Magazines

એક સામાન્ય સિક્કાની કિંમત, રૂ. 25 કરોડ!

By GS TEAM
24 Jun 20254 mins read
એક સામાન્ય સિક્કાની કિંમત, રૂ. 25 કરોડ!

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

ન્યુ યોર્ક ઓક્શન હાઉસમાં યોજાયેલી હરાજીમાં અક સિક્કો ૪૧.૪ લાખ ડાલર (આશરે ૨૫ કરોડ રૂપિયા)માં વેચાયો. વિશ્વમાં અગાઉ ક્યારેય કોઈ સિક્કાની આટલી ઊંચી કિંમત ઊપજી નથી. સિક્કા પર ૧૮૦૪ની સાલ લખાયેલી છે, પણ વાસ્તવમાં તે ૧૮૩૪માં બનાવવામાં આવ્યો હતો અને અમેરિકાઅ તેને ૧૮૩૫માં મસ્કતના સલતાનને ભેટરૂપે આપ્યો હતો. ત્યાર બાદ 'કિંગ ઑફ કોઇન્સ' તરીકે ઓળખાયેલો આ સિક્કો વરમોન્ટના વોલ્ટર ચાઇલ્ડ પરિવારે ૧૯૪૫માં ૫,૦૦૦ ડોલરમાં ખરીદેલો. તેના ૪૧.૪ લાખ ડોલર ઊપજ્યા. જોવા જેવી વાત અ છે કે આ સિક્કાની હરાજીમાં બે મિનિટથી પણ ઓછો સમય લાગ્યો હતો.

ઍડિટિવ અને ઍડલ્ટરેશનથી સાવચેત રહો!

પાંચ હજારથી વધુ વર્ષ પહેલાં સૌપ્રથમ માનવીઅ તેના ખોરાકમાં મીઠાનું ઉમરેણ (ઍડિટિવ) કર્યું ત્યારથી લોકો ખોરાકના સ્વાદને વધારવા માટે ખોરાકમાં કંઈ ને કંઈ ઉમેરણ કરે છે. 'મૉનૉ સોડિયમ ગ્લુટોનેટ' નામનું સફેદ પાઉડર સ્વરૂપનું રસાયણ જેને 'આજિનોમોટો' કહેવાય છે તે દાળ કે પીત્ઝા કે બીજી વાનગીમાં વાપરવાથી સ્વાદ વધે છે. ચાયનીઝ વાનગીમાં આજિનોમોટો હોય જ છે. આના સતત વપરાશથી કૅન્સર થાય છે. ઉપરાંત તળેલી વેફર, બિસ્કિટ કે બીજી પકેટની ચીજો જેમાં તેલ કે ઘી વપરાયું હોય છે તે પૅકેટ લાંબો વખત પડયું રહે તો તેલ ખોરું થઈ જવાથી વેફર બગડી જાય છે. તે ન બગડી જાય અટલા માટે તેમાં અન્ટીઆક્સિડન્ટ કક્ષાનાં રસાયણોનું ઉમેરણ થાય છે. તેમાં ખાસ કરીને બટેટાની વેફર કે ખારી બિસ્કિટમાં બુટિલેટેડ હાઇડ્રોઍક્સિટોલ્યુન નામનું રસાયણ આવે છે તેનાથી ચામડી બગડે છે અને બાળકોનાં મગજ બગડે છે. બાળકો હાઇપર ઍક્ટિવ બને છે. ફળો કે શાકભાજી તાજાં જ ખાવા સારાં. પણ હવે સૂકાવેલાં ફળો કે ડબ્બાપૅક ફળોને રૂપાળાં રાખવા તેમાં કૃત્રિમ રંગ નખાય છે. દૂધનો પાઉડર સફેદ દેખાય તે માટે તેમાંય કૃત્રિમ રંગ આવે છે. કન્ડેન્સ્ડ મિલ્કના ડબ્બામાં પણ કૃત્રિમ રંગ આવે છે. ઇન્સ્ટંટ કૉફીમાં પણ કૃત્રિમ રંગ હોય છે. કૃત્રિમ રંગો કૉલ-ટાર અટલે કે ડામરમાંથી બને છે. તેમાં ટારટ્રાઝિન નામનો કૃત્રિમ રંગ ખાદ્યપદાર્થમાં આવે છે તેનાથી બાળકોને નુકસાન થાય છે. હાટેલમાં તમે પુડિંગ કે મિલ્કશેક પીવો છો કે આઇસક્રીમ ખાઓ છો તેમાં ઇમલ્સીફાયર અને સ્ટેબિલાઇઝર નામનાં રસાયણો ઉમેરાય છે. મિલ્કશેકને અને આઇસ્ક્રીમને કૃત્રિમ રીતે ઘટ્ટ કરવા તેમાં ઇમલ્સીફાયર વપરાય છે. દરેક તૈયાર ખાધોને સ્વાદ અને સુગંધ આપવા તેમાં ફલેવરિંગ અજન્ટો નખાય છે. ૩,૫૦૦ જાતના ફલેવરિંગ ઍજન્ટો તૈયાર ખાદ્યોને સ્વાદિષ્ટ અને સુગંધી બનાવવા વપરાય છે.

વળતર મેળવવામાં અમેરિકનો -યુરોપિયનોને કોઈ ન પહોંચે 

કોઈ પણ બીજી વ્યક્તિની ભૂલથી ઈજા થાય તો વળતર લેવામાં યુરોપિયનો અને અમેરિકનો ઉસ્તાદ છે. લંડનમાં સ્ટિફન મેકેવિટ નામના ૧૩ વર્ષના બાળકને શિક્ષકે માર્યો અટલે બાળકનાં મા-બાપે કેસ કર્યો. બે વર્ષ સુધી કૅસ ચાલ્યો અને શિક્ષકે બાળકને રૂપિયા ૨,૦૦,૦૦૦નું વળતર આપવું પડયું. લંડનની હાઇકોર્ટમાં તો અક જુગાર કલબમાં સોલીસિટર પોતે જુગારમાં પૈસા હારી ગયો છતાં તેણે પોતે જ 

જુગારખાનામાં વળતરનો કેસ કર્યો. તેણે દાવો કર્યો કે ''હું ઘરાકના પૈસે રમતો હતો. મને રોકવાની જુગારખાનાની ફરજ હતી.'' ઍક જુડિથ રિચાર્ડસન હેમ્સ નામની ૪૨ વર્ષની બાઇનો દાવો છે કે તે મનની અતિન્દ્રિય શક્તિ ધરાવે છે. (સાયકિક પાવર્સ) આ બાઇને ડૉક્ટરે દવા આપી તેથી તેની મનની અદ્ભુત શક્તિ નષ્ટ થઈ છે તેમ કહીને તેણે હાસ્પિટલના ડાક્ટર ઉપર ૨૦ લાખ ડૉલરનો દાવો કર્યો. લિંડા થોમસ નામની ૨૭ વર્ષની યુવતીનું ટોન્સીલનું (કાકડાનું) આપરેશન થયું તેમાં તેના ગળાને હાનિ થઈ તેથી ડૉક્ટરે વળતરના રૂપિયા ૧.૨૨ કરોડ આપવા પડયા. કુમારી ઍલિઝાબેથ ફ્રાન્સીસ નામની ૨૧ વર્ષની યુવતીને મોટર અકસ્માતને કારણે પેરેલીસીસ થઈ ગયો. તે માટે તેને નીચે પ્રમાણે વળતર મળ્યું થ ૭૭,૫૦૦ પૌંડ-પીડા અને દુ:ખના વળતરરૂપે! ૧.૪૦ લાખ પૌંડ ભવિષ્યની તબીબી સારવાર માટે અને ૮૦૦૦ પૌંડ શરીરના સમાજ માટે.

'આલ્કોહોલિક્સ અનોનિસ'ની સ્થાપના કઈ રીતે થઈ!

'આલ્કોહોલિક અનોનિમસ' નામની સંસ્થા ૮૨ વર્ષ પહેલાં અક ડૉક્ટરે સ્થાપેલી. ડૉક્ટર પાસે પૈસા નહોતા. એવામાં તેમને અક દારૂડિયો મિત્ર મળી ગયો. વિલિયમ વિલ્સન નામના શેરબજારના દલાલે શેરોના સટ્ટામાં પાયમાલી વહોરી પછી શેરને બદલે બાટલી પકડી. અટલે તે આલ્કોહોલિક બની ગયો. ડૉ. રોબર્ટ સ્મિથ અક ઓપરેશનમાં ફેઇલ ગયા અને તે ભૂલવા માટે દારૂડિયા બની ગયા. એટલે આ બન્નેઅ મળીને લોકોની દારૂની લત છોડાવવા ૧૯૩૫માં આલ્કોહોલિક્સ અનોનિમસ નામની સંસ્થા સ્થાપી. તેના અત્યારે ૪૦ લાખ સભ્યો છે.

વ્હેલ જેવા સસ્તન દરિયાઈ પ્રાણીઓ સ્થળના અંતર કેવી રીતે નક્કી કરે છે?

સંદેશવાહક કબૂતરોની માફક વ્હેલ અને ડોલ્ફિન જેવી માછલીઓ પ્રાદેશિક ચુંબકીય ક્ષેત્રની રચનાઓની નોંધ લેતી હોય છે અને કયા પ્રદેશનું ચુંબકીય ક્ષેત્ર કેવું છે તે પોતાના યાદદાસ્તમાં ગોઠવી દેવી હોય છે. જ્યારે પોતે વિખૂટી પડી જાય ત્યારે ચુંબકીય ક્ષેત્રની યાદ સતેજ કરીને એ પોતાની મૂળ જગ્યાઅ પાછી ફરતી હોય છે. જાણે કે તેમની પાસે દરિયાની પેટાળનો મેગ્નેટિક ફિલ્ડનો નકશો હોય, પરંતુ ઘણી વખત સખત મોજાંઓને કારણે મેગ્નેટિક ફિલ્ડની રચનામાં ફેરફારો સર્જાતા હોય છે અને માછલીની યાદદાસ્તમાં જે મેગ્નેટિક ફિલ્ડ રહી ગયાં હોય તેનાથી ભિન્ન પ્રકારનાં ફિલ્ડ અસ્તિત્વમાં આવતાં હોય છે. આથી દરિયાઈ પ્રાણીઓ દિશાશૂન્ય બનીને રઝળી પડે છે. વ્હેલ, ડોલ્ફિન જેવાં સસ્તન દરિયાઈ પ્રાણીઓના શરીરમાં ઇનબીલ્ટ રડાર જેવી સંયંત્રણા હોય છે, જે પોતાના શરીરમાંથી અવાજનાં મોજાં બહાર ફેદ્વકે છે અને તેનો જે પ્રતિઘોષ અટલે કે પડઘો પાછો ફરે તેના આધારે આ માછલીઓ જે તે સ્થળનું અંતર નક્કી કરતી હોય છે. આ રડાર સિસ્ટમ માછલીઓની આંખો કરતાં પણ ઘણું મહત્ત્વનું કામ કરતી હોય છે.