Get The App

ફોટો સ્ટોરી - ઝવેરીલાલ મહેતા

Updated: Mar 17th, 2020

GS TEAM

Google News
Google News
ફોટો સ્ટોરી - ઝવેરીલાલ મહેતા 1 - image


આજે ગુજરાતનું પાટનગર, અમદાવાદ જૈન નગરી તરીકે પ્રખ્યાત છે. એટલે તો એની સાબિતી રૂપે સંવત ૨૦૪૭ સુધીમાં તો આ શહેરમાં ૩૩૭ જૈન દેરાસરો તો હજી વસતિ પ્રમાણે ઓછા પડે છે અને આ શહેર કૂદકે-ભૂસકે આગળ વધી રહ્યું છે. ફ્લેટો માટે હવે ક્યાંય જગ્યા નહિ હોવાથી બીલ્ડરો, જૈનો માટે દેરાસરની પણ ગોઠવણ કરી રાખે છે, સવંત ૧૯૭૯માં તો જૈનો એ પોતપોતાના બંગલાઓમાં 'ઘર દેરાસરો' બનાવી પૂજા કરતા હતા. હવે તો ગણ્યા ગણાય નહિ એટલા ૧૦૦૦થી વધારે એવા ઉપાશ્રયો અસ્તિત્ત્વમાં છે. મતલબ કે જૈનોની આ મહાનગરી અમદાવાદનો ઇતિહાસ મહાન એટલા માટે છે કે આ શહેરમાં સામાન્ય માનવી એના ઘરસંસારને આરામથી ચલાવી શકે એટલા માટે તો ચારે બાજુ અમદાવાદના શેઠીયાઓએ ૯૦થી ૧૦૦ જેટલી મીલો ધમધોકાર રોજી આપતી ચાલુ કરી દીધી હતી. એ મીલકામદારોનો સોનેરી ભૂતકાળ હતો.

હવે તો એ ભૂંગળાના ધૂમાડાય ગયા પરંતુ એક યાદગીરી તરીકે નદી કિનારે કેલીકો મીલનું ભૂંગળુ અમદાવાદ અમર રહો જાણે એવું બોલવા માટે જ તોડાયું ન હોય એમ આજની તારીખે મીલોનો ભવ્ય ભૂતકાળ હતો. આશરે ૧૫૦ વર્ષ અગાઉ બંધાયેલા સુંદર સ્થાપત્યોથી ભારતભરમાં મશહૂર હઠીસિંહનું મંદિર અમદાવાદ-દિલ્હી દરવાજા બહાર વિરાટ જગ્યામાં ૧૯૦૧માં ખાતમુહૂર્ત કર્યું હતું. મંદિર પૂરૂં થાય એ પહેલા શેઠ હઠીસિંહના માતા સુરજબા માંદા પડયા. દરમિયાન હઠીસિંહને હોઠે ફોલ્લી થઇને વકરી તે માત્ર ચાર દિવસની માંદગીથી ૧૯૦૧માં અવસાન પામ્યા. હઠીસિંહના મરણ બાદ એક જ મહિનામાં એમનાં માતુશ્રી સુરજબા પણ અવસાન પામ્યા. કુદરત આવા દયાળુ લોકોના પણ જબરા પારખા કરી લે છે.

હઠીસિંહે હીમાભાઈની દીકરી રૂકમણી સાથે લગ્ન કર્યા હતા. રૂક્ષ્મણી શેઠાણી આંખે અંધ થઇ જતા હીમાભાઈની બીજી પુત્રી પ્રસન્ના સાથે લગ્ન કર્યા - એ પણ મરણ પામી. ત્રીજીવાર હરકુંવર સાથે સંસાર માંડયો. લો. આ શેઠાણી શુકનિયાળ નીવડયા. હરકુંવર શેઠાણીએ જ આ મંદિરનું અધુરૂં કામ પૂરૂ કરાવ્યું. કાઠિયાવાડના ગામેગામથી હોશિયાર કારીગરો બોલાવી ૧૯૦૩ મહાવદ પાંચના દિવસે તો ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવી શ્રી શાન્તિસાગરસૂરિએ મૂળનાયક તરીકે દેરાસરમાં શ્રી ધર્મનાથ ભગવાનની પ્રતિમાને બિરાજમાન કરાવી. અહીં પ્રાણપ્રતિષ્ઠા તો રાજા રજવાડાઓને ઝાંખા કરી દે એવા રૂઆબ અને કરોડો રૂપીયા પૈસા વાપરીને મીલીટરીના તંબુઓ છેક શાહીબાગ રાજભવન સુધી બંધાવી એક લાખ લોકોને માટે સગવડ કરી નાખી. આજે ત્યાંથી જતા-આવતા લોકો બોલતા હોય છે કે જોવા જેવું આ જૈનોનું જબ્બર કલાત્મક દહેરાસર હઠીસિંહનું મંદિર કે એનાં પાષાણની કલા દ્વારા સલાટ પ્રેમચંદે બાંધ્યું હતું. જે આજે અજર અમર બનીને જેની જોડ નથી... જય જિનેન્દ્ર...!!

Tags :