Get The App

બાળકનાં દાંતની સંભાળ

ચાઈલ્ડ કેર - મૌલિક બક્ષી

Updated: Mar 17th, 2020

GS TEAM

Google News
Google News
બાળકનાં દાંતની સંભાળ 1 - image


દાંત આવતાં હોય ત્યારે વળવળાટન થાય તે માટે મધ આંગળી પર લઈ પેઢા પર ધીમા હાથે ઘસતા રહો, તેને ગમશે 

બાળકના દાંત ચાવવા બોલવા જડબાના વિકાસ તથા માનસિક વિકાસ માટે ખૂબ મહત્ત્વના છે. દાંતના રોગો ધીમા લાંબાગાળાના વધારે તકલીફ આપનારા છતાય રોકી શકાય તેવા હોય છે. ચાલો આપણે આ અમૂલી ભેટની સંભાળ લેતાં શીખીએ.

દાંત ક્યારે આવે ? : બાળકના પેઢા ૨ મહિનાથી 'ખરા'- કઠણ થવા માડે. ૬ મહિનાથી દૂધિયા દાંત આવવાનાં શરૂ થાય લગભગ અઢી વર્ષ સુધીમાં ૨૦ જેટલાં દાંત આવી જશે. દૂધિયા દાંત આવે ત્યારે બાળક રખરખ કરે, વસ્તુઓ મોંઢામાં નાખે. લાળ ઝુરે ક્યારેક દુ:ખે તો ક્યારેક તાવ આવે કાયમી દાંત ૫ થી ૬ વર્ષ આવવાનાં શરૂ થાય અને લગભગ ૧૬ થી ૧૭ વર્ષ છેલ્લી 'ડહાપણની દાઢ' આવે ત્યાં સુધી દાંત આવવવાની પ્રક્રિયા ચાલે. કેટલાંક બાળકને જન્મથી જ એક-બે દાંત હોય જે પછીથી પડી જાય.

આટલું કરો : દાંત આવતાં હોય ત્યારે વળવળાટન થાય તે માટે મધ આંગળી પર લઈ પેઢા પર ધીમા હાથે ઘસતા રહો, તેને ગમશે તાવ કે દુ:ખાવાની દવા ડૉક્ટરની સલાહ મુજબ આપો. દાંત મોડા આવે પણ ડૉક્ટરની તપાસ નોર્મલ હોય તો ચિંતા નહીં બાળકનાં દાંત આવતા હોય ત્યારથી જ સાફ કરો નાના બાળકના દાંત લીસા કપડા વડે સાફ કરી શકાય ૧ વર્ષ પછી નાના બ્રશ વડે કોઈપણ ફલોરાઈડ યુક્ત ટુથપેસ્ટ વડે સાફ કરવા, ૨ વર્ષ પછી દિવસમાં બેવાર સવારે અને રાત્રે સૂતી વખતે કરવા. દાંત સડી ન જાય તે માટે જમ્યા પછી વ્યવસ્થિત કોગળા કરાવો, ચીકણા-ગળ્યા પદાર્થો જેવાં કે ચોકલેટ ક્રિમ વિગેરે આપ્યા પછી દાંત સાફ કરવા બને ત્યાં સુધી આ પદાર્થો જમ્યા પછી આપવા વધારે સારા વચ્ચે-વચ્ચે આચર-કુચર ગળપણ આપવું નહિ. રેસાવાળાં ફળો આપવા (મોમાં, વાસ માટે, દાંત પર છારી બાઝે કે કાળા ડાઘ દેખાય કે તરત જ ડૉક્ટરને બતાવવું. વાકાં-ચૂકા, આગળ આવતાં દાંતની નાની ઉંમરેથી જ સારવાર કરાવો. અકસ્માતથી દાંત તૂટી જાય તો તૂટેલો ટુકડો સાચવી રાખી. સમય ન બગાડી ડૉક્ટર પાસે જાઓ. તેને જોડી શકાય છે. દાંત પડી ગયા પછી ૬ મહિના સુધી તેની જગ્યાએ નવો દાંત ન આવે તો ડૉક્ટરી તપાસ કરાવવી. દાંત દુ:ખે તો ડૉક્ટરની સલાહ મુજબ દુ:ખાવાની દવા આપી શકાય. નિયમિત સમય અંતરે દાંતની તપાસ કરાવો. ખોરાકમાં પૂરતા વિટામીન અને ખનીજક્ષારો મળતા રહેવા જોઈએ આયર્નની દવા આપ્યા પછી દાંત અવશ્ય સાફ કરવા.

આટલું ન કરો : દાંત આવવા માટે ઘરગથ્થુ દવાઓ ન કરવી ચૂસવા માટે ચુસણી કે ટીથર ન આપવું. દાંતનાં ઝાડા માની બેસી નરેહવું, જુદી-જુદી બીમારીઓ માત્ર દાંતની છે એમ માનવું નહિ !         

Tags :