શ્રી ક્ષત્રિય કુંડ તીર્થની થઈ ઐતિહાસિક પ્રતિષ્ઠા
ભગવાનશ્રી મહાવીર પ્રભુનું પવિત્ર જન્મ સ્થાન અને અવન-જન્મ અને દિક્ષા ત્રણેય કલ્યાણકોની પરમપવિત્ર ધરા
જૈન ધર્મના પુરા વિધી-વિધાની સાથે તા.૩૧ જાન્યુઆરી એ તળેટીમાં રયવન અને દીક્ષા કલ્યાણકની ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ હતી. તા.૧ ફેબ્રુ.ના રોજ બે મુનિઓને પન્યાસ પદ તથા ભાગવતી દીક્ષા થયા બાદ તા.૮ ફેબ્રુ.ના દિને ક્ષત્રિયકુંડના ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા અનેરા આનંદ ઉલ્લાસ-ઉમંગ સાથે કરવામાં આવી હતી
શ્ર મણ ભગવાન શ્રી મહાવીર સ્વામી પરમાત્મા વિશ્વોદ્વારા માટે જે ભૂમિ પર જન્મ પામ્યા હતા તે પાવનકારી ભૂમિ એટલે બિહાર રાજ્ય. જમુઈ જિલ્લા અને ખેરા પ્રખંડમાં આવેલું શ્રી ક્ષત્રિયકુંડ મહાતીર્થ !
લછવાડ ગામથી ૫ કિ.મી.થી શરુ થતી પહાડીમાં સાત પહાડો પાર કરતાં પહોંચાતું સ્થાન છે ક્ષત્રિયકુંડ તીર્થ !
ભગવાનના સમયે જે વિશાળ ક્ષત્રિયકુંડ નગર નગર હતું તે અત્યારે તો આસપાસમાં પથરાયેલા નાના કસ્બાઓ વચ્ચે શોભતા માત્ર જિનાલય રૂપે જ છે.
આ તીર્થની સંચાલકશ્રી જૈન શ્વેતાંબર સોસાયટીને ભાવના થવાથી આ તીર્થનો અતિભવ્ય જીર્ણોદ્ધાર
થયો છે.
પ્રખર જૈનાચાર્ય, જૈન શાસન, શિરોમણી, આચાર્ય શ્રી વિજ્યરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજના પટ્ટઘર જૈન શાસન પ્રભાવક આચાર્ય શ્રી નયવર્ધન સૂરીસ્વરજીના માર્ગદર્શન હેઠળ શ્રી ભારત વર્ષીય જિનશાસન સેવા સમિતિએ ખૂબ જહેમત ઉઠાવીને ક્ષત્રિય કુંડનો સર્વાંગી તીર્થોદ્વાર સંપન્ન કર્યો છે.
આ વિશાળ જિનાલયને ફરતી ૩૯ દેરીઓમાં ભગવાનશ્રી મહાવીર પ્રભુનું જીવન માર્બલમાં ઉકેરવામાં આવ્યું છે જે ચિત્રપટો ૯૦ ઇંચ લંબાઈ, ૬૦ ઇંચ ઉંચાઈ અને ૨૦ ઇંચ ઉડાણવાળી થ્રીડી ટાઈપના એવા આબેહૂબ બન્યા છે.
બે ઉત્તુંગ આલીશાન પ્રવેશ દ્વારો...૩૯ દેરીઓ... વિશાળ કમ્પાઉન્ડ... બાજુમાં જ ધર્મશાળા... બે ઉપાશ્રયો... ભોજન શાળા... આ બધાના નિર્માણો આ તીર્થનો સર્વાગ તીર્થાદ્વાર સંપક્ષ થયો છે.
જૈન ધર્મના પુરા વિધી-વિધાની સાથે તા.૩૧ જાન્યુઆરી એ તળેટીમાં રયવન અને દીક્ષા કલ્યાણકની ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ હતી. તા.૧ ફેબ્રુ.ના રોજ બે મુનિઓને પન્યાસ પદ તથા ભાગવતી દીક્ષા થયા બાદ તા.૮ ફેબ્રુ.ના દિને ક્ષત્રિયકુંડના ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા અનેરા આનંદ ઉલ્લાસ-ઉમંગ સાથે કરવામાં આવી હતી. જિનાલયના ૯૦ ફીટ ઉંચા ઉત્તુંગ શિખર પર ધજા લહેરાવાઈ ત્યારે સફળ જૈનસંઘના હૈયા થનગન નાચી ઉઠયા હતાં.
જૈન ધર્મના નામાંક્તિ શ્રેષ્ઠીઓ શ્રીમાન સી.કે.મહેતા મુંબઈ તથા શ્રીમાન નિમેષભાઈ કંપાણી મુંબઈએ સંપુર્ણ ઉદારતા સાથે આ મહોત્સવમાં જોડાઈને શ્રી જીવિતસ્વામી મહાવીર પ્રભુની પ્રતિષ્ઠાનો ઐતિહાસિક લાભ અંકે કર્યો હતો.