Get The App

ગ્રહણીનું અલ્સર ઓપરેશન વિના મટી શકે?

સ્વસ્થવૃત્ત - શાંતિભાઇ અગ્રાવત

Updated: Dec 17th, 2019

GS TEAM

Google News
Google News
ગ્રહણીનું અલ્સર ઓપરેશન વિના મટી શકે? 1 - image


તીવ્ર એસિડીટીની યોગ્ય ચિકિત્સા નહી કરવાથી અને ખાટા તીખા, પિત્તવર્ધક પદાર્થો ખાવાનું ચાલુ રાખવાથી પેપ્ટીક અલ્સર થાય છે

નવા જમાનામાં ખાટા, તીખા, તળેલા અને વાસી ખોરાકની વપરાશ વધી, વાઇનની ફેશન વધી. આપણાથી વધારે સુખી માણસોનો વાદ કરવાનું વધ્યું, ચિંતા અને ગુસ્સો વધ્યો વિ. માનસિક વેગો વધવાથી પિત્ત વધે છે અને અલ્સર જેવો રોગો ઉત્પન્ન કરે છે. અલ્સર એટલે ચાંદુ. શરીરના ઘણાં અંગોમાં આ રોગ થાય છે. સ્ટમક અલ્સર, કોલનનું અલ્સર, ડયુઓડીનલ અલ્સરના દર્દીઓનું પ્રમાણ વધારે હોવાથી આ નામો જાણીતા છે. આપણે આજે ડયુઓડીનલ અલ્સર વિશે વિચારશું. ડયુઓડીનમને આયુર્વેદમાં ગ્રહણી કહે છે.

હોજરી ઉપર અન્નનળી સાથે અને નીચે નાના આંતરડા સાથે જોડાયેલી હોય છે. આંતરડાના શરૂઆતના આઠ આંગળ ભાગને ગ્રહણી (ડિયુઓડીનમ) કહે છે. હોજરી સાથે જોડાયેલા નાના આંતરડાની શરૂઆતનાં ભાગમાં થતાં ચાંદાને ડયુઓડીનલ અલ્સર કહે છે. આયુર્વેદનાં પરિણામ શૂલ સાથે સરખાવી શકાય. આ શૂલ ખોરાક લીધા પછી બે થી ત્રણ કલાકે ઉપડે છે. 

હોજરી ખોરાક વિનાની ખાલી પડી હોય તો હોજરીની જમણી બાજુમાં શૂલ ઉપડે છે. પિત્તશામક ખાવાથી શૂલ શમે છે. આને હંગર પેઇન કહે છે. એક સર્વે મુજબ કુલ દર્દીઓના ચાર ટકા દર્દીઓ અલ્સરનાં હોય છે. હોજરી કરતાં ગ્રહણીના દર્દીઓ વિશેષ હોય છે. પિત્તવર્ધક આહાર અને ક્રોધાદિ માનસિક વેગોથી હોજરીમાં એસિડ પેપ્સીન અને વાયુ વધે છે. હોજરીના આ પાચક રસોની તીવ્રતાથી હોજરી અને ગ્રહણીમાં અલ્સર ઉત્પન્ન થાય છે. એટલે આ અલ્સરને પેપ્ટીક અલ્સર પણ કહે છે.

તીવ્ર એસિડીટીની યોગ્ય ચિકિત્સા નહી કરવાથી અને ખાટા તીખા, પિત્તવર્ધક પદાર્થો ખાવાનું ચાલુ રાખવાથી પેપ્ટીક અલ્સર થાય છે. આ અલ્સરનું પેઇન તીવ્ર હોય છે. દાંતના જૂના રોગોથી, ગળાના જુના સોજાથી અને નાકની જુની શરદીથી ચેપ પેટમાં જાય તો અલ્સર થઇ શકે છે. એસ્પીરીન, કેફેન, આઇબુ્રફેન સોમલ, એન્ટીબાયોટિક વિ. તીવ્ર ઔષધો મોટા ડોઝમાં કે, લાંબો સમય લેવાથી આ વ્યાધિ થઇ શકે છે. આ શૂલ રાત્રે બાર વાગ્યાની આસપાસ તીવ્ર બને છે. એક અભિપ્રાય એવો છે કે, ર્ં (ઓ) બ્લડ ગુ્રપવાળા વ્યક્તિને આ અલ્સર થવાની શક્યતા રહે છે.

શરીરની મધ્યરેખાથી જમણી તરફ પેટમાં દુ:ખે છે. મોઢામાં પ્રવાહી આવ્યા કરે છે, પરેજ નહીં પાળવાથી, ચિકિત્સામાં ધ્યાન નહીં આપવાથી અલ્સરમાંથી રક્તસ્ત્રાવ થાય છે. આ રક્ત મળ મારફત બહાર આવે છે. અલ્સર ઔષધ સાધ્ય હોય તો આયુર્વેદના ઔષધો સારૂં કામ કરે છે.

આ વ્યાધિની ચિકિત્સામાં પથ્યનું ખૂબજ મહત્વ છે. ઉષ્ણ, તીક્ષ્ણ, તીખો, ખાટો આહાર બંધ કરવો. ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિને આ રોગ થવાની સંભાવના વિશેષ રહે છે એટલે ગુસ્સા પર કાબુ મેળવવો. આરામ કરવો. આંતરડા તરફ આવેલ આમાશય દ્વારમાં સોજો આવવાથી કે સ્પાજમ થવાથી તીવ્ર શૂલ ઉપડે છે. આ શૂલ ઉલટી થવાથી શાંત થાય છે. શતાવરીમંડૂર, સુવર્ણસુતશેખર, પ્રવાલ પંચામૃત યોગ્ય માત્રામાં મેળવી શતાવરીધૃત સાથે લેવું. સવાર સાંજ નિયમિત લેવું.

ભૂનિમ્બાદિ કવાથ સવાર સાંજ લેવો. શૂલવજ્રિણીવટી જમ્યા પછી લેવી. દર બે કલાકે ૨ ઔંસ દૂધ લેવું. આ ઉપરાંત ચંદ્રકલારસ, પ્રવાલપિષ્ટિ, સપ્તામૃતલોહ વિ. માંથી એક બે પસંદ કરી શરૂ કરવા. આ વ્યાધિમાં ચા કોફી તમાકુ અને વાઇન લેવાથી શૂલ ઉપડે છે. ધૂમ્રપાનથી પણ વધે છે. તીવ્ર ગુસ્સાથી છાતીમાં દાહ શૂલ વધે છે. રક્તસ્ત્રાવ થાય, છાતીમાં દાહ થાય અને તીવ્ર શૂલ ઉપડે તો સંપૂર્ણ આરામ કરવો જોઈએ. 

રક્તસ્ત્રાવ બંધ થતો હોય નહીં તો તાત્કાલિક નિષ્ણાતની સલાહ લેવી કે હોસ્પિટલમાં દાખલ થવું. સમય બગાડવો નહીં. તીવ્ર અવસ્થામાં આહાર બંધ કરવો. દર બે કલાકે ૨ ઔંસ દૂધ લેવું. દિવસમાં ત્રણ વખત શતાવરીધૃત એક ચમચી લેવું. અર્ધા ઇંચથી નાનુ અલ્સર હોય તો ઔષધ, આરામ અને પથ્ય આહારથી મટી શકે છે. અર્ધા ઇંચથી વધારે હોય તો ઓપરેશન જરૂરી બને છે.

ઔષધચિકિત્સાથીનાનાઅલ્સરના દર્દીઓ સારા થયાનાં ઘણા દાખલા છે. આપણી બેદરકારીથી આ રોગ આગળ વધે છે. આ વ્યધિમાં ચિકિત્સકનું માર્ગદર્શન જરૂરી છે.

Tags :