Get The App

બીમાર કરી શકે છે કુકિંગની ચોક્કસ આદતો

Updated: Nov 25th, 2019

GS TEAM

Google News
Google News
બીમાર કરી શકે છે કુકિંગની ચોક્કસ આદતો 1 - image


રસોઇ કરતી વખતે મોટા ભાગે સ્વાદ, તેમજ  વાનગી બરાબર ચડી ગઇ છે કે નહીં તેના પર જ ધ્યાન અપાતું હોય છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે રસોઇ બનાવતી વખતે યોગ્ય કાળજી લેવામાં ન આવે તો એ આહારનું સેવન બીમાર કરી શકે છે. 

તેલ વધુપડતું ગરમ કરવું

શાક બનાવતી વખતે ઘણી વખત એવું બનતું હોય છે કે, કઢાઇમાંનુ તેલ વધુ પડતું ગરમ થઇ જાય છે અને તેમાંથી ધૂમાડો નીકળવા લાગે છે. તેલને તેના સ્મોક પોઇન્ટથી વધુ ગરમ કરવાથી અથવા તો બીજી વખત ગરમ કરવાથી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક  સાબિત થાય છે. 

તેલને વધુ પડતું ગરમ કરવાથી તેમાં સમયેલા તત્વો બ્રેકડાઉન થાય છે, પરિણામે તેલમાનાં એન્ટીઓક્સિડન્ટસ નાશ પામે છે અને ઘણા નુકસાનકકારક તત્વ તેલમાં બની જાય છે. 

ઉપાય

તેલને ધૂમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરવું નહીં.

વધેલા તેલને ફરી ગરમ કરવું નહીં. 

વાનગી સંપૂર્ણ ઠંડી થાય બાદ જ રેફ્રિજરેટરમાં મૂકવું

ઘણા લોકોનું માનવું છે કે, ખાવાનું ઠંડુ થયા બાદ જ ફ્રિજમાં મુકવું જોઇએ. પરંતુ આ આદત નુકસાનદાયક છે. વાસ્તવમાં, રૂમ ટેમ્પરેચર પર ખાવાનું બે કલાક સુધી પડયું હોય તો. તેમાં બેકટેરિયા થવાની શક્યતા વધુ રહે છે. 

ઉપાય

રાંધેલી વાનગીને બે કલાકની અંદર જ ફ્રિજમાં રાખવી. 

સાવ ઠંડી પડેલી તેમજ બે કલાકથી વધુ બહાર રહી હોય તેવી વાનગીઓને ફ્રિજમાં રાખવી નહીં. 

ગરમ ખાવાનું ફ્રિઝમાં રાખવું નહીં. ગરમ ખાવાનું ફ્રિજમાં રાખવાની ફ્રિજનું ટેમ્પરેચરચ વધી શકે છે, અને ફ્રિઝ બગડી શકે છે. 

નોનસ્ટિક વાસણને તેજ આંચ પર ન મુકવું તેમજ    તેમાં રાંધતી વખતે મેટલ કે સ્ટીલના ચમચાનો ઉપયોગ કરવો નહીં

તેજ આંચ પર નોનસ્ટ્કિ પેન રાખવાથી તેના પર લાગેલી પરફૂરોકાર્બન ધૂમાડો બનીને નીકળી જાય છે. જે શરીના વિકાસ પર આડઅસર કરે છે. તેમજ લિવરને પણ નુકસાન પહોંચાડી શકે છે. મેટલના ચમચાનો ઉપયોગ કરવાથી કોટિંગ નીકળીને ચમચા પર લાગવાની શક્યતા રહે છે અને એ ખાવાની સાથે પેટમાં જાય તો નુકસાનકારક સાબિત થાય છે. 

ઉપાય

નોનસ્ટિક ખરીદતી વખતે તેના પર લખેલા સૂચનોને વાંચવા અને એનું પાલન કરવું. 

મેટલના સ્થાને નોનસ્ટ્કિ માટેની ખાસ બનાવટાના ચમચા અને ઝારા અને તાવિથાનો ઉપયોગ કરવો. સામાન્ય રીતે તે લાકડાના બનેલા હોય છે. 

રાંધતી વખતે વાનગીને વારંવાર હલાવવી અથવા તો ઘૂંટવી

ગેસ પર શાક અથવા તો અન્ય વાનગી થતી હોય તો ઘણા લોકોને વારંવાર ચમચાથી હલાવાની આદત હોય છે જે યોગ્ય નથી. આ ઉપરાંત લોટ ધરાવતા કોઇ પણ  પ્રવાહી મિશ્રણને વધુ પડતું ઘોળવું કે ઘૂંટવું ન જોઇએ. લોટને વધુ પડતો ઘૂંટવાથી તેમાં ગ્લુટેન નામનો પદાર્થ બને છે, જે પાચન તંત્રમાં ગરબડ ઉત્પન્ન કરી શકે છે.

ઉપાય

રેસિપીની ડિમાન્ડ હોય તો જ વધુ વખત ચમચા હલાવવા. નહીં તો ધીમા તાપે થવા જેવું જેથી વાનગી વાસણમાં ચોંટી ન જાય. 

ઘણી વખત ઘોળને વધુ પડતું ઘોળવાની જરૂર હોય છે, જેથી વાનગી બરાબર ફૂલે, પરંતુ આમ ન કરતાં એ મિશ્રણને અડધો અથવા તો એક કલાક જેટલું  રાખી દેવું. તેથી મિશ્રણ આપોઆપ જ ફૂલી જશે.

અન્ય નાનીનાની પણ મહત્વની બાબતો

રસોઇ કરતા પહેલા હાથને ઓછામાં ઓછી ૨૦ સેકન્ડ સુધી ધોવા. ફળ, શાક વગેરેને ધોઇને જ ઉપયોગમાં લેવા. કટિંગ બોર્ડનો ઉપયોગ ધોઇને જ કરવો.

શક્ય હોય તો રાંધવાના વાસણને ગરમ પાણીથી સાફ કરવા તેમજ બરાબર સુકવવા.જે સ્પન્જથી વાસણ ધોતા હો તે પણ ચોખ્ખું હોવું જરૂરી છે. 

રસોડાના સિન્કને સ્વચ્છ રાખવું. ભીનું અને ગંદુ રહેવાથી બેકટેરિયા ઉદભવી શકે છે. 

- મીનાક્ષી

Tags :