Magazines

શ્રી ગણેશચતુર્થી મહોત્સવ .

By GS TEAM
21 Aug 20252 mins read
શ્રી ગણેશચતુર્થી મહોત્સવ                               .

- (ભાદરવા સુદ-૪થી ભાદરવા સુદ 14)

- ઓમગંગણપતયેનમોનમઃશ્રીસિધ્ધિવિનાયકનમોનમઃ

અષ્ટવિનાયકનમોનમઃશ્રીગણપતિબાપામોરયા...

એકવાર ભગવાન શંકરજીએ મા ભવાનીજીની સન્મુખ તપ કરવા જવાની ઈચ્છા પ્રગટ કરી. માં પાર્વતીજી આ વાત સાંભળીને નિરાશ થયા. અને કહ્યુંકે સ્વામિ આપ દીર્ઘકાલ સુધી તપ કરશો તો મને આપના વિના અતિ વિયોગ થશે. હું એકલી કેવી રીતે રહી શકીશ ? આ સાંભળીને શિવજીએ કહ્યું કે દેવી હું જતાં પ્હેલા આપને બે વરદાન આપીશ. એનો આપ યોગ્ય સમયે ઉપયોગ કરજો. આમ વરદાનમાં મા ઉમિયાએ પોતાના શ્રીઅંગના પ્રસ્વેદમાંથી બે પૂતળા બનાવ્યા. જેમાં બે વરદાનના પ્રતાપે બે બાળકોને પ્રગટ કર્યા. એક દીકરી અને એક દીકરાના કિલ્લોલથી ઘર ગુંજી ઉઠયું. વિયોગ દૂર થયો. એક સમયે ફરતા ફરતા શ્રી નારદમુનિ ત્યાં પધાર્યા. આ બે બાળકોને જોઈ આશ્ચર્ય થયું. તેઓએ આ સમાચાર તપમાંથી જાગેલા શિવજીને આપ્યાં.

શિવજી ઘરે પધાર્યા ત્યારે મા પાર્વતી પોતાના પુત્રને ઘરના ઉંબરા ઉપર પ્હેરો ભરવા બેસાડી સ્નાન શાળામાં ગયેલા. શિવજીને અંદર જતા રોકવામાં આવ્યા અને ક્રોધાવેશમાં આ બાળકનું ધડ-મસ્તક ત્રિશૂળના પ્રહારથી અલગ થયું. આ જાણી મા ઉમાને અત્યંત પુત્ર વિયોગ થયો. સત્ય હકીકત જાણી શિવજીને પશ્ચાતાપ થયો. ગણોને વનમાં મોકલ્યા અને પ્હેલો હાથી મળ્યો તેનું શિરલાવી પુત્રના ધડ ઉપર પધરાવી તેને સજીવન કર્યો. સર્વ ગણોનો અધિપતિ બનાવ્યો તેથી તેનું નામ ગણેશ પડયું. સર્વ શુભ કાર્યોમાં પ્રથમ પૂજા તેઓની કરવાનો નિર્ણય થયો. આ દિવસે ચંદ્રદર્શનનો નિષેધ છે. આઝાદીની લડતની સાથે સૌ દેશપ્રેમીઓને એકજાૂટ કરવા શ્રી બાલગંગાધર તિલકજીએ આ ઉત્સવને જન-જન, ઘર-ઘર સુધી પ્હોંચાડી દીધો. જય ગણેશ.

- મુકેશભાઈ ભટ્ટ