શ્રીજી તારો હિંડોળો ઝાકમઝોળ : શ્રી હરિને હેતથી ઝુલાવવાનું પર્વ
- 25 જુલાઈ પ્રારંભ હિંડોળા પર્વ
હિંડોળાના અનેક પ્રકારો છે તેમાં બગીચામાં હીંડોળા, સોનાના, શાકભાજીના કલાત્મક હીંડોળા, પવિત્રાના હિંડોળા, શ્રાવણ ભાદોના, સુકા મેવાના, લીલા મેવાના મુખ્ય છે. શ્રાવણ ભાદોના હિંડોળા ભક્તોને વધુ આકર્ષે છે. હિંડોળાના અનેક પદો વ્રજભક્તોએ ગાયા છે. તેમાં જુદા જુદા રાગ છે.
ગુ જરાતની વૈષ્ણવ હવેલીઓ સ્વામી નારાયણના મંદિરો રાજા રણછોડના મંદિરોમાં ઉજવાશે ભવ્ય હિંડોળા મહોત્સવ! હિંડોળા મહોત્સવ એટલે પ્રભુને ઝરમરીયા વરસાદમાં ઝુલાવવાનું પર્વ. અષાડ વદી ૨ થી શ્રાવણ વદી ૨ પ્રત્યેક વર્ષે મંદિરોમાં આ દિવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. હિંડોળા પર્વ વ્રજનો આ ઉત્સવ છે. ભગવાન બાલ કૃષ્ણલાલ કદમની ઝાડની ડાળીઓ પકડી ઝૂલ્યા હતા. તેની લીલાઓ યાદ કરી આ પર્વ ઉજવાય છે.
નાથદ્વારામાં શ્રીજી સ્વરૃપે ડાકોરમાં રાજા રણછોડરાય સ્વરૃપે અમદાવાદના જગન્નાથ મંદિરમાં જગન્નાથ સ્વરૃપ પંઢરપુરમાં વિઠ્ઠલનાથ સ્વરૃપે પ્રભુને ઝુલાવવામાં આવે છે.
હિંડોળાના અનેક પ્રકારો છે તેમાં બગીચામાં હીંડોળા, સોનાના, શાકભાજીના કલાત્મક હીંડોળા, પવિત્રાના હિંડોળા, શ્રાવણ ભાદોના, સુકા મેવાના, લીલા મેવાના મુખ્ય છે.
શ્રાવણ ભાદોના હિંડોળા ભક્તોને વધુ આકર્ષે છે.
હિંડોળાના અનેક પદો વ્રજભક્તોએ ગાયા છે. તેમાં જુદા જુદા રાગ છે. રાગ બિલાવલ, રાગ મલ્હાર, રગ માધવ, રાગ જય જાવંતી પરમ કૃપાળુ પરમાત્માના સગુણ સ્વરૃપનું કીર્તન કરીને પુષ્ટિ ભક્તિનો આનંદ લે છે.
હિંડોળા શ્રી સ્વામીનીજીનો પ્રેમભાવ છે. હિંડોળામાં યુગલ સ્વરૃપે ઝૂલે છે.
પરમાનંદ દાસે પ્રભુની સન્મુખ ગાયું છે.
'હિંડોરો વ્રજ કે આંગન મારયો
સૂર બ્રમાદિક દેખન આપે
શંકર તાંડવ નાચ્યો
શુક સનકાદીક નારદ શારદ
દેખન આયે
નંદ કે લાલ ઝુલાવત દેખ્યો
ભલી લૂટ હમ પાયે
યુવતિ જૂથ અઢા ચાલ દેખી
અપનો તન મન વારે
પરમાનંદ દાસ કો ઠાકુર હિત ચોર્યો
હંકારે...'
અમદાવાદમાં વ્રજધામ, વ્રજભૂમિ, ભક્તિધામ, વલ્લભસદન (આશ્રમ રોડ) દ્વારકાધિશ મંદિર (રાયપુર) જગન્નાથ મંદિર, અક્ષર પુરૃષોત્તમ મંદિર, રાધાવલ્લભના મંદિરોમાં આ પર્વ રંગેચંગે ઉજવાય છે. વૈષ્ણવો ગાય છે ઃ
શ્રીજી તારો હિંડોળો ઝાકમ ઝોળ
પ્રભુ તારો હિંડોળો ઝાકમ ઝોળ
બાંધ્યો સોનાનો દોર
પ્રભુ તારો હિંડોળો ઝાકમ ઝોળ
કેસરિયો ધોતી ને કેસરી ઉપકરણ
ઉપર કસુંબલ કોર
વ્હાલા તારો હિંડોળો ઝાકમ ઝોળ
ઝૂલાવે અષાડ કેરા મંગલ દિને
'બંસી'ના હૃદયના આ ભાવ
શ્રીજી તારો હિંડોળો ઝાકમ ઝોળ
- બંસીલાલ જી. શાહ