Get The App

થેલેસેમીયા: જન્માક્ષર કે લોહીના અક્ષર ?

ચાઈલ્ડ કેર - મૌલિક બક્ષી

Updated: Jan 28th, 2020

GS TEAM

Google News
Google News
થેલેસેમીયા: જન્માક્ષર કે લોહીના અક્ષર ? 1 - image


પતિ-પત્ની બંને થેલેસેમીયા માઈનોર ન હોય કોઈ એક માઈનોર હોવાથી ક્યારેય રોગ થતો નથી

વિશ્વમાં ૧૦ લાખથી વધુ થેલેસેમીયાના બાળકો છે. જેમાંથી ૧૦ ટકા જેટલા ૧ લાખ બાળકો આપણા દેશમાં છે. અને દર વર્ષે નવા ૮ થી ૧૦ હજાર કેસ વધતા રહ્યાં છે. કેટલીક કોમો સિંધી, લુહાણા, ઠક્કર, ભણસાલી, મુસલમાન, પંજાબી વિગેરે કોમોમાં આ રોગ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. 

શું થાય ? બાળક જન્મે ત્યારે નોર્મલ હોય, ૮ થી ૧૦ મહીનાથી ફીક્કુ થવા માડે, વજન ન વધે, પેટ મોટું લાગે, શારીરિક વિકાસ અટકી જાય, માથું મોટું થવા લાગે, માત્ર શારીરિક તપાસ દ્વારા બાળકને થેલેસેમીયા છે કે નહીં તે ન કહી શકાય. તેનો ર્ખીાચન લ્લૈમ  નામનો લોહીનો ટેસ્ટ કરાવે ત્યારે ચોક્કસ નિદાન થઈ શકે. લોહી બનવાની દવા આપવા છતાંય આ બાળકોનું હીમોગ્લોબીન વધશે નહીં. તેને દર ૪ થી ૬ અઠવાડિયે લોહી ચડાવવું પડશે. જીવે ત્યાં સુધી ! ૧૫ વર્ષ સુધીમાં ૨૦૦ વાર લોહી ચડાવવું પડે.

વારંવાર લોહી ચડાવવાથી આર્યન શરીરનાં મુખ્ય અંગોમાં વ્યાપી જાય, જેને પેશાબ વાટે શરીરની રસી બહાર કાઢવા માટે ભારે દવાઓ પંપ દ્વારા આપવી પડે. આ બધી પ્રક્રિયા જીવનભર ચાલુ રાખવી પડે. રોગ ધરમૂળથી મટાડવા ''બોનમેરા ન પડે, તેઓ ટ્રાન્સપ્લાન્ટ'' કરી શકાય, ૬ થી ૧૦ લાખ રૂા. ખર્ચ આવે અને તે પછી પણ બચવાની શક્યતા જ ! આટલી ખર્ચાળ, દુ:ખદાયક સારવાર આપતા મા-બાપની મનોદશા તમે કલ્પી શકો છો ખરા ? સારવારની ગુણવત્તા અનુસાર આવા બાળકો ૧૦થી ૨૫ વર્ષ જીવે કેટલાંકને એઈડ્સ તો કેટલાંકને હીપેટાઇટીસ થાય કેવી કરૂણ કથની !

કેવી રીતે થાય ? આ જેનેટીક રોગ માતા-પિતા બંને જ્યારે થેલેસેમીયાના કેરીયર-વાહક હોય ત્યારે તેમના બાળકોમાં વારસાગત લોહીનો વિકાર થઈ દરેક પ્રેગનેન્સીમાં ૨૫% શક્યતામાં થઈ શકે. થેલેસેમીયા માઈનોર એ રોગ નથી, તેઓ તંદુરસ્ત હોય, કોઈ લક્ષણો ન હોય કે કોઈ આડઅસર ન હોય. તેમને લોહી ચડાવવું ન પડે, તેઓ રક્તદાન કરી શકે.

લગ્ન પહેલાં તપાસ : રોગ અટકાવવો જ રહ્યો. જીવન સાથીની પસંદગી સમયે જેમ ગ્રહો મેળવીએ છીએ તેમ ધ્યાન રાખો કે બંને પાત્રો થેલેસેમીયા માઈનોર ન હોય કોઈ એક માઈનોર હોવાથી ક્યારેય રોગ થતો નથી. તમે પહેલાં તમારો ટેસ્ટ કરાવો તમે થેલ માઈનોર હોવ તો જ બીજા પાત્રને તપાસની જરૂર છે. સંકોચ ન રાખશો.

લગ્ન સમયે ટેસ્ટ ન કરાવ્યો હોય અથવા પ્રેમલગ્ન હોય ત્યારે પ્રેગનેન્સી સમયે પહેલાં ૩ માસ દરમ્યાન ગર્ભની તપાસ દ્વારા આવનાર બાળકોને થેલેસેમીયા છે કે નહીં તે જાણી શકાય છે. પ્રેગનેન્સી સમયે થેલ. માઈનોર માટે માતાનો ટેસ્ટ પહેલા કરાવો. જો પોઝીટીવ હોય તો જ પિતાનો કરાવો. અને જો તે પણ થેલ. માઈનોર હોય તો જ ગર્ભની તપાસ કરાવવી જરૂરી છે.

Tags :