એક ઊંચી ઊડાન .
વામાવિશ્વ - અનુરાધા દેરાસરી
શાલીની કહે છે મને આનંદ છે કે એક સ્ત્રી તરીકે હું એક યુવતીને ન્યાય અપાવી શકી અને તે બળાત્કારીને આજીવન કારાવાસની સજા થઈ.
શાલિનીનું કહેવું છે, કે તેની શક્તિનું પાવર હાઉસ તો તેના માતા-પિતા. શાલિની એવા બેક ગ્રાઉન્ડમાંથી આવતી હતી. જ્યાં, અક્ષરો કાળાભેંસ બરાબર હતા
હિમાચલ પ્રદેશના જિલ્લાના નાના ગામની એક એસટી બસ, બીજા ગામે જઈ રહી છે. એસટી બસમાં, એક દલિત કુટુંબના મા-દીકરી, સીટ પર બેસી મુસાફરી કરી રહ્યાં છે. બીજા ગામના બસ સ્ટેન્ડથી એક પુરુષ ચઢે છે, જે મા-દીકરી બેઠા છે તે સીટને અઢેલીને ઊભો રહે છે. મા-દીકરીની અનેક વિનંતી છતાં, તે હાથ લેતો નથી ઉપરથી રૂઆબ મારી કહે છે, 'હું ડી.સી. છું, હું જે કરવું હોય તે કરી શકું છું નાની શાલિન માને પૂછે છે, ''આનું કહ્યું કેમ આપણે માનવું પડે છે ?'' માનો જવાબ છે : તે વ્યક્તિ પાસે કાર્યશક્તિનો પાવર છે, તે ઉચ્ચ અધિકારી છે.' શાલિનીને ખાસ સમજણ નથી પડતી. પરંતુ તે વખતે દ્રઢમનોબળવાળી શાલિની નક્કી કરે છે કે હું મોટા થઈને આટલા જ પાવરવાળી ઉચ્ચ અધિકારી વ્યક્તિ બનીશ.
સંતાનોને પોતાના સપના હોય, પરંતુ તેને ઊછેરીને સાથ આપવો તે માતા-પિતાની ફરજ બને છે. જેમ છોડને હવા, પાણી ખાતરની જરૂર હોય છે તેમ સંતાનોના સપનાને સંતાન સમજણા થાય ત્યાં સુધી, પ્રેરણા, હિમ્મત અને દ્રઢમનોબળને સાથ પૂરો પાડવાની જરૂર હોય છે. શાલિનીના માતા-પિતાએ ત્રણે સંતાનોને સતત પ્રેરણા, હિમ્મતને દ્રઢમનોબળ આપવાનું કામ કર્યું અને શાલિનીનું ઉચ્ચ અધિકારી બનવાનું સ્વપ્ન પૂરું થયું.
શાલિનીની ધ્યેયપૂર્ણતાની સફરમાં, શાલિનીનું કહેવું છે, કે તેની શક્તિનું પાવર હાઉસ તો તેના માતા-પિતા. શાલિની એવા બેક ગ્રાઉન્ડમાંથી આવતી હતી. જ્યાં, અક્ષરો કાળાભેંસ બરાબર હતા. તેના માતા-પિતા થોડું ભણ્યા હતા, બાકીના સર્વે અશિક્ષિત હતા. પરંતુ માતા-પિતાને શિક્ષણનું મહત્ત્વ સમજાતું હતું, જીવનમાં, કંઇક બનવું હોય તો શિક્ષણ મેળવવું પડે, એ જીવનની સાચી સમજ કેળવાઈ હતી. આથી માતા-પિતા ત્રણે સંતાનોને સતત ભણવા માટે ઊત્સાહ અને પ્રેરણા આપતા રહ્યાં.
શાલિનીને ધરમશાલાની શાળામાં ભણવા મૂકી. તે કલાસમાં હંમેશાં પ્રથમ આવતી, ધોરણ દસમામાં તેણી ૯૨.૨ ટકા લાવી અને શાળામાં પ્રથમ આવી. તેના માતા-પિતાએ આર્થિક સગવડ કરી ટયુશન રખાવ્યા અને ધોરણ બારમાની શાલિનીએ પરીક્ષા આપી. પરંતુ કમનસીબે તેણી ૭૭ ટકા જ શાલિની આ નિષ્ફળતાથી પાછી પડી ગઈ અને નીરાશ થઈ ગઈ. પરંતુ એનર્જીના પાવર હાઉસ સમા માતા-પિતા તેને નીરાશ ન થવા દીધી. શાલિનીને આગળ ભણવાની પ્રેરણાને ધગશ આપ્યા, હિમ્મત આપી અને જરૂર તે આગળ કંઈક કરી શકશે, તેવું દ્રઢમનોબળ પૂરું પાડયું.
શાલિની આ સમય યાદ કરતાં કહે છે કે : મારા માતા-પિતાએ મને તો નીરાશ ના જ થવા દીધી, પરંતુ સાથે આસપાસના કુટુંબીજનોને, સગાવહલાઓ ને મિત્રોને પણ નકારાત્મક ટીકાઓ કરતા રોક્યા.
અહીં ખાસ નોંધ લેવા જેવી છે કે, જ્યારે સંતાનો નિષ્ફળ જાય ત્યારે માતા-પિતાએ તેમને લડવા કે નીરાશ કરવાને બદલે, સખ્ત હિમ્મત ને દ્રઢમનોબળ પૂરા પાડવા જોઈએ.
શાલિનીના માતા-પિતા, શિક્ષિત ન હોવા છતાં, શાલિનીને નીરાશ ન થવા દીધી અને હિમ્મત અને દ્રઢમનોબળ પૂરા પાડયા. આથી શાલિની નીરાશાનો ખાડો કૂદી શકી. શાલિનીએ ખેતીવાડી યુનિવર્સિટીમાંથી બીએસસી પૂર્ણ કર્યું. અને આખી યુનિવર્સિટીમાં પ્રથમ આવી.
હજુ, તેનું ઉચ્ચઅધિકારી બનવાનું સ્વપ્ન બીજ બનીને, વટવૃક્ષ બની ગયું હતું. આથી તેણીએ તે દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું. તેને આઇપીએસમાં જવા માટે યુપીએસસીની પરીક્ષા આપવાની હતી. શાલીનીના પિતા બસકન્ડક્ટરની નોકરીમાં હતાં. સામાન્ય મધ્યમવર્ગનું કુટુંબ હતું. શાલીની કહે છે : આર્થિક સ્થિતિ યુપીએસસી પરીક્ષા માટે, કલાસ ભરી શકાય તેવી આર્થિક પરિસ્થિતિ ન હતી. કારણ કે ઘર, મોટીબહેનના ડેન્ટલ સર્જરીના ભણતર માટે ગીરવે મૂકાઈ ગયું હતું. આથી પોતાના ટેબલ અને ઇનટરનેટ પર યુપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી.
શાલિની એ ટેકનોલોજીની મદદ લીધી હતી અને મફત ઇનટરનેટનો લાભ લીધો. શાલીનીએ પ્રથમ બે થી ત્રણ મહિના આ પરીક્ષા કેવી રીતે
લેવાય છે, તેની તૈયારી કેવી રીતે કરવી, વગેરે સમગ્ર માહિતી ઇન્ટરનેટ પરથી વાંચીને મેળવી. ત્યારબાદ ઇન્ટરનેટ પરથી મટીરીયલ વાંચી તેમજ પેપરો, સામાયિકો અને અન્ય સામગ્રી વાંચી યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી. અને અઘરી ગણાતી યુપીએસસી પરીક્ષા પ્રથમ ટ્રાયલે જ પાસ કરી.
શાલીની પોલીસ ઊચ્ચઅધિકારીની ટ્રેનીંગ માટે, પસંદગી પામી તેને મસુરી ટ્રેનીંગ માટે જવાનું થયું.
શાલિની આ પ્રસંગને વર્ણવતા કહે છે કે : હું ને મારાપિતાજી જ્યારે મસુરી ટ્રેનીંગ સેન્ટર પર પહોંચ્યા ત્યારે તેનું ભવ્ય ઇમારત જોઈને સ્તબદ્ધ બની ઊભા રહી ગયા.
હિમાચલ પ્રદેશના નાના ગામની વસતી દીકરી અને બસ કન્ડક્ટર પિતાજીએ, કદી આટલી આલીશાન અને ભવ્ય ઇમારત જોઈ જ ન હતી. આ વાતાવરણથી જ અમે અપરિચિત હતા. અમને સ્વપ્નલોકમાં હોઈએ તેવી પ્રતિતિ થઈ.
જ્યારે ત્યાંના ઓફિસરોએ, આવીને મારા પિતાજી સાથે હાથ મેળવીને હલ્લો કર્યું અને જમવા માટે મેસમાં આમંત્રણ આપ્યું ત્યારે અમે આનંદીત તન્દ્રામાંથી જાગ્યા.
શાલિનીને ૧૯૬૫ની પોલીસ અધિકારીની બેચના ઉત્તમ ક્રેડેટનો એવોર્ડ મળ્યો. આ ઉપરાંત ઉત્તમ સ્ત્રી મહિલા પોલીસ અધિકારી ટ્રેની તરીકેનો એવોર્ડ મળ્યો અને ભારતના પ્રધાનમંત્રી તરફથી પણ એવોર્ડ મળ્યો.
શાલિનીનું પ્રથમ પોસ્ટીંગ સીમલામાં, આસીસટન્ટ પોલીસ સુપ્રીએકટેનડન્ટ તરીકે થયું. અહીં પ્રથમ તેણીએ કેસ અને અંધકન્યા પર થયેલા બળાત્કારનો હલ કર્યો.
આ પછી શાલિનીની ઉચ્ચકારકીર્દિ બનવાની યાત્રા આગળ વધતી રહી. હાલમાં શાલિની કુલુના ઇન્ડીયન બટાલીયન ઓફ રીઝવ પોલીસની કમાન્ડો છે અને તેણીને ઊનાનો વધારાનો ચાર્જ પણ સોંપાયો છે.
એક ગરીબ બસ કંડક્ટરની દીકરી આઇપીએસ અધિકારી બની. વોટ અ ગ્રેટ એચીવમેન્ટ.
આ સફળતાની ઉપલબ્ધિ માટે શાલિની એટલું જ કહે છે, સ્વપ્નને સિદ્ધ કરવા માટે કોઈ વર્ગ, ધર્મ, જાતિ કે આર્થિક જરૂરીયાત હોતી નથી. તમારી ધ્યેય નિષ્ઠા અને તે અંગેનું સર્મપણ અને કાર્ય જ સફળતા અપાવે છે.