Get The App

ડોકના દુ:ખાવાનો અમોઘ ઉપાય

સ્વસ્થવૃત્ - શાંતિભાઈ અગ્રાવત

Updated: Jan 28th, 2020

GS TEAM

Google News
Google News


ડોકના દુ:ખાવાનો અમોઘ ઉપાય 1 - imageઈન્જરીને કારણે મણકા અને મણકાનાં સાંધામાં સોજો આવે છે. આ સોજાની અસર મણકા નજીક આવેલ સ્નાયુ અને નર્વ્સજમાં પણ થાયછે

કેટલાક રોગો એવા હોય છે કે, જે દુ:ખ આપે છે. જીવન નિરસ બનાવે છે. અવારનવાર ઉથલો મારી સતાવે છે. આવા રોગોમાંનો એક છે સ્પોન્ડીલાઈટીસ. આ રોગ કરોડના મણકામાં થાય છે. ગળાના મણકામાં થાય તો સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ અને પૃષ્ઠમાં થાય એટલે પોરેસીસ સ્પોન્ડીલાઈટીસ અને કમરમાં થાય તો લંબર સ્પોન્ડીલાઈટીસ કહે છે. શરીર (ધડ)ના પાછળ આવેલ કરોડમાં ૨૪ મણકા છે. આ મણકાના સાંધામાં સોજો આવે એને સ્પોન્ડીલાઈટી કહે છે. ટી.વી. અને કોમ્પ્યુટર યુગમાં ડોક અને કમર પર રોગનિવારક તેલ બેલ્ટ બાંધી ફરનારાએ આ રોગને વિશેષ જાણીતો કર્યો છે.

ડોકમાં સાત, પીઠમાં બાર અને કમરમાં પાંચ મણકા હોય છે. કમરથી નીચે પાંચ મણકા આવેલ છે. બાળક મોટું થતાં આ મણકાઓ જોડાઈ જઈ એક થઈ જાય છે. જેને સેક્રમ (ત્રિકાસ્થિ) કહે છે. આ સેક્રમ નીચે આવેલ જોડાયેલ ચાર મણકાને કોસીક્ષ (અનુત્રિકાસ્થિ) કહે છે. મઝાકમાં એને માનવ પુંછડી કહેવામાં આવે છે. આમવાત (રૂમેટોઈડ આર્થારાયટીસ) સંધિગતવાત (ઓસ્ટીઓઆર્થરાઈટીસ), વાતરક્ત (ગાઉટ), ટી.બી., મુઢમાર અને ઈન્જરીને કારણે મણકા અને મણકાનાં સાંધામાં સોજો આવે છે. આ સોજાની અસર મણકા નજીક આવેલ સ્નાયુ અને નર્વ્સજમાં પણ થાય છે. આ રોગ કાયમ માટે મટે નહી તો જૂનો થઈ અવારનવાર પરેશાન કરે છે.

આ રોગમાંથી કાયમી છૂટવા માટે અમે અનુભૂત સરળ યોગ રજુ કરીએ છીએ. અજમાવી જૂઓ. આ રોગ ડોકમાં થાય તો દુ:ખાવો થાય હલનચલનમાં પીડા થાય, પીઠમાં થાય તો દુ:ખાવો થાય, શ્વાસ લેતી વખતે થોડું પાછળ દુ:ખે, કમરમાં થાય તો દુ:ખાવો થાય, આગળ પાછળ વળવામાં પીડા થાય. કોઈને નિતંબ દુ:ખે, કમરથી નીચેના ભાગમાં થાય તો દુ:ખાવો થાય છે. બોલવામાં પીડા થાય છે. આ રોગનું અનુભૂત ઔષધ નીચે આપેલ છે.

ચારોળી ૧ ભાગ, માલકાકણીબીજ ૧ ભાગ, લસણ ૧ ભાગ, મહારાસ્નાદિ કવાથઘન ૨ ભાગ, શુધ્ધ ગુગળ ૨ ભાગ આ બધું એકત્ર કરી ખરલમાં ઘુંટવું. આ વખતે નગોડનો રસ થોડો થોડો ઉમેરતા જવું. ગોળી બને એવું થાય એટલે ગોળીઓ વટાણા જેવડી બનાવવી. દર્દીની પ્રકૃતિ અને દર્દનું જોર જોઈ ૧ થી ૨ ગોળી સાધારણ ગરમ દૂધ કે, પાણી સાથે ૩ વખત લેવી. દહીં, છાશ, કઢી અને આથો આવેલ પદાર્થો બંધ કરવા, શરીર, માથું વાકુંચૂકું રહે એમ સૂવું નહીં. પાટ પર રજાઈ રાખી ઉંઘવું. રોગની તીવ્ર અવસ્થામાં આરામ કરવો. પછી હળવી કસરત કરવી. પાચન સુધારવું કારણ કે નહીં પચેલા આહારમાંથી થતો આમ આ રોગનું મુખ્ય કારણ છે. જરૂર મુજબ લંઘન કરી શકાય. રોગ થવાના કારણો ત્યજવા.

ગોળીમાં વપરાતા ઔષધોના ગુણો નીચે મુજબ છે.

માલકાકણી - તીખી, કડવી, દાહકર છે. ઉત્તમ જઠરાગ્નિવર્ધક છે. કફવાત, પાંડુ, વ્રણ મટાડનાર છે. મેધા પ્રજ્ઞાા વધારનાર અને જ્ઞાાનતંતુ સુધારનાર છે.

લસણ  વાતહર, બલ્ય, કફહર, ઉષ્ણ, વૃષ્ય, રસાયન, હાડકાને સાંધનાર છે. ક્ષયહર, પાચક વિ. છે. શોથહર ક્ષય, કૃમિ અગ્નિમાંદ્ય, હેડકી, દમ, આમવાત, શરદી, ઉદરવાયુ, શૂલ વિ. મટાડનાર અદ્ભૂત ઔષધ છે.

ચારોળી  વાત પિત્ત, દાહ, ક્ષયરોગ, ક્ષયક્ષત, રક્તદોષ વિ.નો નાશ કરે છે. આ ઉપરાંત મધુર, બલ્ય, વીર્ય વધારનાર, સારક, સ્નિગ્ધ શીતળ છે.

ગુગળ  કીટાણુંનાશક, વાતકફહર, મંદાગ્નિહર, સારક, રક્તશોધક, વ્રણરોપક, શોથઘ્ન વિ. છે.

મહારાસ્નાદિ કવાથઘન ૮૦ પ્રકારના વાતવ્યાધિમાં અતિ ઉપયોગી, શોથઘ્ન, પીડાહર છે.

મહારાન્સાદિ કવાથઘન  ૮૦ પ્રકારના વાતવ્યાધિમાં અતિ ઉપયોગી, શોથઘ્ન, પીડાહર છે.

નગોડ શુલનાશક, શોથઘ્ન, વાતહર, આમવાતહર વિ. છે. સોજાને મટાડનાર માટેનું રામબાણ ઔષધ છે. નગોડ ઉષ્ણ દીપન, ત્વચારોગહર, આર્તવજનક, કૃમિઘ્ન, મૂત્રલ, ઉષ્ણ રસાયન 

વિ. છે.

ખાસ - સગર્ભા મહિલા, એસિડિટી અને અલ્સરના દર્દીએ આ ગોળીઓ વાપરતા પહેલા ચિકિત્સકની સલાહ લેવી.

Tags :