટીસીએસના સીઇઓનું વેતન
ટાટા કન્સલટન્સી સર્વિસ(ટીસીએસ)ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ચીફ એક્ઝિક્યુટીવ કે. કિર્થીવસનનો પગાર નાણા વર્ષ ૨૦૨૬માં ૬.૩ ટકા વધ્યો હતો. તમનેે પગાર પેટે ૧.૬૭ કરોડ મળે છે જ્યારે એલાઉન્સ અને અન્ય લાભોના ૧.૪૩ કરોડ તેમજ ગયાવર્ષે કમિશન પેટે ૨૫ કરોડ રૂપિયા મળ્યા હતા. તેમના પગાર સાથે અન્ય કંપનીઓના સીઇઓના પગાર સાથે સરખામણી કરીયે તો તે લગભગ સમાન આવે છે. વિપ્રો અને ઇન્ફોસિસ કંપનીઓનું પગાર ધોરણને સરખાવાતું હોય છે. ટીસીએસ તેના સીઇઓને અન્ય કંપનીઓની સરખામણીમાં વધુ પગાર આપે છે.








