Get The App

નુરો અને પીરો .

સ્માઈલરામ - સાંઈરામ દવે

Updated: Feb 25th, 2020

GS TEAM

Google News
Google News
નુરો અને પીરો                    . 1 - image


સો-બસ્સો કે પાંચસો રૂપિયાની તો ગામડાના પોલીસ સ્ટેશન માં FIR પણ નથી લખાતી.  બસ આજ વાતનો ભરપૂર ફાયદો ઉઠાવે છે આ નુરો અને પીરો

એક હતો નુરો અને એક હતો પીરો. બને પાક્કા ભાઈબંધ, બંને નાનકડા ગામડામાં રહે પણ માત્ર ફિજીકલી. મેંટલી તો આખી દુનિયાની વાતો એની જીભ ઉપર રમે. આ બેય માં ઘણી બધી સામ્યતા હતી. અત્યારે નવી પેઢીના મોંઢે જનરેશન ગેપ શબ્દ બહુ ચગેલો છે. એમ આ બેય દોસ્તારોમાં ભેજા ગેપ ઝાજો. બે'ય ના મગજના એક્સ રે કરાવો તો ગાંગડા જ ખખડે. કાળા ધાબા સિવાય મગજની જગ્યાએ કશું દેખાય નહીં ગામ લોકોના મત મુજબ બે'યના નાના મોટા મગજ દોઢે ચડી ગયેલા. 

બે'ય પાછા આમ સુખી ઇટ મીન્સ નખશીખ સલમાનખાનના સાઢુભાઈ એટલે કુંવારા.  ઘરેથી નીકળ્યા પછી કોઈનો ફોન જ ન આવે કે પાછા ક્યારે આવશો? નૂરાને તેના બાપુજીએ ઘરમાંથી કાઢી મૂકેલો અને પીરો તેના બાપુજીથી કંટાળીને ઘર છોડી આવેલો. બંનેનો કામ ધંધો એક કે વાતુના વડા બનાવવા અને ગામને ખવડાવવા.

આપણા દેશના લોકોના વિકાસની મેન્ટાલીટી એવી  સેટ થઈ ગઈ છે કે આપણને કૌભાંડો પણ આઠ દસ હજાર કરોડના થાય તો જ મજા પડે છે. બસ્સો પાંચસો કરોડના ઉઠમણા કે ફુલેકામાં જે તે શહેર સિવાયના કોઈ ન્યૂઝ વાંચતાં પણ નથી. બે પાંચ કરોડનું તો આપણાં દેશમાં પટાવાળો કે તલાટી મંત્રી કરી નાંખે છે. પાકિસ્તાનના બજેટ જેટલા કૌભાંડો આપણે ત્યાં દર વર્ષે બહાર પડે છે અને અમેરિકાના બજેટ જેટલા કૌભાંડો ભીના સંકેલાઇ જાય છે, ટૂંકમાં કરોડો અને અબજોના વિકાસના આંકડાની માયાજાળમાં અટવાયેલા આપણને હવે કૌભાંડો પણ કરોડોના થાય તો જ  મજા પડે છે.  સો-બસ્સો કે પાંચસો રૂપિયાની તો ગામડાના પોલીસ સ્ટેશન માં ખૈંઇ પણ નથી લખાતી.  બસ આજ વાતનો ભરપૂર ફાયદો ઉઠાવે છે આ નુરો અને પીરો.

આ જોડલી લાખો કરોડનું કરતાં જ નથી ગમે તે માણસનું સોથી પાંચસો રૂપિયા સુધીનું કરી નાંખે છે. સાવ નાના નાના ષડયંત્રોને પ્રતાપે નુરો અને પીરો પોલીસની હડફેંટે ચડતા નથી. વળી બે'ય નીતિના પાક્કા છે, હરામનું ખાતા નથી.  સામે વાળાને શીશામાં ઉતારવા ખૂબ બોલ બચ્ચન કરે છે. કેટલાક નેતાઓ કે વકતાઓ વિષય ઉપર પ્રોપર બોલી નથી શકતા જ્યારે નુરો અને પીરો વગર વિષયે કલ્લાકો બોલી શકે છે. આંધળી સાકળની જેમ આ બંને ની વાતો ઉર્ફે ગપ્પાં બાજી ક્યાથી શરૂ થાય અને ક્યાં પહોચશે એ કોઈ ન કહી શકે. ક્યારેક તો આ લોકોના ગપ્પાની સ્પીડ સૂર્યપ્રકાશ કરતાં પણ વધુ ઝડપી હોય છે.

'વિષયાંતર' એ નુરા અને પીરનો મુખ્ય વિષય છે. સાતત્ય જેવી કશીચીજ આ પૃથ્વી પર હયાત છે. એની આ બંને મહાશયોને કદાચ ખબર જ નથી અનુસંધાન જેવો કોઈ શબ્દ અસ્તિત્વમાં છે એવી તેઓને ખબર જ નથી. લ્યો તમે જ વાંચી લ્યો કાઠીયાવાડના બે મહાન ગપ્પીદાસ નુરા અને પિરા નો અલભ્ય- અપ્રાપ્ય અને આજ સુધી અવાચ્ય રહેલા સંવાદો : (ને હા તમને લોકોને કશો ટપ્પો પડે તો મને મેઇલ કરજો - હું તો અશોકના શિલાલેખની જેમ સંવાદ કોપી પેસ્ટ કરું છું ) ઓલ ધ બેસ્ટ :

નુરો : એક વાર હું ગિરનાર પરથી પડી ગયેલો.

પીરો  : આ લે લે પછી જીવતો હતો કે મરી ગયેલો?

નુરો : યાદ નથી પીરા, ત્યારે હું બહુ નાનો હતો.

પીરો : નુરા ! તું નાનો હતો ત્યારે શું કરતો હતો ?

નુરો : મોટો થતો'તો ! પણ ગિરનાર ઉપરથી પડયો ને પછી હું મારી બાને ચોટીલામાંથી મળ્યો હતો.

પીરો : વાહ વાહ તારી બાની માનતા ફરી હો ! 

નુરો : અરે ! માનતા તો મારી બાએ  બહુ અઘરી માની 'તી

પીરો : કેમ તું અઘરો હતો તો તારી માનતા પણ અઘરી ?

નુરો : હા બાએ માનતા માનેલી કે જો નુરો મળી જશે તો ગામની બાયુને સાગમટે ગોયણીમાં પાણીપુરી જમાડીશ.

પીરો : આ લે લે તારા સાટુ પાણીપુરીની માનતા ? પછી?

નુરો : પછી શું? પાણીપૂરી એસોશીએસને ભાવ ડબલ કર્યા.

પીરા : કેમ અલ્યા? એ  લોકોને તું નહોતો ગમતો ?

નુરો : ના,ભઈ ડુંગળી મોંઘી હતી એટલે પાણીપૂરી મોંઘી હતી.

પીરો : હા, ઇ સાચું પછી શું થયું?

નુરો : થાય શું મારા બાપા નબળા રાજકારણી મોળા પડે ?

પીરો : ના પડે હો, બાપા તો મોળા પાડે પણ પોતે ન પડે.

નુરો : તો પછી ! બાપાએ વડાપ્રધાનને રજૂઆત કરી કે સરકાર ડુંગળીના ટેકાના ભાવ જાહેર કરે તોજ ગામ લોકો પાણીપુરી ખાઈ શકે.

પીરો : હા એ વાત પણ ખરી ! લોકો ખાશે નહીં તો સૂલભ શૌચાલય માં જાશે કોણ ? યોજનાઓ છિન્નભિન્ન થઈ રહેશે.

નુરો :  આપણો દેશ બિન સાંપ્રદાયિક છે પરંતુ પાણીપૂરી માટે સૌની શ્રદ્ધા એક સરખી છે.

પીરો : મારું ચાલે તો પાણીપૂરી માટે સંસદમાં બિલ પાસ કરવું.

નુરો : રહેવા રે પીરા ! સંસદના બીલ ભીંડાની જેમ વાયડા પડે છે. તે કોઈદી ઇલેક્ટ્રીક નું બીલ ભર્યું નથીને સંસદની ક્યાં માંડે છે?

પીરો : આપણા દેશમાં લાઇટ - રોડ અને વીજળી મફત કરી દે તો દુબઈવાળો દાઉદ પણ ચૂંટાઈ જાય એમ છે. 

નુરો : પણ દુબઈ માં ભાઈ ક્યાં ગળા માં મફલર બાંધે છે ? એ તો ગળામાં સોનું પહેરે છે સોનું.

પીરો : પણ સોનું ણો નિગમ છે 

નુરો : એમ તો જી.્. પણ નિગમ છે.

પીરો : જો નુરા તું મ્ભ બક્ષીવાળા જી.્. ની વાત કરતો હોય તો મારી લાગણી દૂભાશે? 

નુરો : તો ભલે ને દુભાતી ! હું કાંઇ માફી નહીં માંગુ.

પીરો : કેમ ? તું કાંઈ માનતાનો છો ?

નુરો : હઅન.... ચોટીલાની...! પાણીપુરીની માનતાનો 

પીરો : હ એલા ઇ તો કે પછી સરકારે ડુંગળી માટે ટેકાના ભાવ આપ્યા ?

નુરો : આપતી હશે? હવે સરકારને પણ ગમે ત્યારે ટેકા લેવા પડે એવા દિ છે.

પીરો : પણ સરકારે ડુંગળીના ભાવ આપ્યા કે નહીં ઇ તો કે ?

નુરો : અમેરિકાથી ડોનાલ્ડ ટ્રમ્પને શું અમથો બોલાવ્યો છે? 

(કાંઇ સમજણું ? નહીં ને ! તો પછી મૂકો ને સાંઇરામ ના સ્માઇલરામ) 

ઝટકો

લોક ગાયક મિત્ર વિમલ મહેતા એ સરસ કહ્યું કે , 

જે નવ યુગલે વૃદ્ધ માં-બાપના એંઠા વાસણ હેતથી ઉટકયા હોય,

એ યુગલે કદી વૃદ્ધાશ્રમમાં જમવું ન પડે !

Tags :