ફોટો સ્ટોરી - ઝવેરીલાલ મહેતા
કોઈના ગ્રાન્ડ ફાધર લાંબી ઉંમરે આટલી બધી ટાઢમાં બદરીકેદાર ગયા હોય ઉપરાંત એમની દેખભાળ કરનારો આખો રસાલો એમની સાથે ચાકરીમાં હોય છતાં પણ સગાઓને એમની ચિંતા ક્ષણે-ક્ષણે થતી રહે છે...કેમ ?! દાદાજીનું જીવન પરોપકારી અને લોકકલ્યાણ માટે જ જાણે એમણે જન્મ ધારણ કર્યો હોય એવા તેઓ છે. પૃથ્વી પર કરોડો- અબજો માનવોના જીવનનું સરવૈયું કાઢતા દેવોના દેવ એવા ગણપતિ બાપ્પા મૂર્તિસ્વરૂપે દુનિયાભરના મંદિરોમાં ભક્તોને પ્રેમથી દર્શન આપે છે.
ભલે હાજર સ્વરૂપે નહિ પણ જ્યારે ભક્ત આંખ મીંચીને દાદાની મૂર્તિ આગળ ભક્તિસભર બાળક બની જઈને પ્રાર્થના કરે છે ત્યારે મૂર્તિ કાંઈ બોલે નહિ પણ ભક્તના હૃદયમાં ઓતપ્રોત થઈને આંખોમાં 'તારી અરજીની મેં નોંધ લીધી છે.' એવા મતલબની આછા પ્રકાશમાં ભક્ત ક્યાંય સુધી આંખો બંધ રાખીને જાણે ગણપતિ બાપ્પાના હાજરાહજૂર દર્શન કરતો હોય એવો આભાસ થાય છે... ગણપતિ દેવોના દેવ છે. ટી.વી. પર એમના વિષે આવતા એપીસોડમાં દેખાતા ગણપતિ એ તો કલાકાર આપણા જેવો પૃથ્વીવાસીનો કોઈ દીકરો અભિનય કરે છે.
અત્યારે શીતળ ઠંડા પવન અને રાત્રે હીમ પડયા જેવી ઠંડી શરૂ થઈ ગઈ છે. ભારતભરના મંદિરોમાં બિરાજતા ગણપતિદાદાની મૂર્તિ પ્રવેશ કરતાં જ જોવા મળે છે. પૂજારીએ રંગીન રાખવી પડે છે કારણ ગોદડી બાપાને ઓઢાડી છે. આરસના આ શિલ્પને શું ઠંડી કે શું ગરમી એ એક કલાકૃતિ છે પરંતુ મંદિરોના તમામ પુજારીઓને મંદિરોમાં સુરક્ષાપૂર્વક શણગારીને ભક્તોના દર્શન માટે સદૈવ પર્દા વગર રાખવામાં આવે છે.
એમને વલી દેવાધીદેવ એવા મહાદેવજીના પુત્ર ગજાનન બાપાને માટે એમના ભક્તો એમના દર્શન મોસમ પ્રમાણે એટલે કે ઋતુઓ મુજબ વસ્ત્રોમાં એમને કાંઈ ઓઢાડવામાં ક્ષતિ ન રહેવી જોઈએ એની ચીવટ રાખે છે. જુઓને એમને વળી ઠંડી, ગરમી કે વરસાદની શું ચિંતા ? તેઓ તો પૃથ્વી પરના તેઓના ભક્તોની ચિંતા કરતા જ હોય છે. ચોપડા પૂજન અને લગ્નની કંકોતરીમાં દાદાનું નામ એટલે જ પહેલું લખવામાં આવે છે. અરે, આજકાલ રોજે રોજ કેવા અકસ્માતો થતા હોય છે. લાખો કાર ડ્રાયવરો સ્ટ્રીયરીંગની બાજુમાં બાપાની ટચૂકડી મૂર્તિ રાખે જ છે. ક્ષેમકુશળ રહેવા માટે જ.