બીજા માટે વિચારીને સફળતાની ટોચે પહોંચી છે શ્રધ્ધા શર્મા
વામાવિશ્વ - અનુરાધા દેરાસરી
આપણી દીકરીઓ પુખ્તવયે આવતા પડકાર ઝીલવામાં ઘણીવાર નબળી પડે છે કારણકે તેના ઊછેરમાં દ્રઢ મનોબળ, સાહસ અને સમર્પણના સંસ્કારોના સીંચનનો અભાવ જણાય છે
જૂજ એવી વીરલ વ્યક્તિઓ છે જે સફળતાની ટોચ પરથી બીજી માટે વિચારે છે અને એવું કંઇક કરે છે, જેનાથી નિષ્ફળ વ્યક્તિઓને પ્લેટફોર્મ મળે.
આવી જ એવી વ્યક્તિ, યુવતી એટલે શ્રદ્ધા શર્મા. નિષ્ફળતામાં, સફળતાના બીજ વાવી તે મોટી થઇ અને સફળ વ્યક્તિ બની.
શ્રદ્ધાનો જન્મ બિહારના પટનામાં, મધ્યમવર્ગમાં થયો હતો. બાળપણમાં પુખ્તવયના શરૂઆતના વર્ષો સખ્ત કૌટુમ્બિક વિખવાદ અને સામાજીક મુશ્કેલીઓમાં વીત્યા. પિતા મરીન લાઇનમાં, પરંતુ સખત દારૂની લત. રાત્રે દારૂ પીને આવે અને ધમાલ કરે, માતાને મારે. બન્ને વચ્ચે ઝઘડો થાય નાની શ્રદ્ધા આ ચિતાર જુએ. આ પરિસ્થિતિ, શ્રદ્ધાની પુખ્તવયની સુધી રહી. પરંતુ આ પરિસ્થિતિમાં તેની માતા ખૂબ સ્ટ્રોંગ અને દ્રઢમનોબળ વાળી હતી. સંતાનો પર આ પરિસ્થિતિની અસર ના પડે, એનું તેણીએ ખાસ ધ્યાન રાખ્યું.
શ્રદ્ધાને તે સમજાવતી કે, મુશ્કેલીઓનો સામનો કરી જીવનમાં આગળ વધવું જ જોઇએ. દ્રઢ મનોબળ રાખો ને અવરોધો કૂદી વિકાસ કરો. તે સતત પ્રેરણા આપતી. આ પ્રેરણા લઇ તેણીએ શાળાનો અભ્યાસ પટનામાં કર્યો અને, કોલેજ કરવા દિલ્હી આવી. દિલ્હીમાં સ્ટેન સ્ટીફન્સમાં, ઈતિહાસ સાથે કરી, અનુસ્નાતક માસ કોમ્યુનિકેશનમાં કર્યું. એ સાથે ડીઝાઇન મેનેજમેન્ટનો કોર્સ કર્યો.
તેણીએ જોયું કે અનેક યુવક અને યુવતીઓ એવા છે કે, જે તે મારકેટમાં લોન્ચીંગ માટે અને એન્ટરપ્રીનર બનવાની શરૂઆત માટે પ્લેટફોર્મ મળતું નથી. અને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી તેણીએ નક્કી કર્યું કે, ડીજીટલ પ્લેટફોર્મ આપવા માટે, એક વેબસાઇટ શરૂ કરવી. આ વિચાર સાથે, યોર સ્ટોરી ડોટકોમ (your story.coom) નો જન્મ થયો.
શ્રદ્ધા શર્માનો આ વેબસાઇટ શરૂ કરવા પાછળનો હેતુ એ રહ્યો છે કે, ભારતના હજારો યુવક / યુવતીઓ જેઓ ઈન્ટરપ્રીનર (ઉદ્યોગસાહસિક) બનવા માંગે છે પણ, જેમની સ્ટોરીઓ બહાર આવી શકતી નથી તેને પ્લેટફોર્મ મળે અઇને તેઓ કંઇક વિચારેલી દિશામાં આગળ વધી શકે.
યંગ સ્ટોરી.ર્બસ એ ડીજીટલ વેબસાઇટ ૨૦૦૮માં શરૂ થઇ. પરંતુ ૨૦૧૦ સુધી તેને ખાસ જોઇએ એવી પ્રગતિ નહોતી થઇ શકી, કારણ કે શ્રદ્ધા પાસે સ્પોન્સરશીપ, આર્થિક સહાયનો અભાવ હતો પરંતુ રતન ટાટાને આ વેબસાઇટ અને તેના હેતુની જાણ થતા તરત જ તેઓએ શ્રદ્ધાને યંગ સ્ટોરી માટે આર્થિક સહાય કરી અને શ્રદ્ધાની ગાડી સડસડાટ ચાલવા માંડી. અત્યારે વિદેશની ઘણી બધી યુનિવર્સિટીઓ, બર્કલી કેપીટલ, મોર્ગન એન્ડ સ્ટેનલી જેવી મોટી મોટી કંપનીઓ આ વેબસાઇટને સ્પોન્સર કરે છે.
યંગ સ્ટોરી ડોટ કોમ. એ શરૂ કરનાર ઈન્ટરપ્રીનર માટે છે, આ વેબસાઇટ પર પ્રથમ સ્ટોરી મૂકનાર બે જણા હતા. બે જણાથી શરૂ થયેલી આ વેબસાઇટ પર આજે ચાલીસ હજારથી પણ વધારે ઈન્ટરપ્રીનરની સ્ટોરીઓ અને આર્ટીકલ્સ જોવા મળે છે. વિશ્વની ૧૨ ભાષાઓમાં યંગ સ્ટોરી ડોટ કોમનું રૂપાંતર થાય છે અને તે બાર દેશોના સ્ટાર્ટઅપ ઈન્ટરપ્રીનર તેમની સ્ટોરી આ વેબ પર આવે છે.
આ યંગ સ્ટોરી ડોટકોમ હવે એટલી પ્રખ્યાત થઇ છે કે, આઈબીએમ, ગુગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ જેવી મોટી મોટી કંપનીઓ આ વેબ સર્ચ કરી ઈન્ટરવ્યુ માટે વ્યક્તિઓ નક્કી કરે છે. ઉપરાંત મોટી મોટી કંપનીના સીઈઓ, આ વેબસાઇટ પર ભાષણો આપે છે, માર્ગદર્શન આપે છે.
શ્રદ્ધા શર્માને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. શ્રદ્ધા શર્માનું ખાસ ફોકસીંગ વુમન ઈન્ટરપ્રીનર પર રહ્યું છે. આજે, ભારતમાં યુવતીઓમાં શિક્ષણનું પ્રમાણ ઘણું વધ્યું છે. યુવતીઓની સાહસવૃત્તિ પણ ખાસ્સી જોવા મળે છે. સાથે યુવતીઓની સર્જનાત્મકતા (ક્રીએટીવીટી) ખાસ્સી જોવા મળે છે.
આ ઈન્ટરપ્રીનરોને શ્રદ્ધાનું ખાસ કહેવું છે કે, તમે સમાજ/સોસાયટી જે લેબલ લગાડે તેના પર તમારી જાતનું મૂલ્યાંકન ના કરો, તમારા વ્યક્તિત્વના ઊંડાણમાં ઊતરો, સમજો અને તમે તમારા સર્જનકર્તા બની તમારી લાઇફ સ્ટોરી જાતે જ લખો. જાતીયભેદનો પથ્થર તો હંમેશા ભારતીય સમાજમાં રહેવાનો જ છે. તે સ્ત્રી/યુવતીએ પોતે જ દૂર કરવો પડશે.
વિશ્વની યુવતીઓ માટે આટલું મોટું કામ કરવાને કારણે શ્રદ્ધા શર્માને ફ્રાન્સનો લોરીયલ પેરીસ વુમન એવોર્ડ મળેલો છે.
શ્રદ્ધાને સતત પ્રેરણા તેની માતાની મળેલી છે. કપરામાં કપરા સંજોગોમાં શ્રદ્ધાની માતાએ શ્રદ્ધાને જીવનમાં કંઇક આગવું કરવાની પ્રેરણા આપેલી છે. શ્રદ્ધા તેની સફળતાનો શ્રેય તેની માતાને આપે છે.