Magazines

શેહઝાદ શેખ : મારી વિખ્યાત અટકનો ઉપયોગ નહીં કરતા, મેં ઘણી મજલ કાપી છે!

By GS TEAM
21 May 20263 mins read
શેહઝાદ શેખ : મારી વિખ્યાત અટકનો ઉપયોગ નહીં કરતા, મેં ઘણી મજલ કાપી છે!

- મેં એક વર્ષ પછી એક ફિલ્મ શરૂ કરી ત્યારે જ મને સમજાયું કે ફિલ્મો અને વેબ સીરિઝો મારા માટે શક્ય નથી. તેથી, મેં ટીવી પર પાછા ફરવાનું નક્કી કર્યું...

શેહઝાદ, જે ખાસ કરીને તો તેની અટકને કારણે લોકપ્રિય છે. તેની અટક શેખ છે, પણ તે બાબીનો વંશજ છે. એક વેળાની લોકપ્રિય અભિનેત્રી પરવીન બાબી તેની સાવકી દાદી થાય,  શેહઝાદ શેખ શરૂઆતમાં આતિથ્ય (હોસ્પિટાલિટી) ક્ષેત્રે આગળ વધ્યો અને એ પછી અભિનયમાં કેવી રીતે આવ્યો? આ પ્રશ્નનો જવાબ આપતા શેખ કહે છે, 'હું સાઉદી અરેબિયામાં મોટો થયો છું અને એ પછી ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવ્યો. ઊંચા પગારની નોકરી સાથે આતિથ્ય ક્ષેત્રે સ્નાતક થયો. જો કે આંતરમનથી તો હું હમેશાં અભિનય કરવા માગતો હતો. હું વકીલોના પરિવારમાંથી આવું છું છતાં મેં કદીય-ક્યારેય આ બાબત ખુલ્લેઆમ વ્યક્ત કરી નથી. મુંબઈમાં એક ફાઈવ સ્ટાર હોટેલમાં કામ કર્યા પછી હું ઊર્જા બચાવતો. આ વ્યવસાય માટે ગુજરાત ગયો, પરંતુ એ વ્યાવસાય પણ બંધ થઈ ગયો. આ પછી મેં શેરમાર્કેટમાં મોટો કડાકો બોલ્યો ત્યાં સુધી સ્ટોકબ્રોકર તરીકે કામ કર્યું. આ પછી કેબિન-ક્રૂ તરીકે ટૂંકા ગાળા માટે કામ કર્યું. જ્યારે એ એરલાઈન પણ બંધ થઈ ગઈ અને એ પછી મેં મારા માર્ગે આગળ વધવા-ધપવા મજબૂર બન્યો.' તું અભિનયમાં ક્યારે સામેલ થયો? આ પ્રશ્નના ઉત્તરમાં તેણે કહ્યું, 'એક વાર મારા પાડોશી અભિનેતા નવાબ શાહ મને અભિનયમાં રસ સાબિત કરવા માટે પડકાર ફેંક્યો. તેમણે મને એક સંપર્ક નંબર આપ્યો. મેં તેને ગંભીરતાથી લીધો અને અભિનય સેવાઓ ઓફર કરનાર તરીકે મેં મારી જાતને ઓળખાવી અને ઓડિશનો પણ આપ્યા. અંતે મને 'સાવધાન ઇન્ડિયા'માં મુખ્ય ભૂમિકા ભજવવા માટે ફોન આવ્યો.'

'મેં છેક તળિયેથી કામકાજ કરવાની શરૂઆત કરી અને આ પછી તો 'સાવધાન ઇન્ડિયા', 'અદાલત', 'ગુમરાહ' અને એવા જ ફોર્મેટના બીજા શોઝ કર્યા. મને 'કબુલ હૈ' સાથે મારો પહેલો મોટો બ્રેક મળ્યો. આ પછી મેં એક ફિલ્મ કરી. જે ખૂબ જ શીખવા જેવી નિવડી, પરંતુ એ પછી મેં એક વર્ષ પછી એક ફિલ્મ શરૂ કરી ત્યારે જ મને સમજાયું કે ફિલ્મો અને વેબ સીરિઝો મારા માટે શક્ય નથી. તેથી, મેં ટીવી પર પાછા ફરવાનું નક્કી કર્યું અને 'બેપનાહ' સાથે પાછો ફર્યો. ત્યારબાદ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' આવી. વિક્રમ ભટ્ટે મને સની લિયોન સાથે વેબ સીરિઝ 'અનામિકા'માં કાસ્ટ કર્યો. તેમણે મને બીજી ફિલ્મ ઓફર કરી, '૧૯૨૦ : હોરર્સ ઓફ ધ હાર્ટ,' પણ મારા નિર્માતા ગુલ ખાનને લાગ્યું કે મને ટીવીના એક મુખ્ય ભૂમિકા માટે નક્કી કરવામાં આવ્યો છે.  શેહઝાદ શેખે એમ પણ જણાવ્યું કે 'મને ખૂબ વહેલા સમજાયું કે ટીવી તો મારા માટે બ્રેડ અને બટર છે, ટીવી રોજિંદી દ્રશ્યતા આપે છે. તમે લોકોના સ્વપ્નમાં પ્રવેશ કરો છો. આવું તો કોઈ માધ્યમ આપતું નથી. ટીવી દ્વારા હું દરરોજ તમારા ઘરોમાં આવી શકું છું અને તમે મને અવગણી પણ શકતા નથી.'