- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- આધ્યાત્મિક સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરાવવું તથા સામાજિક સપોર્ટ અને માર્ગદર્શન પણ જરૂરી છે
(ગતાંકથી ચાલુ)
કુ સુમબેનનો કેઈસ માત્ર ઓબ્સ્સેસીવ વિચારોનો નથી. તેમને અન્ય સંભવિત માંનોરોગો હોવાની પણ સંભાવના છે.
તેઓને વારંવાર આવતા અશુદ્ધ ધાર્મિક અને જાતીય વિચારો, દોષભાવનાના વિચારો ને કારણે વારંવાર ભગવાનની પ્રાર્થના કરવી, ભગવાનના વેદો સાંભળવા જેવા અનિવાર્ય ક્રિયા દબાણમાં પરિણમે છે. તેથી તેઓને 'પુઅર ઇનસાઇટ ઓબ્સેસ્સીવ કામ્પુલ્સીવ ડીસઓર્ડર તો છે જ. આ ઉપરાંત ભૂલભ્રમિત માન્યતાઓ (delusions) જેમ કે પોતાને ભગવાન સમાન માનવું. દ્રષ્ટિ ભ્રમ (હેલ્યુસિનેશન) પણ છે. જેથી તેમને ભગવાન દેખાય છે, સ્પર્શ થાય છે. આ ઉપરાંત મૂડના ચઢાવ-ઉતર પણ જોવા મળે છે. તેઓ દોષભાવથી ગ્રસ્ત છે એટલે આત્મહત્યાના વિચારો આવે છે. તમને રીલીજીઅસ ડીલ્યુંઝન જેવાકે ધાર્મિક મુદ્દાઓથી જોડાયેલી મજબૂત અને અર્થવિહિન માન્યતાઓ, ખરેખર ભગવાને સ્પર્શ કર્યો છે એવી અંદરથી લાગણી અને કથાકાર પ્રત્યે અંધવિશ્વાસ જોવા મળે છે.
કુસુમબેનને સમયસર સારવાર, દવાઓ અને મનોવૈજ્ઞાાનિક સહાય મળે તો સુધારો શક્ય છે. સકારાત્મક સપોર્ટવાળો પરિવાર હોવો લાભદાયી છે. પહેલાથી ત્રણ આત્મહત્યાના પ્રયાસો થયા હોવાથી જોખમ ઊંચું છે. ધાર્મિક ભ્રમ અને લૈંગિક ગુનાભાવ થી પીછો છોડાવવો મુખ્ય છે.
દવાઓ, કોગ્નીટીવ બેહેવીઅર થેરાપી દરમ્યાન વિકારજનક વિચારધારાઓ જેમ કે 'હું પાપી છું', 'મારું મૃત્યુ નિકટ છે'ને ઓળખવી અને બદલવી જરૂરી છે. 'રીલીજીઅસ ડી રેડીકાલાઈઝેશન કાઉન્સેલિંગ' જેમકે ધાર્મિક દ્રષ્ટિકોણને આત્મવિશ્લેષણથી સમજાવવો, અંધ શ્રદ્ધાના બદલે આધ્યાત્મિક સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરાવવું, તથા સામાજિક સપોર્ટ અને માર્ગદર્શન પણ જરૂરી છે. પતિ, પુત્ર અને ઘરના સભ્યોને સમજાવવું જરૂરી ચર કર કે આ બિમારી છે - પાપ કે કમી નથી. સહયોગ આપો, દવા છોડાવવી નહીં. ધામક બાબતોનું પ્રમાણયુક્ત ધ્યાન રખવું જરૂરી છે.


