Magazines

અવકાશયાત્રીઓનાં ઉપવસ્ત્રોનાં નાશનો અનોખો રસ્તો .

By GS TEAM
19 May 20264 mins read
અવકાશયાત્રીઓનાં ઉપવસ્ત્રોનાં નાશનો અનોખો રસ્તો                          .

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

આ મ તો બેક્ટેરિયા માંસાહારી તથા શાકાહારી પણ હોય છે, પરંતુ રશિયન વિજ્ઞાાનીઓ અવા બેક્ટેરિયાનું મિશ્રણ વિકસાવી રહ્યા છે જે સામૂહિક રીતે વસ્ત્રાહારી હોય. કપડું ખાઈ જાય તેવા બેક્ટેરિયા અવકાશયાત્રીઓના લાભાર્થે વિકસાવવામાં આવી રહ્યા છે. થાય છે અવું કે અવકાશયાત્રીઓ લાંબા સમય સુધી અવકાશમાં રહે ત્યારે તેમનાં ઉપવસ્ત્રો મોટી ઉપાધિ પેદા કરે છે. અવકાશયાનમાં વોશિંગ મશીન લઈ જવાનું ભારે પડે છે. વળી, કપડાં ધોવામાં પાણી પણ ઘણું વપરાઈ જાય છે. અવકાશયાનમાં એટલું બધું પાણી વેડફવું પણ ન પોસાય. એટલે જ સ્પેસ સ્ટેશનની મુલાકાતે જનાર (લાંબા સમય સુધી અવકાશમાં રોકાનાર) અમેરિકન અવકાશયાત્રીને દર ત્રણ દિવસે એક જ વાર ઉપવસ્ત્ર બદલવાની છૂટ છે. રશિયન ઇન્સ્ટિટયૂટ ફોર બાયોલોજિકલ ઍન્ડ મેડિકલ પ્રોબ્લેમ્સ દ્વારા વસ્ત્રનિરાકરણની જે પદ્ધતિ વિકસાવવામાં આવી રહી છે તે એવી છે જેમાં એક ડિસ્પોઝલ યુનિટમાં કપડાં નાખી દેવાનાં રહેશે. પછી બીજે દિવસે જ્યારે ડિસ્પોઝલ યુનિટ ખોલવામાં આવશે ત્યારે તેમાં વસ્ત્રો નહીં હોય, બેક્ટેરિયા તેને ખાઈ ચૂક્યાં હશે.

ઇઝરાયલની પ્રેરણાદાયી પ્રગતિ

૧૫ મે, ૧૯૪૮ના રોજ આ યહૂદી દેશનો જન્મ થયો તેનાં ૭૮ વર્ષ પછી ઇઝરાયલીઓએ એક વાત તો દુનિયાને સાબિત કરી જ આપી છે કે તેઓ એક નવો દેશ બનાવવામાં સફળ રહ્યા છે. અનેક બલિદાન અને મજબૂત લશ્કરી તાકાતના આધારે તેઓ સાત યુદ્ધ અને અસંખ્ય ત્રાસવાદી હુમલાઓ સામે ટકી શક્યા છે. લગભગ ૨૦૦૦ વર્ષથી હિબ્રૂ ભાષા રોજિંદા વ્યવહારમાં બોલાતી બંધ થઈ ગઈ હતી તેને તેમણે ફરી જીવંત કરી છે. બાઇબલના વ્યાકરણની મદદથી અને લાઇટ બલ્બ, ટોમેટો જેવા બીજા નવા શબ્દો ઉમેરી તેમણે આ ભાષા વપરાશમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે. સ્થળાંતર કરીને આવતા લોકોઅ અહીંની વસતિ છ લાખ હતી તેમાંથી ૮૮ લાખ કરી દીધી છે. ઇઝરાયલે સોવિયેત યુનિયનના ૭ લાખ લોકોને સ્વીકાર્યા છે. સ્થળાંતર કરીને ઇઝરાયલ આવતા લોકો મોટે ભાગે રશિયા, મોરક્કો, યમન જેવા બિનલોકશાહી અને નબળું અર્થતંત્ર ધરાવતા દેશોમાંથી આવે છે. છતાં ઇઝરાયલ પોતાને અક મજબૂત અર્થતંત્ર તથા સંસદીય લોકશાહી બનાવી શક્યુ છે. સોફ્ટવેર માંધાતાઓ, બેન્કોનાં જોડાણ, સૂકી જમીન પર ખેતી અને રાજકીય કૌભાંડો વગેરેને લીધે દુનિયાભરનાં અખબારો પણ સતત ઇઝરાયલના રિપોર્ટ છાપતા રહ્યા છે. જોકે બંધિયાર સંસ્કૃતિને પાછળ મૂકી દેવાનો તેમની સામેનો જે બીજો પડકાર હતો તેમા તેઓ વિશેષ સફળ નથી થયા.

શરીરની આસપાસ રચાતો તેજપુંજ

આ સદીના પ્રારંભમાં લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલના ડો. કિલ્નરે દાવો કર્યો હતો કે માણસના શરીરની આસપાસ એક ઝાંખા પ્રકાશનું આવરણ પોતાને હંમેશાં દેખાય છે. ડો. કિલ્નરનું માનવું હતું કે એ પ્રકાશ શરીરની આંતરિક શક્તિમાંથી પેદા થતો હતો. માનવીના શરીરની ફરતે એક ફુટ જેટલી તેની ક્રમશ: ઘટતી ઝાંય ત્રણ થરમાં જોઈ શકાતી હતી, પણ જેઓ સાઇકિક ન હોય તેવા સામાન્ય માણસો પણ આ પ્રકાશ જોઈ શકે એવી કોઈક શોધ કરવાનો ડો. કિલ્નરનો ઇરાદો હતો. કિલ્નરે કાચના બે પડને જોડયા, પણ તે બન્નેની વચ્ચે જગ્યા રાખી અને વાદળી રંગનું રસાયણ (ડોક્યાનીન) તેમાં જોયું. પછી એ કાચના બે થરવાળા ગોગલ્સ બનાવ્યા. આ ગોગલ્સ પહેરવાથી માનવીની આસપાસ એક પ્રકાશનું કવચ રચાયું હોય એવું જણાય. કિલ્નર્સ સ્ક્રીન તરીકે ઓળખાતા આવા ગોગલ્સ આજે પણ બજારમાં મળે છે, પણ કિલ્નરના આ સિદ્ધાંતમાં ન માનતા લોકો કહે છે કે આ પ્રકારના ચશ્માં પહેરવાથી પ્રકાશનો એક ખોટો આભાસ ઊભો થાય છે. હકીકતમાં આવો કોઈ, માનવીના શરીરમાંથી નીકળતો પ્રકાશ જોઈ શકાતો નથી.

ટોઇલેટ પેપર પર પુસ્તક વાંચો

ટોઇલેટમાં જાડી નવલકથા વાંચવા લઈ જતા શરમાતા ફ્રેંચ વાચકો માટે નોર્માન્ડીના મિસ્ટર ક્રિશ્ચિયન પોઇન્ચેવલે એક સરસ ઉપાય શોધી કાઢયો છે. તેમણે ટોઇલેટ પેપર પર જ ફ્રેંચ કલ્ચર, જ્યોગ્રાફી અને વર્તમાન ઘટનાઓ પરના આર્ટિકલ છપાવી દીધા છે. પેટિટ લુટિન ટોઇલેટ ટિસ્યુ તરીકે ઓળખાતાં આ ટોઇલેટ પેપર્સ ફ્રાન્સના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી સામાન્ય ટોઇલેટ પેપર કરતાં ત્રણ ગણાં વધારે વેચાઈ રહ્યાં છે.

બ્રિટિશ સરકાર અને મહિલા જાસૂસો

અમેરિકાની સી.આઇ.એ., રશિયાની કે.જી.બી., ઇઝરાયલની મોસાદ, ઇંગ્લેન્ડની એમ.આઇ. ફાઇવ કે ચીન, પાકિસ્તાન સહિત દુનિયાના તમામ દેશોની જાસૂસી સંસ્થાઓ સ્ત્રીજાસૂસોનો ઉપયોગ કરતી આવી છે. અને કરી રહી છે. બ્રિટનનાં અને દુનિયાનાં અખબારો એમ માનતાં આવ્યાં છે કે સ્ત્રીજાસૂસે ફક્ત કામવાસના જગાવીને પુરુષને ફસાવવાનો હોય છે. એ સિવાયનું બુદ્ધિ માગી લે તેવું કામ સ્ત્રીજાસૂસે કરવાનું રહેતું નથી. જેની જાસૂસી કરવાની હોય એવા પુરુષને આ રીતે કામવાસનાની જાળમાં ફસાવતી મહિલા જાસૂસો હનીટ્રેપ તરીકે ઓળખાય છે. બ્રિટનનો જાસૂસી વિભાગ ઍમ.આઇ. (મિલિટરી ઇન્ટેલિજન્સ) ફાઇવ તરીકે ઓળખાય છે. તેમા ડી-ફોર (ચાર) નામનો અક ખાસ વિભાગ છે. તેની યાદી પર અનેક વેશ્યાનાં નામો રજિસ્ટર્ડ થયેલાં છે. આ વેશ્યાઓ બ્રિટિશ સરકાર વતી દુશ્મનના માણસો સાથે સૂવા તૈયાર થાય છે, બદલામાં તેઓ વી.આઇ.પી. ટ્રીટમેન્ટ ઉપરાંત કંઈકેટલીય સગવડતાઓ મેળવે છે, પણ અમ-૧૫માં કામ કરતી તમામ સ્ત્રીઓ હનીટ્રેપ નથી હોતી.