પરોપકારી પ્રેતાત્માઓ સંકટ સમયે સહાય કરે છે!
ગોચર અગોચર - દેવેશ મહેતા
રેમન્ડે તેની પત્ની અને જાગી ગયેલા બાળકો તથા ઘરના સભ્યો તરફ જોઈને કહ્યું - 'વિમાની દુર્ઘટનામાં થોડીવાર પહેલાં જ મારું મરણ થઈ ગયું છે'
અમેરિકાના વિખ્યાત ચૈતસિક, અધ્યાત્મવાદી, મિડિયમ અને કલેરઓડિએન્ટ આર્થર ફોર્ડ (૧૮૯૬-૧૯૭૧)નું વોશિંગ્ટન ડી.સી.ના એક ચર્ચમાં આધ્યાત્મિક અને પારલૌકિક દુનિયા પર પ્રવચન હતું. મૃતાત્માઓને બોલાવવા અને એમનો જીવતા લોકો સાથે સંબંધ સ્થાપિત કરવા એમની આખા અમેરિકામાં ખ્યાતિ વ્યાપેલી હતી. વોશિંગ્ટન ડી.સી.ની ખ્યાતનામ પત્રકાર મહિલા રુથ મોન્ટગોમેરી પણ આર્થર ફોર્ડનું પ્રવચન સાભળવા અને એમને મળવા આવી હતી. એ વખતે થયેલી ટૂંકી મુલાકાત વખતે મોન્ટગોમેરીએ મરણોતર જીવન વિશે વધારે જાણવા ઉત્સુકતા બતાવી. આર્થર ફોર્ડે એમને બે દિવસ પછી બોલાવ્યા અને લાંબાગાળાની એ વિસ્તૃત મિટિંગ વખતે એમની વચ્ચે વાર્તાલાપ અને પ્રયોગકાર્ય થયા હતા.
પત્રકાર રુથ મોન્ટગોમેરીએ રેવરન્ડ આર્થર ફોર્ડને પૂછ્યું હતું - 'શું એ નક્કી છે કે મરણ પછીયે જીવનનો અંત આવી જતો નથી અને જીવાત્માઓ પોતાની ગતિવિધિઓ અને કાર્યવાહીઓ એ જ રીતે ચાલુ રાખે છે જે રીતે જીવિત મનુષ્યો કરતા હોય છે ?' આ પ્રશ્નનો ઉત્તર આપતા આર્થર ફોર્ડે કહ્યું હતું - 'હા, ચોકક્સપણે એવું જ બને. છે. મૃત્યુ પછી આ જીવાત્માઓ બીજા લોકમાં જઈને આધ્યાત્મિક ઉન્નતિના પ્રયત્નો કરતા હોય છે.
જ્યાં સુધી એમને મુક્તિ મળતી નથી ત્યાં સુધી એમના આ પ્રયાસો ચાલુ જ રહે છે. આ દરમિયાન આ જીવાત્માઓ ઘણીવાર અન્ય લોકોને અને એમાંય ખાસ કરીને પોતાના પ્રિયજનોના સંપર્કમાં રહે છે. એમને પોતાનો સંદેશો આપવાનો પ્રયત્ન કરે છે, પણ એ સૂક્ષ્મ સંકેતોને બધા લોકો પકડી શકતા નથી અથવા યોગ્ય પ્રક્રિયા પ્રસ્થાપિત ન થવાથી એમનો સંપર્ક થવામાં સફળતા મળતી નથી.જો કે કેટલાક મૃતાત્મા એટલા બળવાન હોય છે. અને સંપર્ક સાધનાર પણ નિષ્ણાત હોય છે એટલે એમાં સફળતા મળી જાય છે. એ પછી આર્થર ફોર્ડ રુથ મોન્ટગોમેરીના અનેક મૃત સગા-સંબંધીઓના આત્માઓ સાથે સંપર્ક સાધી એમની પાસેથી અંગત માહિતી પ્રાપ્ત કરી રુથ મોન્ટગોમેરીને એ સંભળાવી હતી.
એમણે મોન્ટગોમેરીના મૃત પિતા, કાકા, માસા અને પડોસી વગેરે અનેક સગા-સંબંધી સાથે સંપર્ક કરી પોતાની વાત પુરવાર કરી હતી. એ પછી મોન્ટગોમેરીને આ બાબતમાં પૂરો વિશ્વાસ બેસી ગયો હતો. રુથ મોન્ટગોમેરીએ એમના વિખ્યાત પુસ્તક 'સર્ચ ફોર ધ ટુથ' (જીીબિર ર્કિ ારી ્િેાર)માં આ સઘળી હહીકત દર્શાવી છે. એમણે આ ઉપરાંત 'એ વર્લ્ડ બિફોર, હિઅર એન્ડ હિઅરઆફટર, બોર્ન ટુ હિલ, એલિયન્સ એમોન્ગ અસ, થ્રેશોલ્ડ ટુ ટુમોરો અને ધ વર્લ્ડ ટુ કમ' જેવા બીજા અનેક પુસ્તકો લખેલા છે.
પ્રેતાત્માઓ સાથે સંપર્ક રાખનાર અને એમના દ્વારા વિવિધ પૂર્વસૂચના આપનાર વ્યક્તિઓમાં સત્તરમી સદીના જોન ઓબ્રે નામના અંગ્રેજ માધ્યમને પણ અત્યંત વિશ્વસીય અને પ્રામાણિક માનવામાં આવે છે. તે કહેતા હતા કે મૃત માર્ટિન લૂથરના આત્મા વડે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ અક્ષરશ: સાચી પડી છે. માર્ટિન લૂથરનો શુભેચ્છક, મદદગાર, મૃતાત્માએ અનેકવાર ઘણા લોકોને સંકટના સમયે સલાહ આપી સહાય પણ કરી હતી. મહાન મીસ્ટિક કવિ વિલિયમ બ્લેક પણ મૃતાત્માઓ સાથે સંપર્ક સાધવા માટે વિખ્યાત હતા. તે રાત્રિના એકાંત સમયે માઈકલ એન્જેલો, નોઝેઝ, કિલઓપેટ્રા વગેરેના આત્માઓ સાથે કલાકો સુધી વાર્તાલાપો કરતા. તેમની પાસેથી પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન મેળવતા.
હોલીવુડના સુવિખ્યાત મનોચિકિત્સક કેની કિંગ્સ્ટને પણ અનેક મૃતાત્માઓ સાથે સંપર્ક સાધ્યો હતો. એમણે પણ એવો મત રજૂ કર્યો હતો કે ઘણા ખરા મૃતાત્માઓ જીવિત લોકોને સહાય કરે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ વિશ્વના ધનકુબેર હાર્વર્ડ હ્યુજીસ છે. એકવાર તે એમના પરિવારના સભ્યોને કહ્યા વિના કોઈ એકાંત સ્થળે જતા રહ્યા. એમને શોધવા માટે આકાશ-પાતળ એક કરી નાખવામાં આવ્યા પણ કયાંયથી એમની ભાળ મળી નહી. કોઈકે તેમને પરિવારની વ્યક્તિને કેની કિંગ્સ્ટનનો સંપર્ક સાધી તેમની મદદ લેવાની સલાહ આપી. તેમના પરિવારે તે ઉપાય પણ અજમાવ્યો.
તેમણે કિંગ્સ્ટનને મળી હ્યુુજીસને શોધી કાઢવા વિનંતી કરી. ઉત્તમ મિડિયમ (માધ્યમ) એવા કિંગ્સ્ટનેે ફિલપ્ટન વેવ નામના મૃતાત્માનો સંપર્ક કર્યો. આ મૃતાત્માએ પહેલાં પણ એમની ઘણીવાર મદદ કરી માર્ગદર્શન આપ્યું હતું. મૃતાત્મા સાથે સંપર્ક સાધવાની બેઠક-સિએન્સ (જીીચહબી) દરમિયાન ફિલપ્ટન વેવના પ્રેતાત્માએ પ્રગટ થઇને કહ્યું - 'હાર્વર્ડ હ્યુજીસ જીવિત છે. હજુ તે પારલૌકિક દુનિયામાં આવ્યા નથી. તે એક ગુપ્ત ધંધાદારી મુસાફરી પર નીકળ્યા હતા. અત્યારે તે લાસ વેગાસની એક હોટલના નવમા માળે આવેલા રૂમમાં રોકાયેલા છે.' થોડવાર પછી ફિલિપ્ટન વેવના પ્રેતાત્માએ એ હોટલનું નામ અને રૂમ નંબર પણ જણાવી દીધો હતો. કુટુંબીજનો તરત લાસ વેગાસ જવા નીકળી ગયા હતા અને એ હોટલના નવમા માળે જઈ દર્શાવેલા રૂમમાં પહોંચી ગયા હતા. તેમને હાર્વર્ડ હ્યુજીસ ત્યાં મળી આવ્યા હતા.
બ્રિટનમાં રેમન્ડ હિંકિલફના મૃતાત્મા વડે કરાતી સહાય અત્યંત જાણીતી છે. ઈ.સ. ૧૯૨૮ ની ૧૩ માર્ચના રોજ બ્રિટનનું એક હવાઈ જહાજ અમેરીકા જઈ રહ્યું હતું. રેમન્ડ હિન્કિલફ એનો કેપ્ટન હતો. તે વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું અને રાત્રિના સમયે તૂટીને દરિયામાં પડયુ. તમામ યાત્રીઓ અને રેમન્ડ મરણ પામ્યા. મરણ પામ્યા બાદ રેમન્ડ પ્રેતરૂપે તેના ઘેર પહોંચી ગયો. તેની પત્ની એના અવાજથી જાગી ગઈ અને એના આગમનથી વિસ્મય વ્યક્ત કર્યો. તેણે તેની પત્નીને કહ્યું. - 'તું મને છેલ્લીવાર જોઈ શકે અને હું પણ તને જોઈ શકું એ કારણથી હું આવ્યો છું.
બાળકોને પણ જોઈ લેવાની મને તીવ્ર ઈચ્છા થઈ. હવે મારા વતી તું એમની સાર-સંભાળ લેજે અને એમને લાડ-પ્યાર કરજે.' આ સાંભળી તેની પત્ની કંઈ અસમંજસમાં, વિમાસણમાં મુકાઈ ગઈ અને પૂછવા લાગી - 'તમે આવું કેમ બોલો છો ?' રેમન્ડે તેની પત્ની અને જાગી ગયેલા બાળકો તથા ઘરના સભ્યો તરફ જોઈને કહ્યું - 'વિમાની દુર્ઘટનામાં થોડીવાર પહેલાં જ મારું મરણ થઈ ગયું છે' તેણે બાળકો પાસે જઈ તેમના માથા પર હાથ મૂક્યો. બેચાર પળ પછી તે ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. બીજા દિવસે સવારે તેમને અધિકારીઓ પાસેથી સૂચના મળી કે રેમન્ડનું ગઈકાલે રાત્રે વિમાની દુર્ઘટનામાં મરણ થઈ ગયું છે !
એ પછી રેમન્ડના મૃતાત્માએ અનેકવાર વિમાની દુર્ઘટના આવવાની હોય ત્યારે પ્રેતરૂપે પ્રગટ થઈ એમાં સહાય કરી એમના જીવન બચાવી લીધા હતા. એકવાર અમેરિકા થી ઈંગ્લેન્ડ જઈ રહેલા એક વિમાનના પાયલોટને સાવધ કરીને જણાવ્યું કે તે ર૦૦ માઈલ દૂર ફંટાઈ ગયા છે અને તેમનું ઈંધણ
ખલાસ થઈ જવાની તૈયારીમાં છે. તે વિમાનના બંને પાયલોટોએ ત્વરિત નિર્ણય લઈ વિમાનને એક નાના ટાપુ પર ઉતારી મદદનો સંદેશો મોકલ્યો. બીજે દિવસે ઈંધણ લઈને બીજું વિમાન આવ્યું ત્યારે તે આગળ ઈંગ્લેન્ડ તરફ જઈ શક્યા. ફ્રાંસનું એક વિમાન આર્વી પહાડી સાથે અથડાઈ ક્રેશ થઈ ગયું. એમાં એક મુસાફર જીવતો રહી ગયો, પણ તે ગંભીર રીતે ઘવાયો હતો. આ સૂચના આપે કોણ ? રેમન્ડના પ્રેતાત્માએ એ એરલાઈન્સની મુખ્ય ઓફીસે જઈ આ માહિતી આપી અને ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. સત્તાવાળાએ ત્યાં તપાસ કરી તો એ ઘવાયેલો મુસાફર મળી આવ્યો. એને સારવાર આપી બચાવી લેવાયો. આ રીતે રેમન્ડ હિન્કિલફના પ્રેતાત્માએ ઈંગ્લેન્ડ-અમેરિકાના હવાઈ માર્ગ પર ૭૦ વર્ષ સુધી પ્રેતરૂપે ફરતા રહીને અનેક વિમાની દુર્ઘટના ટાળી હજારો લોકોને પ્રાણસંકટથી ઉગાર્યા હતા.