''श्रद्धया देवम्'' .

'श्रद्धया देयम्ं' શબ્દનો સરળ અર્થ છે- ''શ્રધ્ધાથી આપવું'' આ શબ્દ દાનનો મહિમા સમજાવે છે. હિંદૂ ગ્રંથો - શાસ્ત્રો અનુસાર માનવી નીતિ - ન્યાય અને પ્રમાણિકપણે કમાયેલ રોજીરોટી કે આજીવિકામાંથી નાનું-મોટું દાન કરવાની વાતને પ્રાધાન્ય આપે છે.
ભારતવર્ષ પરંપરા મુજબ ધર્મપ્રેમી માનવ દાન પુણ્યધર્મમાં વિશ્વાસ-આસ્થા ધરાવે છે. વળી-વિશ્વનાં દરેક ધર્મો-સંપ્રદાયોમાં દાનનો વિશેષ મહિમા છે. દાન એ મનુષ્યનુ સત્કર્મ છે. પુણ્યપ્રકટકર્મ છે. હૃદયનો ઉમંગ છે ભાવ છે, ભાવઉર્મિ છે. શ્રધ્ધા-આસ્થા અને પ્રસન્નચિત્તે આપેલું નાનું-મોટું દાન માનવીનો પુણ્ય પ્રકાશ પૂંજ-અંતરનું અજવાળું બની દાની માનવીને સુખ શાંતિ અને આનંદ આપે છે. ગીતાના અધ્યાયમાં દાનનો વિશેષ મહિમા છે તેનું નિરૂપણ છે - જ્યાં સાત્વિક દાન સાથેનો નિ:સ્વાર્થભાવ છે - કોઈ અપેક્ષા નથી, ધન પ્રાપ્તિસ્થાનો નીતિમાન અને ન્યાયી છે ત્યાં માનવીનું દાન ''શ્રધ્ધાપૂર્ણ દાન'' તરીકે શ્રેષ્ઠ દાન બની રહે છે. ભારતભૂમિનો અધ્યાત્મ જગતમાં દાનવીર કર્ણ દ્વારા પ્રેમપૂર્વક - આત્મિયતાભર્યું સર્વોપરિ દાન સૌનાં હૃદયમંદિરમાં યાદગાર અવિસ્મરણીય અને વંદનીય રહ્યું છે.
ભૂખ્યાજનને ભોજન, રોગી-દર્દી-દુ:ખીને દવા-સારવાર--સારસંભાળ અને અભણજનને શિક્ષા-ભણતર-સંસ્કારે શ્રધ્ધાથી મનની-ભાવભર્યું કરેલ દાન કે નાણાં સહાય ''શ્રેષ્ઠદાન'' બની માનવીનાં જીવનસફરનું પુણ્યકર્મ તરીકે જમા પાસું બની રહે છે.
- કમલેશ દવે








