Get The App

અછબડા વાયરલ ચેપી રોગ છે

સ્વસ્થવૃત્ત - શાંતિભાઈ અગ્રાવત

જેને બાળપણમાં અછબડા નીકળ્યા હોય નહીં એવી મોટી વ્યક્તિએ પણ દર્દી બાળક પાસે સંભાળપૂર્વક જવું

Updated: Mar 3rd, 2020

GS TEAM


Google News
Google News
અછબડા વાયરલ ચેપી રોગ છે 1 - image


કેટલાક રોગો એવા હોય છે, જે ઋતુ પ્રમાણે થતાં હોય છે, કેટલાક રોગો એવા હોય છે કે, જે એક જ વખત થાય છે. ફરી ક્યારેય જીવનમાં દેખાતા નથી. આવા રોગો મોટા ભાગે બાળપણમાં થઈ જાય છે. એટલા સારૂએ જીવન એ રોગ વિના પસાર થાય છે. આ રોગ છે.- શીતળા (જીસચનન ઁર્ટ), ઓરી (સ્ીચજીનજ) અને અછબડા (ભરૈંચહ ઁર્ટ). શીતળા પર તો કાબુ મેળવી લીધો છે. ઓરી, અછબડા હજુ દર વર્ષે દેખા દે છે. શિયાળાના અંતમાં અને વસંતની શરુઆતમાં આ રોગના ફેલાવા વિશે વાંચવા મળે છે. આજે અહીં અછબડાની વાત કરવા માગીએ છીએ.

અછબડા વાયરલ ચેપી રોગ છે. આ રોગ મોટાભાગે છ માસથી આઠ વર્ષના બાળકોને થાય છે. દર્દીની ઉંમર વધારે હોય તો ત્રાસ વધારે આપે છે. પુખ્ત ઉંમરનાને થાય તો દાહ અને પીડાથી ત્રાસી જાય છે. એક વખત થયા પછી બીજી વખત થતો નથી. શરૂઆતમાં તાવ આવે છે, કોઇને નથી પણ આવતો.

સાધારણ શરદી હોય છે. બે દિવસ પછી સફેદ મોતી જેવા ફોલ્લા શરીર અને ચહેરા પર દેખાય છે. હળવો તાવ, માથાનો દુ:ખાવો નબળાઇ હોય છે.

બીજે કે ત્રીજે દિવસે પાણી ભર્યું હોય એવા મોતી જેવડા ફોલ્લા દેખાય છે. શાખાઓ પર ઓછી અસર થાય છે.

બાળકની ઉંમર વધારે એમ રોગનું જોર વધારે. ફોલ્લા મોટા પણ થાય છે. શરીરે ખુજલી આવે, દર્દીને એકાંત સ્વચ્છ જગ્યાએ રાખવામાં આવે તો બે દિવસ પછી ફોડકીઓ સુકાવા લાગે છે. શરૂઆતમાં ત્રણ-ચાર દિવસ દરરોજ નવી ફોલ્લીઓ દેખાય છે. બે દિવસમાં આપોઆપ સુકાય છે. અઠવાડિયામાં સુકાઇ પરના પોપડા નીકળવા લાગે છે. આ વખતે ખુજલી આવે છે. દર્દીનું બરોબર ધ્યાન રાખવામાં આવે તો આ રોગ ગંભીર નથી. શીતળા - જીસચનન ઁર્ટ ગંભીર છે.

બાળક દર્દીને શુદ્ધ હવામાનવાળા ઓરડામાં રાખવો. તાવની શરૂઆતથી પથારીમાં આરામ કરાવવો. ફોડકાના છીલકા બીલકુલ નીકળી જાય અને ચામડી બરોબર થઈ જાય એટલે, લગભગ દસેક દિવસ જુદો રાખવો. બાળકની સંભાળ લેવામાં પૂરતી કાળજી રાખવામાં આવે નહી તો બીજા ઉપદ્રવો થઈ શકે છે. લીમડાના પાનથી ઉકાળેલ પાણી ઠંડુ થયા પછી સ્પંઝ કરવું. આ વ્યાધિના વાયરસ નાકની પાછળના ભાગમાં વિશેષ હોય છે.

છીંક, ઉધરસ મારફતે ચેપ ફેલાવે છે એટલે કે બીજા બાળકોને નજીક આવવા દેવા નહી.

જેને બાળપણમાં અછબડા નીકળ્યા હોય નહીં એવી મોટી વ્યક્તિએ પણ દર્દી બાળક પાસે સંભાળપૂર્વક જવું. અછબડાના વાયરસ હર્પિસને મળતા છે. ચેપ લાગ્યા પછી ૧૨ થી ૧૪ માં દિવસે અછબડાની શરૂઆત થાય છે.

આ રોગમાં દર્દીની બરોબર સંભાળ લેવામાં આવે તો આઠ-દસ દિવસમાં આપોઆપ મટી જાય છે. પીડા ઓછી કરવા અને આક્રમણ કાળ શાંતિથી પુરો કરવા અમે શાસ્ત્રીય યોગ રજુ કરીએ. અતિવિષકળી ૧ ભાગ, યષ્ટીમધુ ૧ ભાગ, સાકર ચૂર્ણ ૧ ભાગ લઇ સારી રીતે મેળવવું.

આમાંથી બાળકની ઉંમર પ્રમાણે ૧ થી ૩ રતિ મધ સાથે બે થી ત્રણ વખત આપવું. દશાંગલેપ અને ટેલકમ પાવડર મેળવી લોશન બનાવી લગાવવું. બાળકને કોઇપણ ઉપદ્રવ થાય એટલે ચિકિત્સકને બતાવવું.

Tags :