શરીરના પોષણ માટે જે રાંધે છે તે બધા શું 'પાપ' ને ખાય છે?
ગુફતેગો - ડો. ચંદ્રકાન્ત મહેતા
આપણું નાનકડું કામ કરનારને પણ આપણે 'થેંક યુ વેરી મચ' કહીએ છીએ તો ભોજન માટે અન્ન, શાકભાજી, દૂધ વગેરે આપનાર 'પરમશક્તિ'નો કેટલો મોટો ઉપકાર છે. ઈશ્વરને 'અર્પણ' કરીને ભોજન રાંધવું અને આરોગવું એ ભગવાનનો આભાર માનવાનું આધ્યાત્મિક શિક્ષણ છે !
* 'ભગવદ્ગીતા'માં કહ્યું છે કે શરીરના પોષણ માટે જે રાંધે છે તે 'પાપ'ને જ ખાય છે,' તો શું અન્ન રાંધનાર દરેક વ્યક્તિ 'પાપ'ને ખાય છે ?
* પ્રશ્નકર્તા: રાજાભાઈ રામજીભાઈ પડાયા, પંકજ સ્ટેશનરી, મું. સાવરકુંડલા, જિ. અમરેલી
પ્રશ્નનો આધાર 'ભગવદ્ ગીતા'ના અધ્યાય-૩ ના શ્લોક ક્રમાંક : ૧૩ પર આધારિત છે. આ શ્લોક મુજબ -
'યજ્ઞાશિષ્ટાશિન: સન્તો, મુચ્યન્તે સર્વ કિલ્બષૈ ।
ભુંજતે તે સ્વધં પાપા, યે પચન્ત્યાત્મકારણાત'
'ભગવદ્ ગીતા : તેના મૂળ સ્વરૂપે'માં આપેલા શબ્દાર્થ મુજબ : યજ્ઞાશિષ્ટ એટલે કે યજ્ઞા કર્યા પછી ગ્રહણ કરાતું અન્ન. 'અશિન:' એટલે ખાનાર કે જમનાર. સંત: એટલે ભક્તો. મુચ્યન્તે મતલબ કે છૂટી જાય છે. સર્વ એટલે બધા પ્રકારનાં. કિબ્લિષૈ અર્થાત્ પાપોથી. ભુંજતે એટલે ભોગવે છે. તે-તેઓ. તુ એટલે પરંતુ. અધમ્ અર્થાત્ ઘોર પાપ, પાપા: એટલે કે પાપી જનો.
યે- જેઓ. પચન્તિ- ભોજન બનાવે છે. આત્મકારણાત્ મતલબ કે ઇન્દ્રિય સુખ માટે. સમગ્ર શ્લોકનો અનુવાદ આ પ્રકારે કરવામાં આવ્યો છે : 'ભગવાનના ભક્તો સર્વ પ્રકારનાં પાપોમાંથી મુક્ત થઇ જાય છે, કારણ કે તેઓ યજ્ઞામાં પ્રથમ અર્જિત કરેલું ભોજન (પ્રસાદ) જ લે છે. અન્ય લોકો જેઓ પોતાનાં ઈન્દ્રિય સુખો માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપને ખાય છે.
થોડાક વિસ્તારપૂર્વક જોઇએ તો માણસનું જીવન એ પ્રકૃતિ, પ્રાકૃતિક તત્વો અને અલૌકિક દેવી શક્તિનું ઋણી છે. પર્જન્ય એટલે કે વરસાદ વૃષ્ટિ કરીને આપણે માટે અન્ન, ફળફળાદિ વગેરે ઉત્પન્ન કરે છે. અગ્નિદેવની કૃપાથી આપણે ભોજન રાંધી શકીએ છીએ. પ્રકાશને કારણે સઘળી ક્રિયાઓ કરવાનું આપણે માટે સરળ બને છે. પ્રાણવાયુ આપણને જીવાડે છે. પાણી તૃષા બુઝાવે છે અને ધરતી આપણને ધારણ કરે છે.
અહીં 'યજ્ઞા' શબ્દને જવ-તલ-ઘી વડે આહૂતિ આપવા પૂરતો અર્થ સીમિત નથી. 'યજ્ઞા' એટલે આરાધનાની પદ્ધતિ. એમાં 'નવધા ભક્તિ'નો ભાવ પણ સમાએલો જીવનનું વરદાન આપનાર દિવ્ય કે ગૂઢ શક્તિ પ્રત્યેની કૃતજ્ઞાતા વ્યક્ત કરવી છે એ કૃતજ્ઞાતા નવધા ભક્તિ એટલે કે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ(ચરણ) સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મ નિવેદન દ્વારા વ્યક્ત થઈ શકે. ભગવદ્ગીતાનો એ સ્પષ્ટ સૂર છે કે જે જે ભાવથી ભગવાનની ભક્તિ કરે છે તે ભાવ ભગવાન સ્વીકારે છે.
ભારતીય સંસ્કૃતિમાં અન્નને 'દેવતા' માનવામાં આવ્યો છે કારણ કે તે દેહને ટકાવવાની શક્તિ આપે છે જેને કારણે માણસ અનેક પ્રકારનાં સુખો ભોગવવાનું નિમિત્ત પ્રાપ્ત કરે છે. નવધા ભક્તિ કે યજ્ઞા દ્વારા સંતો અને આરાધક ભકતા તથા માનવીઓ ઈશ્વર કે દૈવી શક્તિ પ્રત્યે પોતાની કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનો આનંદ અનુભવે છે કારણ કે તેઓ માને છે કે જગતમાં જે કાંઈ મળ્યું છે તે પરમાત્માની કૃપાદ્રષ્ટિનું પરિણામ છે. એટલે ગાવામાં આવ્યું કે -
'નહીં યહ તેરા, નહીં યહ મેરા
ઈશ્વર કા હી રાજ્ય હૈ,
ઈશ્વર કા જલ, ઈશ્વર કા સ્થલ
ઈશ્વર કા હી અનાજ હૈ.'
આ ભાવના માણસ ભોજનને થાળ પોતાના આરાધ્યને અર્પણ કરીને કે ભોજન પૂર્વ જલાંજલિ અથવા ભોજનના પાંચ અંશ અર્પણ કર્યા બાદ જ ભોજન કરે છે. આમ 'ભોજન'માં ભક્તિ ભળતાં તે માત્ર 'ખોરાક' નથી રહેતો, પણ 'પ્રસાદ' બની જાય છે. જે પ્રસન્નતા અર્પે છે. ભક્તિભાવને કારણે કર્મ 'દૈવી સંપદા' બની જાય છે. એટલે મનને પવિત્ર બનાવ્યા સિવાય કેવળ ભોગવૃત્તિ, સ્વાદવૃત્તિ, ચટાકેદાર ખાદ્ય પદાર્થો માણવાની દ્રષ્ટિ સીમિત રાખી ભોજનનું વરદાન આપનાર દૈવી શક્તિને ઉવખે છે, એ ભોગવાદી જ ગણાય.
ભર્તૃહરિએ કહ્યું છે તેમ તે ભોગો ભોગવતો નથી પણ ભોગો તેને ભોગવી જાય છે ! એટલે સંતો કે ભક્તજનો અથવા ધર્મનિષ્ઠ લોકો પ્રત્યેક સુખનું શ્રેય પોતે લેવાને બદલે પરમશક્તિને અર્પે છે. અર્પણ કરો એટલે તે વસ્તુ ભગવાનની બની જાય. 'ભગવદ્ગીતા'ના ૧૩મા શ્લોક પૂર્વે ૧૨મા શ્લોકમાં જે કહેવામાં આવ્યું છે, જેનો અર્થ એ છે કે 'જીવનની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરનારા વિભિન્ન દેવો, યજ્ઞા સંપન્ન કરવાથી પ્રસન્ન થઇને તમારી બધી જરૂરિયાતો પૂરી કરશે.
પરંતુ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો ભૂખા ના રહૂં, સાધુ ભી ભૂખા ન જાયે.' 'કોઇ આયે તો ખાયે' - એ ભારત સંસ્કૃતિ છે. આજે સ્વાદની બોલબાલા અને 'એકલપેટા' પણામાં એ વાત ભૂલાઈ ગઈ છે એટલે આજે નવું સૂત્ર અપનાવાયું છે : 'કોઈ જાયે તો ખાયે'. ટી.વી. અને સિરિયલોનો આનંદ માણવામાં ધન્યતા અનુભવતા માણસોમાં 'આતિથ્ય' ભાવના સર્વથા ભૂલાઈ ગઈ છે. માત્ર ઈન્દ્રિયતૃપ્તિને વશ થઈને ભોજન કરવામાં આવે તો એમાં 'અન્નદાતા'ના સ્મરણ અને આભારની, બાદબાકી જ થઈ જાય છે. ભગવાન જેમ 'અન્નદાતા' છે,
તેમ 'આનંદદાતા' પણ છે. એટલે આત્મકેન્દ્રી થવું એ માનવજીવનનો ઉદ્દેશ નથી. કેવળ ભોગવાદીઓ ઇન્દ્રિયતૃપ્તિ તરફ જ દોરવાય છે અને યજ્ઞા એટલે કે સમર્પણની 'આરાધના વિધિ' શી છે, તેનો પણ વિચાર કરતા નથી, એટલે ભગવદ્ગીતા એવા માણસે 'પાપ'નું ખાય છે એમ કહે છે. 'નવધા' ભક્તિમાં વર્ણિત ભાવના કોઈ પણ મનુષ્ય અપનાવી શકે છે.
દેવોને પરમશક્તિના પ્રતિનિધિઓ માનવામાં આવ્યા છે. ભગવાનને અર્પણ ઉપહારો દેવોને અર્પણ કર્યા સિવાય પોતે ભોગવશે, તે નક્કી જ છે. ભગવાન માણસને જે કાંઇ આપે છે, એ એવી શ્રદ્ધાપૂર્વક જ આપતો હશે કે 'ત્યાગીને ભોગવી જાણ.'
જેઓ પોતાને માટે એટલે કે ઈન્દ્રિય તૃપ્તિ માટે ભોજન બનાવે છે, અન્ન રાંધે છે, પણ અન્નદાતાના ઋણને ધ્યાનમાં લેતા નથી તે 'પાપ' કરે છે. મતલબ કે સત્કાર્યની ઉપેક્ષા કરે છે. સુખી થવા માટે માણસે બધાં કર્મો ઈશ્વરાર્પણ કરીને જ કરવાં જોઇએ. ભગવાનનું સ્મરણ કરીને, સંકીર્તન કે ભક્તિ કરીને ભોજન કરવાથી ઈશ્વરનું ઋણ અદા કર્યાનો સંતોષ માણસ માણી શકે છે.
'આતિથ્ય'ની ભાવના સાથે પણ આ જ ભાવના કામ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં 'અતિથિ'ને દેવતા માનવામાં આવે છે. કબીર માત્ર કુટુંબ માટે અન્ન માગતા નથી પણ અર્પણ કરવાના ભાવ સાથે માગે છે કે 'સાંઇ ઉતના દીજિયે, જા મેં કુટુંબ સમાય, મૈં ભી કરીને ભોજન કરવું, જેથી આધ્યાત્મિક ભાવના પરિપુષ્ટ થાય.
ભોગવાદીઓ શરીર ઈશ્વરે આપેલી 'અણમોલ ભેટ' છે એમ માનીને નહીં પરંતુ ભોજનના 'મોહ' ખાતર ભોજન કરે છે, એ માટે 'આત્મકારણાત્' શબ્દ વાપરવામાં આવ્યો છે. દૈવી ગુણોને વિકસાવ્યા સિવાય માત્ર 'વિલાસ' ખાતર ભોજન કરનારને એટલે જ 'ભગવદ્ગીતા' એ 'પાપી'ની પંક્તિમાં બેસાડયો છે.
અન્ન સંદર્ભે 'પાપ' શબ્દને સમજવા માટે 'યજ્ઞા' શબ્દનો સ્પષ્ટ અર્થ સમજી લેવો જોઇએ. દરેક વ્યક્તિને ખાવાનો અધિકાર છે, એમાં 'પાપ' નથી, પણ ઈશ્વરનું સ્મરણ કર્યા સિવાય, 'ભોજન નિરત' રહેવું એ અયોગ્ય છે. 'યજ્ઞા'માં વધેલું ખાવાથી 'પાપમુક્ત' થઈ જવાય છે, એનો અર્થ એટલો જ ઈશ્વર પ્રત્યેના ભક્તિભાવ સહિત, યજ્ઞા એટલે કે 'અર્પણ' કરીને જમવાથી પવિત્ર ભાવના વડે મન નિર્દોષ અને ભક્તિમય રહે છે.
જે 'ઝાપટવા' માટે જીવે છે તેને દૈવીતત્વો કદાચ એટલે જ 'ઝપટ'માં લેતા હશે. આપણું નાનકડું કામ કરનારને પણ આપણે 'થેંક યુ વેરી મચ' કહીએ છીએ તો ભોજન માટે 'અન્ન' અને શાકભાજી, દૂધ વગેરે આપનાર 'પરમશક્તિ'નો કેટલો મોટો ઉપકાર છે ! ઈશ્વરને 'અર્પણ' કરીને ભોજન રાંધવું અને આરોગવું એ ભગવાનનો આભાર માનવાનું આધ્યાત્મિક શિક્ષણ છે !