Get The App

136 બળાત્કાર કરનારો નરાધમ

ટોપ્સીટર્વી - અજિત પોપટ

Updated: Jan 21st, 2020

GS TEAM

Google News
Google News
136 બળાત્કાર કરનારો નરાધમ 1 - image


માન્ચેસ્ટરના જે જજની કોર્ટમાં એનો કેસ ચાલ્યો એ જજે એને પુરાણકાળના 'રાક્ષસ' સાથે સરખાવ્યો. પરંતુ એના ચહેરા પર પશ્ચાત્તાપની એક પણ લકીર અંકાઇ નહોતી

'મારા પુત્રને થયેલી સજાનો મને કોઇ ગમ નથી, કોઇ અફસોસ નથી... અમારું નામ બોળનારા એ કુલાંગારને થયેલી સજા ખૂબ ઓછી છે. હજુ વધુ સજા થવી જોઇતી હતી...' અબજોપતિ પિતા સાઇબન સિનાગાએ માન્ચેસ્ટર કોર્ટની બહાર મિડિયા સાથે વાત કરતાં ખિન્ન ચિત્તે કહ્યું.

આપણા દેશમાં અત્યારે રેપ અને છેડતીની વાતો ચોરે ને ચૌટે ચાલી રહી છે. ઠેર ઠેર નિર્ભયા અને હૈદરાબાદની વેટર્નરી ડૉક્ટર પરના ગેંગરેપ તથા હત્યા અરેરાટી ઊપજાવી રહ્યાં છે ત્યારે એક એવો કિસ્સો ઇંગ્લેંડમાં બન્યો જેની નોંધ લેવા જેવી છે.ં  કિસ્સાની વાત તાજી કરીએ જેમાં ઇંગ્લેંડના માન્ચેસ્ટરની કોર્ટે આરોપી રેન્હાર્ડ સિનાગાને ૩૦ વર્ષની જેલની સજા ફટકારી હતી.

સિનાગા પરિવાર મૂળ ઇન્ડોનેશિયાનો છે. સાઇબન સિનાગા ઇન્ડોનેશિયાના મલ્ટી-મિલિયોનેર છે. એમના એકના એક પુત્ર રેન્હાર્ડને થોડા સમય પહેલાં માન્ચેસ્ટરની કોર્ટે મલ્ટિપલ બળાત્કાર અને છેડછાડના અસંખ્ય બનાવો માટે ત્રીસ વર્ષની સખત મજૂરી સાથેની જેલની સજા ફટકારી. માનનીય જજ આ સજા વાંચી રહ્યા હતા ત્યારે નફ્ફટ રેન્હાર્ડ મલકી રહ્યો હતો જાણે એને વિશ્વનો 'મેગામર્દ'

માત્ર પાંત્રીસ વર્ષના આ યુવાને જે અપરાધો કર્યા છે એ માનવ ઇતિહાસમાં કદાચ અજોડ છે. એણે કુલ ૧૫૯  મહિલાઓ પર હુમલા કર્યા હતા. એમાંથી ૧૩૯ કેસમાં એ બળાત્કાર કરવામાં કામિયાબ રહ્યો. આઠ કિસ્સામાં બળાત્કાર કરવામાં નિષ્ફળ નીવડયો. ઉપરાંત ૪૮ સુંદર યુવતીઓની છેડછાડ કરી. ૧૫ યુવતીઓ સાથે અભદ્ર વર્તન (ઇનડિસન્ટ એસોલ્ટ્સ) કર્યું. માન્ચેસ્ટરના જે જજની કોર્ટમાં એનો કેસ ચાલ્યો એ જજે એને પુરાણકાળના 'રાક્ષસ' સાથે સરખાવ્યો. પરંતુ એના ચહેરા પર પશ્ચાત્તાપની એક પણ લકીર અંકાઇ નહોતી.  

રસપ્રદ વાત એ હતી કે ઇન્ડોનેશિયન યુનિવર્સિટીના એના સાથી વિદ્યાર્થીઓએ એને મળતાવડો અને હસમુખો યુવાન ગણાવ્યો હતો. એ સહેલાઇથી કોઇની પણ સાથે દોસ્તી બાંધી શકતો. એની આ આવડતે જ ખૂબસુરત યુવતીઓને ભરમાવી હતી. એ આવી યુવતીને પોતાની સાથે ડ્રીન્ક લેવાને બહાને લઇ જતો અને ડ્રીન્કમાં ઘેનની દવા ભેળવીને પછી બળાત્કાર કરી લેતો.

એના પિતા સાઇબન સિનાગા ઇન્ડોનેશિયાના પ્રોપર્ટી ટાયકૂન તરીકે એટલે કે રિયલ એસ્ટેટના ધંધાના બેતાજ બાદશાહ તરીકે પંકાયેલા છે. પુત્ર ધ્યાન દઇને ભણે છે એવા ભ્રમમાં પિતા એને માગે તેટલા પૈસા મોકલતા. એ લંડન યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા ગયેલો. પરંતુ એકવાર રેપનો ચસકો લાગ્યો ત્યારબાદ એ ભણવાને બદલે નીત નવી યુવતીને શોધવા નીકળતો. એનું હેન્ડસમ વ્યક્તિત્વ, ગમે તેટલા પૈસા ખરચવાની એની ત્રેવડ અને વાક્ચાતુર્ય યુવતીઓને સહેલાઇથી આકર્ષી શકતું.

એક અભિપ્રાય મુજબ રેન્હાર્ડ ગે હતો એટલે કે સજાતીય સંબંધ ધરાવતો હતો. પરંતુ આ બાબત એને બળાત્કારો કરતાં અટકાવી શકી નહીં એ વાતની નવાઇ પોલીસને પણ લાગી હતી. એના દોસ્તો કહે છે કે એ નીત નવાં પરફ્યૂમ્સની સુગંધથી મઘમઘતાં ફૅશનેબલ વસ્ત્રો પહેરીને નીત નવાં વાહનમાં આવતો અને પાણીની જેમ પૈસા ખરચતોે. એની આર્થિક ત્રેવડે જ એને વધુ 'દોસ્તો' મેળવી આપ્યા હતા એમ પોલીસ માને છે. માતાપિતાની ઇચ્છા તો રેન્હાર્ડને ઇન્ડોનેશિયન યુવતી સાથે પરણાવી દેવાની હતી. એકવાર લગ્ન થઇ જાય પછી આ તોફાની વછેરો શાંત થઇ જશેે એવી માન્યતા એમની હતી.

રેના હુલામણા નામે જાણીતો આ યુવાન ૨૦૦૭માં ૨૪ વર્ષની વયે પહેલીવાર ઇંગ્લેંડ આવેલો. માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં પ્લાનિંગના વિષયમાં એણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું એ દરમિયાન એને રેપની રીતસર 'લત' લાગી ગયેલી. ૨૦૧૧માં એણે સમાજ વિજ્ઞાાન વિષયમાં ફરી વાર માસ્ટર ડિર્ગી મેળવી. ત્યારપછી લીડ્ઝ યુનિવર્સિટીમાં ડૉક્ટરેટ કરતો થયો. એના પીએચ.ડી. થિસિસનું ટાઇટલ હતું-'સેક્સ્યુઆલિટી એન્ડ એવરી ડે ટ્રાન્સ નેશનાલિટી- સાઉથ એશિયન ગે એન્ડ બાયસેક્સ્યુલર મેન ઇન માન્ચેસ્ટર'.

કોર્ટમાં પૂછપરછ દરમિયાન પોતે પહેલીવાર ક્યારે રેપ કર્યો એ એને યાદ નથી એવું એણે કહેલું. જસ્ટિસ સુઝૈન ગોદાર્દે ખિન્નપણે એ વાતની નોંધ લીધી હતી કે સિનાગા પરિવારને એમના પુત્રે 'ઠંડે કલેજે, ચોક્કસ આયોજનપૂર્વક અને રીઢા અપરાધીની અદાથી કરેલા ગુનાઓ' વિશે કશી જાણ નહોતી. વર્ષમાં બે વખત એનાં માતાપિતા બ્રિટનની મુલાકાત લેતા.

એ સમયે રેન્હાર્ડ ડાહ્યોડમરો થઇને આજ્ઞાાંકિત પુત્રનો રોલ ભજવતો. પહેલીવાર એણે ગુનાઓના કરેલા એકરારની વાત જાકાર્તામાં બીબીસી દ્વારા સિનાગા પરિવારે જાણી ત્યારે તેમના પર આસમાન તૂટી પડેલું. એ આઘાતમાંથી બહાર આવતાં એમને ઘણો સમય લાગી જશે. જો કે બીબીસીને ઇન્ટરવ્યૂ આપતાં રેન્હાર્ડના પિતાએ કહ્યું, અમારા માટે હવે રેન્હાર્ડ હયાત રહ્યો નથી... હી ઇઝ નો મોર ફોર અસ...

Tags :