Get The App

કેટલાય મમી હાર્ટ એટેકનો ભોગ બન્યા હતા

ડિસ્કવરી - ડો. વિહારી છાયા

Updated: Feb 4th, 2020

GS TEAM

Google News
Google News
કેટલાય મમી હાર્ટ એટેકનો ભોગ બન્યા હતા 1 - image


ડીએનએનું પૃથ્થકરણ કરવાથી પૂરાતન માનવીમાં રહેલા રોગની  માહિતી મળે છે. આમ મૃતમાનવી પણ ઘણી વાતો કહે છે

મમી અને બીજા દટાયેલા મૃતદેહોના હાડકા પરથી શોધાયેલ છે કે તે જમાનામાં ટીબી, રક્તપિત, કોલેરા વગેરે રોગો પ્રવર્તતા હતા

પુરાતન કાળથી માનવજાતને પીડતા દશ રોગો કયા?

પ્રાચીન કાળમાં કેવા કેવા રોગો પ્રવર્તતા હતા તે આપણે કેટલું જાણીએ છીએ ? તે જાણવાના વિજ્ઞાાનને પૂરા-રોગચિકિત્સા વિજ્ઞાાન કહે છે. તે અંગ્રેજીમાં 'પાલિયોપેથોલોજી' કહે છે. 'પાલિયો' એટલે 'પૂરાતન' અને રોગચિકિત્સા વિજ્ઞાાન એટલે 'પેથોલોજી' થાય છે. તેના વૈજ્ઞાાનિકોને 'પાલિયો પેથોલોજીસ્ટ' અર્થાત્ 'પૂરા રોગચિકિત્સા વિજ્ઞાાની' કહે છે.

આવા એક વિજ્ઞાાની બ્રિટેનની કર્હામ યુનિવર્સિટીના ડૉ. આર્લ્ટોટ રોર્બટ્સ 'રોગોની પૂરાતત્વવિજ્ઞાાન' (ધી આર્કાઇલોજી ઓફ ડીસીઝ) નામનું પુસ્તક લખ્યું છે. તેમાં તેણે જણાવ્યું છે કે પૂરાતન માનવીના નમૂનાઓનુંં 'ડીએનએ'નું પૃથ્થકરણ કરવાથી આપણને જે રોગો પૂરાતત્વકાળથી અસર કરે છે તેનું મૂળ  અને ઈતિહાસ  આપે છે.

ડૉ. ગાર્થ સન્ડેમે એક નિબંધ લખ્યો છે. દશ સૌથી જુના જાણીતા રોગ (ટેન ઓલ્ડેસ્ટ નોન ડીસીઝીઝ). તેમાં તેણે લખ્યું છે કે આવા અભ્યાસમાં જે રોગો બહારના પરિબળોને કારણે થાય છે તે અને જે રોગો વયઆધારિત શારીરિક બિનકાર્યશીલતા આવે છે જે જન્મજાત હોય છે. જેવાં કે સંધિવા, વાઈ વગેરે આવે છે. પહેલા પ્રકારમાં વ્યસન, પોઇઝનીંગ અને ચેપ આવે છે.

પુરાતનકાળમાં આવા રોગો પ્રચલિત હોવાની જાણકારી પુરાતત્વીય ખોદકામ કરતાં મળી આવતાં કંકાલો અને મમી (સ્ેંસ્સ્રૂ) ના હાડકાની અસ્વાભાવિકતા દ્વારા અને તેમાં રહેલ 'ડીએનએ'ના નમૂનામાંથી મળે છે. આપણે જાણીએ છીએ કે માનવશરીર કોષોનું બનેલું છે. દરેક કોષનાં કેન્દ્રમાં ડીએનએ હોય છે. ડીએનએ જે તે માનવીના તમામ આનુવાંશિક લક્ષણો હોય છે. આ ડીએનએનું પૃથ્થકરણ કરવાથી પૂરાતન માનવીમાં રહેલા રોગની  માહિતી મળે છે. આમ મૃતમાનવી પણ ઘણી વાતો કહે છે.


આમ બે રીતે કરેલા પૃથ્થકરણ પરથી અને પ્રાચીન ગ્રંથો પરથી જાણવા મળે છે કે દશ રોગો એવા છે જે માનવ જાતના સૌથી જૂના રોગો છે. આ રોગો કયા કયા છે ? ક્ષય (ટીબી), રક્તપિત, કોલેરા, શીતલા, હડકવા, મેલેરિયા, ન્યુમોનિયા, ટ્રકોમા (આંખમાં થતા ખીલ - પાંપણમાં વારેવારે થતો ચેપ), ઈન્ફલ્યુએન્ઝા, ઓરી અને બ્લેક પ્લાક (દાંત પર થતી કાળી છારી), વેદો, બાઇબલ, ગ્રીસનો ઈતિહાસ, પૂર્વના દેશોના ઈતિહાસ અને મુખના રોગોનો ઈતિહાસના ગ્રંથોમાંથી આ વિગતો મળી છે.

ઈ.સ. પૂર્વે ૧૫૦૦ના ઋગ્વેદમાં ક્ષયરોગ અને રક્તપિત્તનો સંદર્ભ છે, ઈજીપ્તના ઈ.સ. પૂર્વે ૧૫૦૦ના ગ્રંથ 'એબર્સ પેપીરસ'માં રક્તપિતનો ઉલ્લેખ છે. ઈ.સ. પૂર્વે ૪૩૦નો ગ્રીસના યુસીડાઈડ્ઝમાં પ્લેગનો ઉલ્લેખ છે. બાઇબલમાં રક્તપિત્તની વાત છે અને રોમનો મેલેરિયા વર્ણવે છે. ઈ.સ. પૂર્વે ૮૦૦ના આદિવાસીઓના કંકાલ બતાવે છે કે તેમની આંખોની આસપાસ ખોપરીમાં વિક્ષત જોવા મળે છે. તે ટ્રકોમાના કારણે હોઇ શકે.

આ ઉપરાંત ૯૦૦૦ વર્ષ જુના માતા અને બાળકના હાડકાના જીવાશ્મોના પૃથ્થકરણ પરથી જાણવા મળે છે કે તેમને ક્ષયરોગનો (ટીબી)નો ચેપ લાગ્યો હોવો જોઇએ. તેનાથી પણ જુના એટલે કે ૫૦,૦૦૦ વર્ષ જુના તુર્કીના નમૂના પણ ક્ષયરોગ સૂચવે છે. એવું લાગે છે ક્ષયરોગનો રોગાણું માઇક્રો બેકટેરિયમ ટયુબર ક્લોસિસ (એમટીબી) માણસજાતનો સૌથી જુનો ચેપ હોવો જોઇએ.

ક્ષયરોગના રોકાણ 'એમ ટીબી'માં ઘણું વિભેદ જોવા મળે છે. તેની ૨૫૯ જેટલી વિવિધતાઓ આજે આપણે જાણીએ છીએ. તજજ્ઞાોના મતે આજની વિવિધતાઓનું મૂળ પૂર્વજ જાતિ 'માઇકો બેકટેરિયમ પ્રોટો ટયુબરકુલોસિસ' છે. તેમાંથી આજના બેકટેરિયાની પૂર્વજ જાતિ ત્રીસ લાખ વર્ષો જૂની હોઇ શકે છે.

સંશોધકોના જૂથે ૨૫૯ વિભેદ (જેમના મૂળ ડીએનએમાં સ્હેજ સ્હેજ વિકૃતિ હોય છે) સમગ્ર દુનિયામાંથી એકત્ર કરી તેમના ડીએનએ ક્રમ એકત્ર કર્યા અને બતાવ્યું કે, તેમનામાં વિવિધતા લગભગ ૭૦૦૦૦ વર્ષો પહેલા ઉદ્ભવી છે. આ સમયે અર્વાચીન માનવીએ આફ્રિકામાંથી હિજરત કરી હતી. આ અર્વાચીન માનવી એટલે આપણી જાતિ કેવી રીતે અને ક્યારે અસ્તીત્વમાં આવી.

આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર સુક્ષ્મજીવોથી માંડી હાથી જેવા અને માનવી જેવા જીવોની જાતિઓ અસ્તીત્વમાં આવ્યા છે. આ જાતિઓ અલગ અલગ ઉત્પત્તિ પામી નથી. પરંતુ તેમનો ઉદ્વિકાસ થયો છે. તે પ્રક્રિયાને ઉત્ક્રાંતિ કહે છે. જીવોના વર્ગીકરણમાં એક કુળ (ફેમીલી) હોમીનિડી કહેવાય છે. તેને માનવ વંશ અથવા માનવકુળ કહે છે. હોમોનિડીના બે ફાંટા છે. એક ફાંટામાં 'હોમો' પ્રજાતિ આવે છે અને બીજામાં 'ઓસ્ટ્રેલોપિથેક્સ'' અને 'પરા-થ્રોપસ' આવે છે. આ બીજા પ્રકારની પ્રજાતિને 'કપિમાનવ' પણ કહે છે. હોમોપ્રજાતિને માનવપ્રજાતિ કહે છે.

પ્રથમ હોમોપ્રજાતિની પહેલી જાતિ 'હોમો-હેબિલિસ' (દક્ષ માનવ)ની ૨૦ લાખ વર્ષો પહેલાં આફ્રિકામાં ઉત્ક્રાંતિ થઇ હતી. ત્યારબાદ દશ લાખ ચોસઠ હજાર લાખ પૂર્વેથી ચાર લાખ પૂર્વેનો ગાળામાં 'હોમોઈરેક્ટ્સ'ની ઉત્ક્રાંતિ થઇ. તે ટટ્ટાર ચાલતા હતા તેનું દિમાગ મોટું હતું અને અગ્નિનો ઉપયોગ જાણતા હતા. તે પછી આજથી અઢી લાખ વર્ષો પૂર્વે હોમોસેપિયન્સ 'પ્રાયેસેપિયન્સ'ની જાતિની ઉત્ક્રાંતિ થઇ તેના એક લાખ પચ્ચીસ હજાર વર્ષો પૂર્વે બે ફાંટા પડયા. એક 'હોમોસેપિયન્સ નીયન્ડર થાલેન્સીસ' અને બીજો હોમોસેપિયન્સ સેપિન્સ છે. 

આ બીજા પ્રકારને પાત્ર 'હોમો સેપિયન્સ' એટલે કે મેઘાવી માનવી અથવા અર્વાચીન માનવી કહે છે. તે પૂર્વ આફ્રિકામાં વસતા હતા. ૭૦૦૦૦ હજાર વર્ષો પૂર્વે તેમણે આફ્રિકા ખંડમાંથી હિજરત કરી અને દુનિયામાં પ્રસર્યા. માનવીનો ઉત્ક્રાંતિ પથ અને ક્ષયરોગના બેકટેરિયાનો ઉત્ક્રાંતિ પથમાં નોંધપાત્ર સરખાપણું જોવા મળે છે. આપણે જોઇ શકીએ છીએ ક્ષયરોગના બેકટેરિયા (એમટીબી)નું વૈવિધ્ય નોંધપાત્ર રીતે માનવીની વસ્તી વિસ્તરતી  ગઇ તેમ  વધતું ચાલ્યું.

૨૦૧૩ના વર્ષની શરૂઆતમાં વૈજ્ઞાાનિકોએ ૧૩૭ મમી (મસાલની મદદથી સાચવી રાખેલા શબ)ના સીટી સ્કાન પ્રસિધ્ધ કર્યા. તે પ્રાચીન ઈજીપ્શીયનો અને પેરૂવિએનોના 

મમી, દક્ષિણ-પશ્ચિમ અમેરિકાના પ્યુઅબ્લો અન્સ અને ઓલઇયુશિયન શત્રુઓના ઉનાન્ગન શિકાર માટે રઝળતી અને એકડોકટની જાતિના લોકોના મમીનો તેમાં સમાવેશ થાય છે. તેમાંના ૩૪ ટકામાં 'ઓથોરોસ્કલેરોસિસ'ના ચિહ્નો જોવા મળ્યા છે. આ એવો રોગ છે જેમાં હૃદયની ધમનીમાં ચરબી જોવા જામી જાય છે જેમાં મોટા ભાગે કોલેસ્ટરોલ હોય છે.

 તેના કારણે હાર્ટ એટેક આવી શકે છે અથવા તો પક્ષઘાતનો હુમલો થઇ શકે છે. વળી દરેક જૂથના મમીમાં આ સ્થિતિ જોવા મળી છે. 

કેટલાય મમી હાર્ટ એટેકનો ભોગ બન્યા હતા 2 - imageયુનિવર્સિટી ઓફ ઝુરિચના સ્વીસ મમી પ્રોજેક્ટના અધ્યક્ષે પણ પુખ્ત વયનાના નમૂનાઓમાં ૩૦થી ૫૦ ટકામાં આ સ્થિતિ જોવા મળે છે. આ તારણ સૂચવે છે કે આજે ઓથેરોસ્કલેરોસિસ જોવા મળે છે તે આધુનિક જીવન પધ્ધતિ જેવી કે વધારે પડતું ખાવું, ચરબીવાળો ખોરાક લેવો, બેઠાડુ જીવન જેવા કારણો કરતા જનીનીય (જીનેટીક) કારણે કે જે દુનિયામાં લગભગ બધે જ જીવતાં માનવીઓમાં  હાજર હોવા જોઈએ. કોઈક દિવસે આ જનીનોની ઓળખ હૃદયરોગની નવી દવાની શોધ પ્રતિ દોરી જશે.

ક્ષયરોગ (ટીબી) આજે પણ દર વર્ષે ૧૪ લાખ લોકોને મોતને ઘાટ ઉતારે છે. સંશોધકો મમીના ડીએનએ ક્રમ અને સીટી સ્કીનનો ઉપયોગ એ જાણવા માટે કરી રહ્યા છે કે કેવી પરિસ્થિતિમાં ક્ષયરોગ વૃદ્ધિ પામે છે અને તેનો ઉપચાર કેવી રીતે કરવો. તે જાણવા માંગે છે. ડીએનએ એક દ્વિસર્પિલ આકારનો મહાઅણુ છે. તે આપણા શરીરના કોષોમાં મધ્યમાં હોય છે. તે આપણા 'જીવનની કિતાબ' જેવો છે. આ કિતાબ 'વાક્યો' અથવા 'ફકરા'ની બનેલી છે. તેને જનીન કહે છે.તે દરેક 'વાક્ય' અથવા 'ફકરા' મૂળાક્ષરોની હારમાળા હોય છે. તેને બેઈઝ કહે છે. જનીન આપણા આનુવાંશિક લક્ષણો છે.

આ આનુવાંશિક લક્ષણો મુળાક્ષરોના ક્રમના આધારે નક્કી થાય છે. આમ આખા ડીએનએમાં આવેલા જનીનોમાના મૂળાક્ષરોના ક્રમ આનુવાંશિક લક્ષણો આપે છે. તે આપણા શરીરનો વિકાસ થાય તે દરમ્યાન આપણી આંખો કેવી થશે ? આપણી ઉંચાઈ કેટલી થશે ? આપણી ચામડીનો રંગ કેવો થશે ? આપણને અમુક વયે કેન્સર થશે કે હૃદયરોગનો હુમલો આવશે ? તે માહિતી તેમાં હોય છે. આ વિગતો ડીએનએ ક્રમ રૂપે રહેલ છે. આ ક્રમ બદલાય એટલે કે જનીન વિકૃતિ થાય તો લક્ષણ બદલાય જાય છે.

મેસન યુનિવર્સિટીના જીવશાસ્ત્રીય નૃવંશશાસ્ત્રીય સૂચવે છે કે કેટલાક તજ્જ્ઞાો વિચારે છે તેથી ઉલ્ટુ યૂરોપિયનો અમેરિકામાં જીવલેણ ક્ષયરોગ (ટીબી)ને ખાસ કરીને લાવ્યા હશે. તેની પ્રાથમિક ડેટા અણસાર આપે છે કે પેરૂવિયનના અવશેષો દશમી સદીના છે. પેરૂવિયનને ક્ષયરોગના બેકટેરિયા 'માઈકોબેકટેરિયમ ટયુબરકુલોસીસ'નો ચેપ લાગ્યો હોવો જોઈએ અથવા બિલકુલ જુદી જાતિ 'માઈકોબેકટેરિયમ કાન્સાઈ'નો ચેપ લાગ્યો હોવો જોઈએ. આ ચેપ વધારે હળવો હોવો જોઈએ. અને ઘણાં અભ્યાસાએ બતાવ્યું છે કે મધ્ય અમેરિકનોના યૂરોપીયનના સંપર્ક પહેલાના મૃતદેહોમાં ભાગ્યે જ ક્ષયરોગના ચિહનો બતાવે છે.

ઉપરોક્ત નૃવંશશાસ્ત્રીય એ પરિકલ્પના સાથે સંમતિનો સૂર પૂરાવે છે. તે જણાવે છે કે 'માઈકોબેકટેરિયમ ટયુબરકુલોસિસ' બેકટેરિયા લોહની હાજરીમાં અતિ વૃદ્ધિ પામે છે. અને મધ્ય અમેરિકનો ઓછા લોહવાળો ખોરાક ખાતા હતા, જો તે સાચું હોય તો એવી નવી દવા સૂચવે છે કે જે ''માઈકોબેકટેરિયમ ટયુબર કુલોસિસ''ની વૃદ્ધિને રોકે છે.

અન્ય વૈજ્ઞાાનિકોએ ડીએનએ ક્રમનો ઉપયોગ 'ચાગાઝ ડીસીઝ'ની જાણકારી મેળવવા કર્યો. તે આદિજીવ જોને પ્રોટોઝુઆ કહે છે તેનાથી થાય છે. તે પરજીવી (પેરાસાઇટ) છે. તેનું નામ 'ટ્રાયપાનોસોમા ક્રુઝિ' છે. રેડુવિઈડ નામનો જીવાત થાય છે. તેને પાંખો હોય છે અને જેના મુખના ભાગ ખૂંચી જવાની અને ચૂસી લેવાની રચના ધરાવે છે. તેમાં ઉપરોક્ત ટ્રાયપાનોસોમા ક્રુઝિ પેરાસાઇટ તરીકે હોય છે.

તે ચામડી પરની રેડુવિઈડ જીવાત મળમાં હોય છે. રાત્રે તે ચામડી પરની ઈજાઓ અને ઉઝરડાના અને નાક અને મુખમાંની મૃદુ આંતરિક પેશીઓના સંપર્કમાં આવે છે. તેના કરડવાથી એલર્જીના ચિહનો જોવા મળે છે. લાલ ચાંદા પડવા, મોળ ચઢવી, અને હૃદયના ધબકારા વધી જવા જેવા ચિહનો જોવા મળે છે. રેડુવિઈડ જીવાતમાંથી ટ્રાયનોસોમા ક્રુઝિ પેરાસાઇટ માણસમાં પ્રસરે છે. આ પેરાસાઇટ હૃદયના સ્નાયુઓ અને કેન્દ્રિય ચેતાતંત્રમાં હોય તો ગંભીર શોથ પડે છે અને ઈજા થાય તો તે ઘાતક નીવડી શકે છે.

કેટલાય મમી હાર્ટ એટેકનો ભોગ બન્યા હતા 3 - imageઆ રોગ ગરીબ ગામડાના વિસ્તારોમાં જોવા મળે છે. તેનાથી હાર્ટફેઈલ થઈ શકે છે અને પાચનતંત્રના અવયવોમાં સોજો આવે છે. આ પેરાસાઇટ અંદાજે એક કરોડ લોકોમાં જોવા મળેલ છે. તેમાંના મોટા ભાગના લેટિન અમેરિકામાં હોય છે.

તે બીજા વિસ્તારોમાં ફેલાતો જોવા મળે છે. કેટલાક વિચારે છે કે પેરાસાઇટના જુદા જુદા પ્રકારો જુદી જુદી રીતે અસર કરે છે તેથી રિયોડી જાનેરોના ઓસ્વાલ્ડો ક્રુઝ ફાઉન્ડેશનના બે તજ્જ્ઞાોએ ૨૦૦૮માં જણાવ્યું કે બ્રાઝીલમાં ૫૬૦ વર્ષ જુના મમીકૃત શરીરમાં મોટા આંતરડાના મોટા નીચેના ભાગ (કોલોન)માં ટ્રાયપાનો સોમાક્રુઝિ શોધ્યા ત્યારે તેઓએ સંભવત: અગત્યની શોધ કરી હતી.

તે પહેલાં તેઓએ આ પેરાસાઈટને ૪૦૦૦ થી ૭૦૦૦ પહેલાંના હાડકામાં મળ્યા હતા. જુદા જુદા નમૂનાના પેરેસાઇટના ડીએનએને સરખાવીને તેની ઉત્ક્રાંતિ અને તેના ફેલાવા વિશે વધારે જાણી શકીએ અને કદાચ તેનો ઉપચાર પર અસર પાડી શકીએ. અત્યારે તેનો કોઈ ઠોસ ઉપચાર નથી.

પાલીયો પેયોલોજીસ્ટો હવે એમઆરઆઈ (મેગ્નેટીક રીઝોન્સ ઈમેજીંગ)નો ઉપયોગ કરવા લાગ્યા છે. આ ટેકનીક પાણીમાંથી સંકેતો પારખે છે. સૂકાઈ ગયેલા મમી આ ટેકનીક માટે ઉત્તમ નથી. પરંતુ એમઆરઆઈ મૃદુ પેશીઓના વધારે સારા પ્રતિબિંબ મેળવી શકે. વધુમાં એમઆરઆઈમાંથી સીટી સ્કેનની જેમ રેડિયેશન નીકળતું નથી તેથી ડીએનએના નમૂનાને હાનિ પહોંચવાની શક્યતા નથી.

Tags :