દેશ પર રાજ કરવું, કંપનીના સી.ઇ.ઓ. બનવું એ સફળ પિતા બનવા કરતાં વધારે સરળ છે
વેદના સંવેદના - મૃગેશ વૈષ્ણવ
સંતાનો માતા-પિતાને તનાવ આપે છે. કારણ ભગવાન બિન અનુભવી માતા-પિતાના હાથમાં સંતાનોને સોંપી દે છે
તમારા સંતાનના ખાસ દોસ્ત બનો રોજ તેની સાથે એકવાર જમો
માતા-પિતાનો ૬૦% તનાવ સંતાનોને કારણે હોય છે પણ કેટલીકવાર માતા-પિતાએ પોતે ઉભા કરેલા ઘણા તનાવ હોય છે.
આજના જમાનામાં મોટાભાગનાં માતા-પિતા સંતાનો માટે પાર્ટ ટાઇમ ડયુટી બજાવે છે. જેને કારણે 'આયા-મેઇડ' કે 'બેબી સીટર' મેઇડ બાળ ઉછેર થાય છે. કેટલીકવાર માતા-પિતા બાળકોને લેચ કી માં બંધ કરી બહાર જાય છે. આવાં બાળકો માતા-પિતાને ભવિષ્યમાં ઘણો તનાવ પહોંચાડે છે.
આ સત્યને સમજનાર અને સ્વીકારનાર માતા-પિતા તેમના કામ કરવાના આનંદને કૌટુંબિક આનંદમાં પરિવર્તન કરી શકે છે. હિન્દી પીકચર જોતી વખતે અને ટી.વી. કે છાપામાં સમાચાર વાંચતી વખતે તમારૂં મન ખુલ્લું રાખો અને આવું તમારી સાથે પણ બની શકે છે એ સત્ય સ્વીકારીને ચાલો.
એટલે જ પંચતંત્ર લખાયું હતું.
પંચતંત્ર કાશ્મિરમાં ૨૦૦ વર્ષ બી.સી.માં લખાયું હતું. પ્રાચીનકથાઓમાંથી ૮૪ કથાઓને થોડાક વળાંકો આપી તેમાંથી પંચતંત્ર લખાયેલું. પંચતંત્રની કથાઓનો ઉપદેશ આજના જમાનામાં પણ એટલો જ લાગુ પડે છે જેટલો એ પ્રાચીન જમાનામાં લાગુ પડતો હતો.
પંચતંત્રની બધીજ કથાઓ જીવનમાં શાણપણભર્યું વર્તન કઇ રીતે કરવું તેના પર આધારિત છે. એના મૂળીયા એક ચતુર, સમજદાર અને સફળ રાજાની સત્યકથા પર આધારિત છે.
પ્રાચીન ભારતમાં દક્ષિણ ભારતમાં એક શહેર 'મહિલા રોપ્ય' આવ્યું હતું જે હાલ 'મંત્ર કૂટા'ના નામથી ઓળખાય છે. અને તે ગોદાવરી નદીના કિનારે આવેલ છે. આ રાજ્યનો અમર શક્તિ નામે ખૂબ જ લોકપ્રિય અને વિખ્યાત રાજા હતો. તેના ત્રણ પુત્ર બહુશક્તિ, ઉગ્રશક્તિ અને અનંતશક્તિ નામે હતા. જેમને ભણવામાં કે કંઇજ નવી વિદ્યા શીખવામાં રસ ન હતો. તે તેમનો સમય નકામી અને નાદાનિયત તથા મુર્ખામીભરી પ્રવૃત્તિમાં વિતાવતા હતા. રાજાને એ પણ ખ્યાલ આવ્યો કે તેના ત્રણેય પુત્રો ફોર્મલ એજ્યુકેશન માટે વિદ્રોહી વલણ અપનાવતા હતા.
રાજાને થયું કે એના મૃત્યુ પછી એના ત્રણ પુત્રો જો એના રાજ્યની સંભાળ નહીં લઇ શકે તો પછી એના રાજ્યનો કોઇજ અર્થ નથી. રાજાને ભાન થયું કે તેના ત્રણેય પુત્રો માટે શિક્ષણની કોઇ વ્યવસ્થા કરવી જ પડશે. તેણે વિષ્ણુ શર્માને બોલાવ્યા.
એંસી વર્ષના વિષ્ણુ શર્માને પૈસામાં રસ ન હતો. તેમણે રાજાને વચન આપ્યું કે તેઓ ત્રણેય રાજકુમારોને પોતાના આશ્રમમાં છ મહિના લઈ જઈને જરૂરી શિક્ષણ આપશે. વિષ્ણુ શર્માએ વિવિધ વાર્તાઓના સ્વરૂપે ત્રણેય રાજકુમારોને શીખવાડવાનું શરૂ કર્યું. વિષ્ણુ શર્માની આ વાર્તાઓનો સંગ્રહ પંચતંત્ર તરીકે ઓળખાયો.
શું આધુનિક માતા-પિતા તેમના સંતાનોને દૂન્યવી શાણપણ લાવવા ક્યાંક મોકલે છે ?
ના. મૂર્ખતાપૂર્ણ રીતે આપણે તેમને ઓવર-પ્રોટેક્ટ કરીએ છીએ. અને કુટુંબના દરેક સભ્યોને લાખો તનાવનો સામનો કરવા મજબૂર કરીએ છીએ.
હું પ્રત્યેક માતા-પિતાને પ્રોએકટીવ પેરેન્ટીંગ એટલે સક્રિયાત્મક પેરેન્ટીંગ કરવા પર મોડું થાય એ પહેલાં ધ્યાન આપવા અપીલ કરૂં છું.
આજુબાજુ નજર કરો. તમારૂં પોતાનું પંચતંત્ર બનાવો. તમારી પાછલી જિંદગીમાં તનાવ ઘટાડો. તમારા એ જીવનભર બીજ વાવી, ખેતર ખેડી પાક લણવાના વર્ષોમાં આનંદથી નિવૃત્ત જીવન ગુજારો. તમારા વૃધ્ધત્વને ઝેર જેવું ન બનાવશો.
તમારા બાળકોનો ઉછેર વસ્તુલક્ષી કરો. મારૂં વ્હાલકડું નાદાન બાળકના ખ્યાલોમાંથી બહાર આવી જાવ. તનાવ મુક્ત સિનીયર સીટીઝન તરીકેનું જીવન જીવો.
મોટાભાગના કિસ્સાઓમાં બાળકો ઘણો તનાવ આપે છે કારણ ?
ભગવાન બિન અનુભવી માતા-પિતાના હાથમાં સંતાનો સોંપી દે છે.
કોઈ શાણ અને અનુભવી વિચાર કે સાચું જ કહ્યું છે કે પુરુષ દેશ પર રાજ કરી શકે છે. જનરલ મોટર્સનો સી.ઇ.ઓ. થઇ શકે છે પણ પોતાના પુત્રને પ્રોએક્ટીવ પિતૃત્વ આપી હેન્ડલ કરવામાં નિષ્ફળ જાય છે.
સંતાનોનો ઉછેર ખૂબ જ કાળજીપૂર્વક બજાવવાની ફરજ છે. એ વધારે વસ્તુલક્ષી- ર્ંમલીબૌપીનઅ હોય અને ઓછો વ્યક્તિલક્ષી જીેમલીબૌપીનઅ હોય એ જરૂરી છે. સંતાનો સાથે દિલથી નહીં દિમાગથી કામ લેવું જરૂરી છે.
સંતાનના સુયોગ્ય ઉછેર માથે પ્રત્યેક માતા-પિતાએ અનુકંપા રહિત વર્તન કરવું જરૂરી છે. જે માતા-પિતા બાળકોની દયા ખાઈ અપરાધભાવ રાખે છે. અને બાળકોના સુખ-સગવડના સાધનો ન અપાવી તેમની અવગણના કરતા હોય તેવું માને છે અને સંતાનોને કસમયે મોટર બાઇક કે હોન્ડાસીટી જેવી ભેટ આપે છે તે એક અપરિપકવ ભેટ છે. આને સ્ૈજૅનચબીગ જીઅસૅચારઅ એટલે કે ખોટી રીતે પ્રદર્શિત કરેલ સહાનુભૂતીનું સ્વરૂપ કહી શકાય.
સંશોધનોથી એ પૂરવાર થયું છે કે બાળકને શરૂઆતમાં ૧૦૦ મહિના શિસ્ત, પ્રેમ અને અન્યને સન્માન આપતાં શીખવાડો. પરંતુ કેટલાક માતા-પિતા આ સંશોધનોને અવગણીને એવું માને છે કે આ બધું તેમને લાગુ પડતું નથી. તેમના સંતાનો અન્યથી સાવ જુદા છે, વિશેષ છે.
યાદ રાખો સમયસર એક પ્યાલો પાણી રેડવાથી વિશ્વની મોટામાં મોટી આગ લાગતી અટકાવી શકાય છે. એવી જ રીતે સમયસર પગલા લેવામાં આવે તો પુત્રને દુર્યોધન બનતો અટકાવી શકાય છે.
બાળકોની ફરિયાદ કરતા માતા-પિતાએ અંગદની જેમ ખડગ જેવા અડગ બનવું પડે. કેટલીક બાબતમાં લક્ષ્મણ રેખા દોરવી પડે. બાળક ૩૬ મહિનાનું થાય ત્યાંથી ૧૦૦ મહિના સુધી એટલે કે ત્રણથી આઠ વર્ષ આનું ધ્યાન રાખવું પડે.
૧૦૦ થી ૨૦૦ મહિના દરમ્યાન આ બધાનું પ્રમાણ ધીરે ધીરે ઘટાડતા રહો. ૩૦૦ મહિના પછી શિસ્તને વિશ્વાસમાં ફેરવી નાંખો.બાળ ઉછેર એક કલા અને વિજ્ઞાાન છે. પુસ્તકો, મિત્રો, સહકાર્યકરો અને તમારી કોઠાસૂઝમાંથી નિરંતર શીખતા રહેશો તો વાલીપણાનો તમારો તનાવ ઘટતો જશે. વાલીપણાનો તનાવ ઘટાડવાની આ તાલીમ તમે જેમ જેમ લેતા જશો તેમ તેમ વધારે ને વધારે આગળ વધતા જશો. અને નવી ઉંચાઈઓ આંબતા જશો. પ્રત્યેક વાલીને મદદ કરનાર એક હાથની જરૂર છે. પેરેન્ટીંગના પુસ્તકો વાંચો, સેમીનારમાં ભાગ લો, સક્રિયાત્મક પેરેન્ટીંગની તાલીમ લો. આવી તાલિમથી તમે આવતીકાલ માટે તૈયાર થશો. તમારા માતા-પિતા એ તમને ઉછેરવામાં ભૂલ કરી હોય તો તેની ટીકા કર્યા વગર કે અનુકરણ કરવાની ભૂલ કર્યા વગર તમે એ ભૂલ સુધારી લેજો. જો તમે અચોક્કસતાનો સામનો કરવા સુસજ્જ થશો તો વાલીપણાનો તમારો તનાવ ઘટશે.
ન્યુરોગ્રાફ
આપણામાના દરેકને વિકાસ અને ઉછેર માટે એક 'હેલ્પીંગ હેન્ડ'ની જરૂર હોય છે. જો તમે પરિપકવ વિકાસ સાધી લો તો તમારો હાથ બીજાની મદદ માટે લંબાવો.