અહમદનગરમાં દેશનું એકમાત્ર ટેન્ક મ્યુઝિયમ આવ્યું છે

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
આપણા ભારતમાં, મહારાષ્ટ્રના અહમદનગરમાં ટેન્કોનું મ્યુઝિયમ છે! અહમદનગરના આર્મ્ડ કોર્પ્સ સેન્ટર અને સ્કૂલ ખાતે લાલ અને સોનેરી અક્ષરોમાં લખાયેલું સાઇન બોર્ડ 'કેવેલ્રી ટેન્ક મ્યુઝિયમ' જુઓ ત્યાં તો તમારી બાજુના ખેતરમાંથી ધૂળ ઉડાડતી એક ટેન્ક પસાર થઈ જાય છે. અહીંના રસ્તા પણ કાર કરતાં ટેન્કોને વધુ માફક આવે એવા પથ્થરના બનેલા છે. અહીં સલાબત ખાનની કબર પણ છે. આ પ્રદેશ પર અક વખત અણે લોખંડી હાથે શાસન કરેલું. હવે ટેન્ક પરના સ્ટાફને અહીં ટ્રેઇનિંગ અપાય છે. આ ટેન્ક મ્યુઝિયમનો વિચાર સૌ પ્રથમ જનરલ બી.એન. લુથરાને આવેલો જે ૧૯૯૩ની સાલમાં અહીંના કમાન્ડન્ટ હતા. અશિયાનું આ એકમાત્ર ટેન્ક મ્યુઝિયમ છે એટલે હવે વધુ ને વધુ પ્રવાસીઓ અહીં આવવા લાગ્યા છે. બગીચામાંથી તમે પસાર થાઓ અટલે કંબોડિયા, ઉત્તર આફ્રિકા, રશિયા, ફ્રાંસ, પંજાબ અને રાજસ્થાનનાં મેદાનો અને ઝોજિલાની ઊંચાઈ પર લડાયેલાં યુદ્ધોની ગવાહી પૂરતી ટેન્કો તમને અહીં જોવા મળે. દરેક ટેન્કને ખૂબ સંભાળપૂર્વક એક ખાસ 'પોઝીશન'માં અહીં રખાઈ છે. કેટલીક ટેન્કો પર તો દુશ્મન ટેન્કોના વરસેલા ગોળાઓનાં નિશાનો પણ જાઈ શકાય છે. કેટલીકનાં પૈંડા નથી તો કેટલીકને ચેઇન નથી. આવી ટેન્કોને 'ઇજાગ્રસ્ત' કહી શકાય પણ દરેક પર નવો નવો રંગ કરેલો છે. તેનો મૂળ નંબર, રેજિમેન્ટનો બેજ અને ફોર્મેશનની નિશાનીઓ અના 'હલ' કે મુખ્ય 'બોડી' પર મોજૂદ છે. કેટલીક ટેન્કો પર અ ટેન્કોના 'ક્રૂ' (ચલાવનાર દળના સભ્યો)અ આપેલું પ્યારભર્યું નામ પણ કોતરેલું છે! ટેન્કો અને સૈનિકો વચ્ચેના આત્મીય સંબંધોની અ ગવાહી છે. અ નામ કોતરનારો સૈનિક ખુદ કોઈ યુદ્ધમાં ખપી ગયો હોય અવું પણ બની શકે છે.
સૌથી વૃધ્ધ હોવાનો દાવો કરનારાઓમાંથી સાચા કેટલા?
દુનિયાની સૌથી મોટી ઉંમરની વ્યક્તિ તરીકેનું બિરુદ પોતાની મેળે જ ખૂબ મહત્ત્વ ધરાવે છે, પણ તેને માટે જે દાવાઓ કરવામાં આવે છે તે કાં તો પુરવાર ન થાય તેવા, વિવાદાસ્પદ અને મોટા ભાગના કેસમાં જુઠ્ઠા હોય છે. અમુક લોકોને પોતાની ઉંમર ખૂબ મોટી હોવાનો દાવો કરવામાં આનંદ આવે છે. ઘણા હરતાફરતા બાવાઓ સિત્તેર વરસના હોય, પણ ૧૭૦ વર્ષના હોવાનો દાવો કરતા હોય છે. જે લોકો સો વરસથી વધુ જીવે તેને સેન્ચુરિયન કહેવાય છે, પણ ૧૧૦ થી વધુ વરસ જીવે તેને ગિનેસ બુક સુપર સેન્ચુરિયનથી નવાજે છે. ગિનેસ બુકના કહેવા પ્રમાણે અકલા અમેરિકામાં જ આજે વીસ હજારથી વધુ લોકો સો વરસની ઉપરના છે અને ડેમોગ્રાફરોના અભ્યાસ પ્રમાણે સો વરસ અને તેથી વધુ જીવતા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. સુપર સેન્ચુરિયન તરીકેની પુરાવા સહિત નામના ફ્રેન્ચ મહિલા જીન કાલમેન્ટને મળી છે. ૧૯૯૭માં એનું ૧૨૨ વરસની ઉંમરે અવસાન થયું અના જીવનમાં એણે ફ્રાન્સના ૧૭ પ્રમુખો જોયા હતા અને ૮૫ વરસની ઉંમરે અ ફેન્સિંગની રમતમાં જોડાઈ હતી.
મસૂર ખાવાથી પ્રેરણા મળે?
આજકાલ યુરોપમાં મસૂરની દાળનું ખૂબ ચલણ શરૂ થયું છે. હિન્દુઓ મસૂરની દાળ બહુ વાપરતા નથી, કારણ કે તેનો રંગ લાલ છે. લાલ રંગનાં (રક્તરંગી) બીટ પણ ઘણા હિન્દુઓ ન ખાતા. મસૂરની દાળ ગ્રાહી, શીતળ પિત્તહર અને વાતહર ગણાય છે, પણ પચવામાં ભારે છે તેથી કહેવત પડેલી કે નબળો માણસ આ દાળ પચાવી ન શકે. મૂળ તો ઇરાકમાં આ મસૂર પેદા થયેલી. કલાત-જાર્મો ગામમાં તે પ્રથમ પાકી પછી લેબેનોનમાં મુસ્લિમો ખાવા માંડયા. ઇજિપ્તમાં લોકો માનતા કે મસૂર ખાવાથી મનને પ્રેરણા મળે છે. પણ ગ્રીક અને યુરોપના લોકો શરૂમાં પચાવી ન શક્યા. હિપોક્રેટસે મસૂરનો ઉપયોગ લીવરની બીમારીમાં કરેલો. પછીથી રોમન લોકોઅ મસૂરનો નિષેધ કર્યો. એ ગરીબનું ખાણું છે તેમ કહેવા માંડયું, પણ પછી ફ્રાન્સના રાજા લુઇ સોળમાઅ મસૂર ખાવા માંડી ત્યારથી યુરોપમાં મસૂર વપરાવા માંડી છે. તેમાં પ્રોટીન અને લોહ ખૂબ છે. ગ્રીક ફિલસૂફો મસૂર ખાસ ખાતા.
વાયેગ્રાનો 'બીજો' સદ્ઉપયોગ!
વિજ્ઞાનીઓઅ દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ ઍવરેસ્ટ સર કરવા જતા પર્વતારોહકો પર જગતની સૌથી ચર્ચાસ્પદ દવા વાયેગ્રાનો પ્રયોગ શરૂ કર્યો છે. પલ્મનરિ હાઇપરટેન્શન (પીએચટી) નામના રોગ માટે વિજ્ઞાનીઓ આ પ્રક્રિયા હાથ ધરી રહ્ના છે. પીએચટી નામના વ્યાધિમાં દર્દીનાં ફેફસાંની મુખ્ય ધમનીનું બ્લડપ્રેશર એકાએક વધી જાય છે અને અને કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં બહુ મુશ્કેલી પડે છે. આ રોગનો કોઈ ઇલાજ નથી અને દર વરસે અનાથી અમેરિકામાં હજારો લોકો મૃત્યુ પામે છે.
વાયેગ્રાની ગોળીની અક ખાસિયત છે કે અ લીધા બાદ માનવીની તંગ રક્તવાહિનીઓ શિથિલ થઈ જાય છે અને એનું રક્તાભિસરણ વધી જાય છે. ફેફસાંના નિષ્ણાતો એ જોવા આતુર છે કે વાયેગ્રા લેવાથી પીએચટીના દર્દી ઉપર ઉક્ત અસર થાય છે કે નહીં. જો અવું થાય તો દર્દીને શ્વાસ લેવામાં ઘણી રાહત મળે. માઉન્ટ અવરેસ્ટ ચડતી વખતે હવા પાતળી થતી જતી હોવાથી પર્વતારોહકોને હવામાંથી પ્રાણવાયુ લેવામાં ખાસ્સી તકલીફ પડે છે. પીઅચટીના દર્દીની હાલત પણ પર્વતારોહકો જેવી જ હોય છે. પીએચટીના દર્દીનાં ફેફસાં પણ નબળાં પડી ગયાં હોવાથી પૂરતો પ્રાણવાયુ લઈ શકતા નથી. આવી સમાનતાને કારણે જર્મન ફાઉન્ડેશન ૬ શેરપાઓ, ૫૦ યાક અને ૧૨૦ કૂલીઓ ઉપર વાયેગ્રાનો પ્રયોગ શરૂ કર્યો હતો. પ્રયોગ કરવા પાછળનો અમનો હેતુ ફક્ત અટલું જાણવાનો છે કે વાયેગ્રાને કારણે વ્યક્તિનાં ફેફસાંની કામગીરીમાં કોઈ સુધારો થાય છે કે નહીં.
નાશ થવાના આરે ઊભેલા પ્રાણીઓને બચાવવા શરૂ થયેલી 'ડોનર્સ બેંક'!
નાશ થવાના આરે ઊભેલાં પ્રાણીઓની યાદી તૈયાર કરી દુનિયાના ૩૦૦ જેટલા પ્રાણી સંગ્રહાલયો વચ્ચે એક ડોનર્સ બેંક સ્થાપાવમાં આવી છે. તેને 'ઍનિમલ રેકોર્ડ કીપિંગ સિસ્ટમ' કહે છે. તેમાં ૩૨ દેશોનાં અક લાખથી વધુ પ્રાણીઓની જાતિ, જમાત અને ઇતિહાસ વિશે માહિતી સંગ્રહવામાં આવી છે. પ્રાણીઓનું નિકંદન થતું અટકાવવા માટે આજનું વિજ્ઞાન અને આધુનિક ટેકનિક પણ ખૂબ મદદરૂપ થાય છે. તેઓની વારસાગત કુદરતી પ્રકૃતિ (જેનેટિક ઇમ્પ્રિન્ટ્સ)ને જાણીને કૃત્રિમ ગર્ભાધાન, ગર્ભબીજનું સ્થાનાંતર ૅ(એમ્બ્ર્રીયો ટ્રાન્સપ્લાન્ટ) વગેરે દ્વારા તેમની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. યુરોપનાં ૬૮ પ્રાણી કેન્દ્રોમાં રખાયેલા સાઇબિરિયાના વાઘનાં લગ્નો ગોઠવાયાં છે. જેથી નર-માદા સાથે રહેતાં હોય તો બચ્ચાં વધે છે. ઘણી વાર એક કેન્દ્રના નર વાઘનો અન્ય કેન્દ્રોની વાઘણો સાથે મિલાપ યોજવામાં આવે છે. આથી ૩૦ જોડાંના મિલનને કારણે ૨૦૦ થી વધુ બચ્ચાં પેદા થયાં છે. આ બચ્ચાં વિશેની માહિતીઓ એક કોમ્પ્યુટરમાં ફીટ કરવામાં આવે છે અને વાઘ અને વાઘણ વચ્ચે સાવ નજીકનું લોહી હોય તો સમાગમ ન થાય તેની કાળજી રાખવામાં આવે છે.
*








