Magazines

શેરી સિંહ : ભારતીયોને લાગે છે કે લગ્ન પછી સ્ત્રી કંઈ કરી શકતી નથી

By GS TEAM
23 Apr 20263 mins read
શેરી સિંહ : ભારતીયોને લાગે છે કે લગ્ન પછી સ્ત્રી કંઈ કરી શકતી નથી

- 'ફેશન એ અભિવ્યક્તિનો એક માર્ગ છે. મને જૂની ફેશન ગમે છે. ફેશન દ્વારા મારી જાતને વ્યક્ત કરવાનું મને પસંદ છે. ફેશન તો મારા માટે લવ લેંગ્વેજ છે...'

૨૨૦૨૫માં મિસિસ યુનિવર્સનો જીતથી તાજ જીતી ગયેલી ૩૫ વર્ષીય શૅરી સિંહે સામાજિક ધોરણો તોડયા છે અને પોતાના ભાવિ સપનાઓનો પીછો કરવાનો અર્થ શું છે તે ફરીથી વ્યાખ્યાયિત કરી રહી છે. શૅરી સિંહે સ્ટિરિયોટાઈપ્સ  તોડવા, ફેશનને અપનાવવા અને તમારી વાર્તા ફરીથી લખવામાં ક્યારેય મોડું કેમ નથી થતું તે વિશે અહીં ખુલીને વાત કરી છે.

શૅરી સિંહની ફેશન મુવમેન્ટ

શેરી સિંહની સ્ટાઇલિશ ડિઝાઈનર પવન સચદેવાની એલએફડબલ્યુ એક્સ એફડીસીઆઈ-૨૦૨૬ના બીજા દિવસે શો-સ્ટોપર તરીકે રેમ્પ પર રવાના થઈ હતી ત્યારે તેણે ખાદી-ડેનિમનો પોશાક પહેર્યો હતો જે અત્યંત આરામદાયક અને સુંદર હતો તેના શો-સ્ટોપર લુકમાં ટ્રેન્ચ કોટ, બોમ્બર આઈકેટ, સ્કર્ટ અને ક્રિસ્પ શર્ટ હતા. તેના રનવે લુક પર વિચાર કરતાં તેણે શેર કર્યું, મને લાગે છે કે દેખાવ ખૂબ જ કુલ હતો અને થોડો વિચિત્ર પણ હતો. જો કે એ ખૂબ જ આરામદાયક હતો. એ પોશાકમાં ભારતીય વસ્ત્રોમાં આધુનિક સ્પર્શ હતો, જે મને ખૂબ જ ગમ્યું.

શેરી સિંહ માટે ફેશન માત્ર દેખાવ વિશે નથી - સારું છે તે ખૂબ જ વ્યક્તિગત છે. મને લાગે છે ફેશન એ અભિવ્યક્તિનો એક માર્ગ છે. મને ભૂતપૂર્વ-જૂની ફેશન ગમે છે. ફેશન દ્વારા મારી જાતને વ્યક્ત કરવાનું મને ગમે છે- આ તો મારા માટે પ્રેમની ભાષા (લવ લેંગ્વેજ) છે, એમ તેણે શેર કર્યું હતું.

સામાજિક નિયમો તોડવા

આ કોસ્ચ્યુમ અને કેમેરાના ફ્લેશથી ભરપૂર, શેરી સિંહનો ઉત્સાહ સતત ગુંજતો રહે છે. ગયા વર્ષે ફિલિપાઈન્સમાં યોજાયેલી 'મિસિસ યુનિવર્સ'માં વિશ્વભરની ૧૨૦થી વધુ યુવતીઓ સાથે સ્પર્ધા કરીને તેણે ઈતિહાસમાં પોતાનું સ્થાન બનાવ્યું અને પ્રથમ ક્રમે આવી. આ ૩૮ વર્ષીય મોડેલ પ્રથમ ભારતીય વિજેતા બની, જેણે આ સર્વોચ્ચ ખિતાબ જીત્યો છે. આ પ્રતિષ્ઠિત ક્ષણોને યાદ કરતાં શેરી સિંહે કહ્યું, તે ખૂબ યાદગાર ક્ષણો છે અને તે અત્યંત ઉત્સાહિત લાગે છે. આપણા દેશમાં હજુ પણ ઘણી બધી સ્ટિરિયોટાઈપ્સ સ્ત્રીઓ છે જે લગ્ન પછી કંઈ કરી શકતી નથી અને મને એ વાતનો આનંદ છે કે હું તે સ્ટિરિયોટાઈપને તોડી શકું છું અને કોઈ સંદેશ છે જે તે પાછળ છોડી જવા માગે છે. તે છે ઉંમર-વય કે પરિસ્તિતિને તમારી યાત્રા અને પ્રવાસને વ્યાખ્યાયિત ન થવા દો. હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે તમારા સ્વપ્ન પૂરા કરવામાં ક્યારેય મોડું થતું નથી. તમારે એ સ્વપ્નને સાકાર કરવા યોગ્ય પગલું ભરવા માટે પૂરતા હિંમતવાન બનવાની જરૂર છે, એમ શેરી સિંહે કહ્યું. આ સાથે જ તેણે વધુમાં ઉમેર્યું, મહિલાઓ જીવનમાં ગમે ત્યાં હોય તેમને તેમની જવાબદારી લેવા માટે પ્રોત્સાહિત કરવી આવશ્યક છે.

સફળતા પાછળ આધ્યાત્મિક શક્તિ

શ્રધ્ધા અને શિસ્તમાં અત્યંત રસ ધરાવતી શેરી પોતાની આધ્યાત્મિક માન્યતા અને ભગવાન કૃષ્ણમાં દ્રઢ ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદ કરવા બદલ તેમને શ્રેય આપે છે. તેણે મને શરણાગતિ સ્વીકારવાનું અને નિરાશ થયા વિના મારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રીત કરવાનું શીખવ્યું છે. આજે મારી પાસે જે છે તે હાંસલ કરવા માટે મારી માનસિકતાએ ખરેખર મદદ કરી છે, એમ તેણે શેર કર્યું.

શેરી સિંહની દૈનિક દિનચર્યા સરળ અને સંતુલિત છે, જેમાં ધ્યાન, યોગ, શક્તિ, તાલીમ અને કાર્ડિયોનું સંયોજન શારીરિક રીતે મજબૂત અને માસિક રીતે શાંત રહેવા માટે છે, એમ તેણે જણાવ્યું હતું.