Magazines

ગીધની ઘટતી સંખ્યાને કારણે વધતી સમસ્યા

By GS TEAM
9 Jun 20266 mins read
ગીધની ઘટતી સંખ્યાને કારણે વધતી સમસ્યા

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

પારસી કોમ અગ્નિ, પાણી અને માટી (ભૂમિ)ને પવિત્ર માને છે અટલે તેઓ મૃતદેહને અગ્નિદાહ આપવા, જમીનમાં દાટવા કે પાણીમાં પધરાવવાની વિરુદ્ધમાં છે. અમ કરવાથી અગ્નિ, પાણી અને ભૂમિનું અપમાન થાય એવું તેઓ માને છે. પારસીઓ ચેરિટી કરવામાં બહુ માને છે તેથી કોમની વ્યક્તિ મરી જાય ત્યારે અના મૃતદેહની પણ ચેરિટી કરી દેવી જોઇઅ એવી તેમનામાં માન્યતા છે. તેથી તેમણે મૃતદેહ ગીધ સમક્ષ મૂકી દેવાની પરંપરા માનવદેહ કુદરત તરફથી મળે છે અને તે કુદરતને જ પાછો સોંપી દેવો. પારસીઓની પરંપરા અનુસાર મૃતદેહને ડુંગરવાડી (ટાવર ઑફ સાયલન્સ)ની અંદરનો કૂવો, જેને 'દખ્મું' કહેવાય છે, તેના પર મૂકી દેવામાં આવે છે. તેની ફરતે પાળ પર ગીધ બેઠાં જ હોય અને કલાકની અંદર જ મૃતદેહને સંપૂર્ણપણે ફાડી ખાય. આમ, પારસી કોમ માટે ગીધ ખૂબ મહત્ત્વ ધરાવે છે, પણ હાલ ગીધની સંખ્યા નહીંવત થઈ જતાં તેઓ સૌ પરેશાન છે. ગીધની વસ્તીમાં ખૂબ ઘટાડો થયો હોવાનો અહેસાસ છેલ્લાં ૧૨-૧૫ વર્ષથી થઈ રહ્યા છે. હાઇવે ઉપર અકસ્માતથી મરણ પામતાં ઢોરોના મૃતદેહો રસ્તા પર દિવસો સુધી એમને એમ હાલતમાં પડેલા જોવા મળતા હોય છે. પહેલાં તો કોઈ ઢોર મરતું તો કલાકોમાં જ ગીધો એકઠાં થઇને એની જયાફત ઉડાવીને રસ્તો સાફ કરી નાખતા. એવી જ રીતે, ગામડાંઓની સીમમાં પણ ઢોરોની લાશોનો અગાઉ જેવી ઝડપે નિકાલ થતો નથી એના પરથી પણ ગીધની ગેરહાજરી મહેસૂસ થવા લાગી છે. સમડી અને કાગડા પણ ગીધની કેટેગરીનાં જ પક્ષી છે, પણ તેઓ ગીધ જેટલા સક્ષમ માંસભક્ષી નથી. ગીધ તેની તીક્ષ્ણ અને મજબૂત ચાંચ વડે મૃતદેહને જે તાકાતથી ચીરી નાખે છે એટલાં સમડી કે કાગડાં ચીરી શકતાં નથી.

ન્યુરોકેમિકલ્સ દરેક માનવીને ભિન્ન બનાવે છે

વિજ્ઞાન કહે છે કે માનવીના મગજમાંના રસાયણો જ તેને અમુક રીતે વર્તન કરવા પ્રેરે છે. આ ન્યુરોકેમિકલ્સની જુદી જુદી માત્રા માનવીને બીજા માનવીથી ભિન્ન બનાવે છે એવા એવા માણસો છે જેમને બીજાને સૂગ ચડે તેવાં કામો કરવામાં આનંદ આવે છે. એક નવું ગાંડપણ નીકળ્યું છે શરીર પર વધુને વધુ છૂંદણાં છૂંદાવવાનું અને શરીર પર વધુને વધુ કાણાં પાડીને તેના પર આભૂષણોનાં બોર, ઠળિયા અને કડીઓ લટકાવવાનું. તેમાં પણ ગિન્નેસ બુક ઓફ રેકોર્ડસમાં નામ નોંધાવવા માટે સ્પર્ધા જામે છે અને તે માટે ઘણા લોકો જાનના જોખમની પણ પરવા કરતા નથી. આમાંની એક છે બ્રિટનના ઍડીનબર્ગની કાળી મહિલા ઍલેઇન ડેવિડસન, ઍલેઇન દુનિયાની સૌથી વધુ છીદ્રોવાળી (મોસ્ટ પીઅર્સડ્ પર્સન) છે. ઍલેઇનના શરીર પર તો છીદ્રો અને છીદ્રો જ છે. એના દેહ ખૂણેખાંચરેનાં મળીને કુલ ૬૨૦ છીદ્રો હતાં અને એ વધુને વધુ કાણાં પડાવી રહી છે. ત્વચાના નિષ્ણાત ડૉક્ટરો ઍલેઇનને ચેતવણી આપી રહ્યા છે કે આ છીદ્રોને કારણે એના લોહીને ઝેરની અસર થઈ શકે છે અને એવું થયું પણ છે. ગયા વરસે લાનેલી નામના શહેરમાં લેસ્લી હોવેલ્સ નામના માણસે શરીર પર ૧૧૮ પીઅર્સિંગ કરાવ્યાં હતાં. ઍ પોતાના ધ્યેયમાં આગળ વધી રહ્યો હતો ત્યાં જ એને બ્લડ પોઇઝન થયું અને એ મરણ પામ્યો. ઍલેઇન કહે છે કે, 'શરીર પર સૂયા ભોંકાવવાનું મને હવે બંધારણ થઈ પડયું છે. તેનાથી મને નશો ચડે છે.'

સમૃધ્ધ દેશના બધા લોકો વિમાનમાં પ્રવાસ નથી કરતા

કેટલીક નાની નાની વિગતો પણ રસ જગાવતી હોય છે. વિજ્ઞાન કહે છે કે ડુક્કરનું સ્ખલન અરધો કલાક સુધી ચાલે છે. વિજ્ઞાન અમ કહે છે કે માણસ પચાસ વરસનો થાય ત્યાં સુધીમાં એ અજાણતા જ ૫૦૦ ગ્રામ જેટલાં જીવજીવાત અને કીડી મંકોડા આરોગી જતો હોય છે. જૈન ધર્મની વાતને આ નવી શોધથી પુષ્ટિ મળે છે. આપણે માનીઅ છીએ કે સમૃદ્ધ દેશોના દરેક લોકો વિમાનમાં પ્રવાસ કરતા હશે. પણ સર્વેમાં જાણવા મળ્યું કે ત્રણમાંથી બે બ્રિટિશરો ક્યારેય વિમાનમાં બેઠા હોતા નથી.

જામીન કોણ આપી શકે?

નાના-મોટા કોઈ પણ અપરાધમાં સંડોવાયેલી વ્યક્તિ ધરપકડ પછી પહેલું કામ જામીન મેળવવાનું કરે છે. પ્રશ્ન એ થાય કે જામીન કોણ મેળવી શકે? જામીન બનવા માટે કઈ શરતો છે? પોતે સ્થાનિક નાગરિક છે એ પુરવાર કરવા જામીન બનનારે રેશનકાર્ડ રજૂ કરવું પડે. ઉપરાંત રહેઠાણના પુરાવા રૂપે ભાડાની રસીદ, મેઇન્ટેનન્સ બિલ કે વીજળીનું બિલ. આવકના પુરાવા રૂપે પગારની સ્લીપ, વેપારીએ વેપારનું લાઇસન્સ રજૂ કરવું પડે. ઉપરાંત જામીનદારને પાસપોર્ટ સાઇઝનો ફોટો રજૂ કરવાનો. 

બધી સામગ્રી જજ સમક્ષ રજૂ થાય ત્યારે જરૂર પડયે જજ પોતે સવાલો પૂછીને હકીકતોનું ક્રોસ ચેકિંગ કરે. પાંચ હજાર સુધીના જામીન જજ પોતે આપી શકે. મુંબઈ જેવા મહાનગરમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ચોવીસ કલાક પછી જામીન મંજૂર કરે છે. ઊપલી અદાલતમાં આ બધા દસ્તાવેજો કોર્ટ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાના. રજિસ્ટ્રારને અ યોગ્ય લાગે તો જામીન મંજૂર કરવાની સત્તા ધરાવે છે. દાણચોરી, નાર્કોટિક્સ, વિદેશી હૂંડિયામણ જેવા કેસમાં લાખોના જામીનનો પ્રશ્ન હોય ત્યાં જામીનદારે બંગલો, ફલેટ જેવી સ્થાવર મિલકતના દસ્તાવેજ રજૂ કરવા પડે. અ પછી જામીનદાર નાસી જાય તો અ મિલકત જપ્ત કરવાનો હુકમ કોર્ટ આપે છે. શકમંદ ગુમ થઈ જાય / નાસી જાય ત્યારે જામીનદાર વ્યક્તિ કોર્ટમાં જઈને, હું અને ઓળખતો હતો, પરંતુ હાલ અ ક્યાં છે અની મને ખબર નથી અમ હીને જામીનની રકમ ચૂકવી દે એટલે એ છૂટો. કાયદાની આ છૂટને કારણે જ જામીન કૌભાંડ ફૂલ્યુંફાલ્યું છે. જામીન બનનાર વ્યક્તિ બહારગામની હોય તો એ જે નગર કે ગામની હોય ત્યાંના મામલતદાર પાસેથી સોલ્વન્સી સર્ટિફિકેટ મેળવીને રજૂ કરવું પડે.

* * *

વીજળીને વતાવીને પણ જીવતો રહેતો યુવાન

પવન અને વીજળી બંને મહાશક્તિ ખરી પણ એમની વચ્ચે એક મૂળભૂત ફરક છે. પવનની લહેરખી તમને આહલાદક અનુભવ કરાવી જાય છે ત્યારે વીજળીને અડવા જઇએ તો એ આપણને દૂર ફંગોળી દે. દેશી ભાષામાં કહીઅ તો વીજળીનું બધુ બહુ સારું પણ એને વતાવવા ન જવાય, નક્કર આપણું આવી બને. અલબત્ત, દુનિયાના દરેક વૈજ્ઞાનિક સિદ્ધાંતની જેમ વીજળીની બાબતમાં પણ કેટલાક વિસ્મયકારક અપવાદો પડયા છે. આવા અપવાદરૂપ લોકોને વીજળીનો શોક જ નથી લાગતો. અમેરિકાનો ઓસ્ટિન રિચર્ડસ નામનો યુવાન આવો જ એક અપવાદ છે. ઓસ્ટિન પાંચ વરસનો હતો ત્યારથી વીજળી સાથે રમતો આવ્યો છે. ભમરડા ફેરવવાની અને લખોટીથી રમવાની ઉમરે ઓસ્ટિન ઇલેક્ટ્રિસિટીથી રમતો હતો. બહુ નાની વયે જ એને વીજળીનો સંગાથ ગોઠી ગયો હતો. એ વારંવાર વીજળી સાથેની પોતાની દોસ્તીનું પ્રદર્શન જાહેરમાં કરે છે. છેલ્લે ઓસ્ટિને ઓગસ્ટ મહિનામાં જીવ સટોસટનો એક કરતબ દેખાડીને બધાને રાડ પડાવી દીધી હતી. એ કેલિફોર્નિયાના એક વેરહાઉસમાં બે જાયંટ કોઇલની વચ્ચે રૂઆબથી ઊભો રહી ગયો. અત્રે એ જાણી લેવું જરૂરી છે કે આવી એક જાયંટ કોઇલમાંથી ૨૦-૨૦ ફૂટ દૂર સુધી વીજળીના ઝબકારા ફેંકાતા હતા. વ્યવસાયે ભૌતિકશાસ્ત્રી ઓસ્ટિન રિચર્ડસે ધસમસતી વીજળીને ભેટવાની પોતાની રીતે તૈયારી કરી હતી. એણે ઘરે જ ગેલ્વનાઇઝડ સ્ટીલમાંથી એક સૂટ તૈયાર કર્યો અને માથા ઉપર પક્ષીનું પાંજરુ હેલ્મેટ તરીકે ગોઠવ્યું. પછી બન્ને કોઇલ વચ્ચે ઊભા રહીને એણે વીજળી પુરવઠો ચાલુ કરવાનું કહ્યું અને ઘડીના છઠ્ઠા ભાગમાં વીસ લાખ વોલ્ટ વીજળી લબકારા મારતી ઓસ્ટિનના શરીર તરફ ફેંકાઈ. છતાં ઓસ્ટિનને એની કોઈ અસર ન થઈ. ઓસ્ટિનનું એવું માનવું છે કે આવો કરતબ જો ચોકસાઇપૂર્વક કરવામાં આવે તો એ જરાય ખતરનાક પુરવાર નથી થતો.

* * *