Magazines

રશિયા યુક્રેન યુદ્ધનું મૂળ ક્યાં છે? .

By GS TEAM
9 Jun 20264 mins read
રશિયા યુક્રેન યુદ્ધનું મૂળ ક્યાં છે?                                         .


- કીવ નામ યુક્રેનના નેતા 'કી'ના નામ ઉપરથી પડયું છે

જ વાહરલાલ નહેરૂએ તેમના ડીસ્કવરી ઓફ ઇંડીયા નામક ગ્રંથનાં બીજાં પ્રકરણનું નામ જ 'બર્ડન ઑફ ધ પાસ્ટ' આપ્યું છે. આ સમજવા જેવી વાત છે, ભૂતકાળમાંથી પ્રેરણા લેવાને બદલે જ્યારે ભૂતકાળ મિથ્યાભિમાન તરફ દોરી જાય છે ત્યારે પતન ્અવશ્યંભાવિ બને છે. બસ, આવું જ યુક્રેન માટે કહી શકાય તેમ છે. યુક્રેનના નેતાઓ અને જનસામાન્ય ફ્રાંસના બર્બોન શાસકોની જેમ નવું સમજવા તૈયાર નથી. જૂનું ભૂલવા પણ તૈયાર નથી : આપણે રશિયા યુક્રેન વિષે આગળ જોઇએ તે પહેલાં તેમનો ઇતિહાસ પણ જોઇએ.

આ તબક્કે પૂરા પ્રાચીન કે પ્રાચીન ઇતિહાસ તરફ ન જતાં ૭મી સદીથી ઇતિહાસ જોઇએ. તે સમયે અત્યારે જે વિસ્તાર રશિયા (યુરોપીયન રશિયા) તરીકે ઓળખાય છે. ત્યાં જંગલો હતાં, ત્યાં સ્લેવોનિક પ્રજા વસતી હતી તે પ્રજા ઉપર ઉત્તરના વાઇકીંગ્સનાં આક્રમણો થતાં હતાં. ત્યારે તેમના એક નેતા 'કી'નાં નેતૃત્વ નીચે એક જૂથે ડોન અને નીપર નદીની વચ્ચે રહેલા ઉચ્ચ પ્રદેશમાં એક નગર સ્થાપ્યું, તેને વૃક્ષોનાં થડીયાંની દીવાલ રચી સુરક્ષિત બનાવ્યું અને તે નગરનું નામ પોતાના નેતા 'કી' ઉપરથી 'કીવ' રાખ્યું (૭મી સદી).

તેઓ બ્લેક સી દ્વારા ઇસ્ટર્ન રોમન એમ્પાયર (બીન્ઝનટાઈન એમ્પાયર)ના સંપર્કમાં હતા. વ્યાપાર મુખ્ય હેતુ હતો. તે સમયે ત્યાં પ્રસરેલો ઇસ્ટર્ન ઓર્થોડોક્સ ચર્ચનો ખ્રિસ્તી ધર્મ ૯૮૮માં સ્વીકાર્યો. તે પહેલાં તેઓ અનેક વિધ દેવો દેવીઓને પૂજતા હતા.

બીજી તરફ યુક્રેનની ઉત્તરે રહેલા સ્લાવ્ઝ ઉત્તરમાં આગળ વધ્યા. તે સ્લવોનિક જૂથ તેમના નેતા મીથીકલ રસ ઉપરથી રશિયન્સ કહેવાયા. તેઓ યુરોપીય રશિયાના લગભગ મધ્યમાં રહેલા ઉચ્ચ પ્રદેશમાં સ્થિર થયાં. ત્યાં ૧૧૪૭માં મોસ્કોની સ્થાપના કરી. (આ ઉચ્ચ પ્રદેશમાંથી પાંચ પાંચ નદીઓ નીકળે છે)

દક્ષિણે યુક્રેન બળવાન બન્યું તે છેક ઉત્તર સુધી પહોંચ્યું અને લેઇક ઇલ્માનના ઉત્તર નવો ગોરોડ (નવું નગર) સ્થાપ્યું. પછી પાછા ફરી ગયા. દરમિયાન, સ્લાવના જ અગ્રણીો અને સમગ્ર જૂથ રસ નામક નેતાનાં નામ પરથી પોતાને રશિયન્સ કહેવડાવવા લાગ્યા. તેમના રાજાઓ રૂરિકથી શરૂ કરી (૮૬૨-થી) ૧૦૫૪માં પાંચમાં રાજા યારોસ્લાવે ડયુકી ઑફ મોસ્કોવીની સત્તા છેક નીસ્ટર અને ડોનેત્સ સુધી પહોંચાડી કીવ પણ ઓલેના સમયમાં (૯૧૨)માં કબ્જે કર્યું ત્યારથી. રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ ચાલે છે. જો કે તેનું મૂળ તો યુક્રેને (આશરે) આઠમી સદીમાં જ છેક ઉત્તર સુધી પહોંચી ત્યાં લેઇક ઇલ્માનના તટે નોવો ગોરોડ (નવું શહેર) સ્થાપ્યું તેમાં છે.

યાદ રહે કે હજી મોસ્કો રચાયું ન હતું કે ડયુકી ઓફ મોસ્કોવી પણ સ્થપાઈ ન હતી. મોસ્કોતો છેક ૧૧૪૭ ઇ.સ. માં વિધિવત રચાયું. તે સમયે ત્યાં રશિયન્સની છાવણીઓ હતી. મોસ્કોની સ્થાપના સાથે ઝારડમ (ઝારશાહી) શરૂ થઈ. (ઝાર શબ્દ મૂળ સીઝર ઉપરથી આવ્યો છે કૈઝર શબ્દ પણ સીઝર ઉપરથી આવ્યો છે)

***

આપણું ટાઈમ મશીન સીધું વીસમી સદીમાં પહોંચી રહ્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. રશિયન આર્મીએ ભારે માર ખાધો તેનું કારણ ઝારીસ્ટ સરકાર તરફથી પૂરવઠો તો ઠીક પૂરતી શસ્ત્ર સામગ્રી પણ મળતી ન હતી પેટ્રોગ્રાડ, મોસ્કો વગેરે શહેરોમાં બ્રેડ પણ પૂરતી મળતી ન હતી. પ્રજામાં વિપ્લવ થયો, ઝારને સહકુટુમ્બ ઉરલ પર્વતમાળાનાં સર્વડોલસ્ક પાસેનાં એકાટીનબર્ગમાં નજર કેદમાં રખાયો. છેવટે નિકોલસ બીજાની સહકુટુમ્બ હત્યા કરાઈ તે અલગવાત છે.

ઓક્ટોબર ૧૯૧૭માં બોલ્શેવિક સરકાર રચાઈ. ત્યારે યુક્રેન ઉપર ઝારના જ સમયથી લોખંડી શાસન કરતા જનરલ ડેનીકેનને કોમરેડ લેનિનનાં રેડઆર્મીએ પ્રચંડ પરાજય આપ્યો. યુક્રેનને મુક્ત કર્યું. બાલ્ટિક સમુદ્ર પરનાં લિથુઆનિયા લેટબિયા અને ઈસ્ટોનિયા સ્વતંત્ર થયાં તે બધાં પછીથી રશિયન ફેડરેશનમાં જોડાયાં.

આ તરફ પશ્ચિમને રૂસો ફોબિયા કોરીખાતો હતો. તેને ઘેરવા ૧૯૪૯માં તે સમયના અમેરિકાના વિદેશમંત્રી ડેલેેસે, નાટો, સેન્ટો (મૂળ બગદાદ પેક્ટ) અને સીટો જૂથો રચ્યાં. નાટો ઇંગ્લેન્ડથી તુર્કી સુધી, સેન્ટો તૂર્કીથી પાકિસ્તાન સુધી અને સાઉથ ઈસ્ટ એશિયાના તે સમયનાં પૂર્વ પાકિસ્તાનથી જાપાન સુધીના દેશોને સીટોમાં જોડવામાં આવ્યા.

અમેરિકાના પ્રમુખ જો બાયડેન લિથુઆનિયા, લેટવિયા અને ઈસ્ટોનિયા અને નાટોમાં જોડી દીધાં. આમ બાલ્ટિક સી ઉપરનો તો રશિયાનું એકમાત્ર બારૂ પેટ્રો ગ્રાડ ખુલ્લું રહ્યું. બીજી તરફ જો યુક્રેન નાટોમાં જોડાય તે રશિયાના બેકયાર્ડમાં જ તેના જાની દુશ્મનોના અડ્ડા થઇ જાય. રશિયા ચલાવી જ ન લે, તે બંને વચ્ચે ૨૦૧૪માં મિન્ક્સ કરારો થયા હતા તે પ્રમાણે એક બીજાએ એકબીજાના વિરોધીઓ (દુશ્મનો) સાથે હાથ ન મિલાવવા છતાં ઝેલેન્સ્કી જે હાસ્ય કલાકાર હતો તે હજી પણ નાટો, નાટો જપી રહ્યો છે.

નાટો તેને મેમ્બર બનાવે તેમ નથી. કારણ કે મોટાભાગના કરારોમાં હોય છે તેમ નાટો કરારોમાં એક કલમ તે છે કે જો એક દેશ પર હુમલો થાય તો નાટો દેશોએ તેના બીજા સભ્ય દેશની સહાયે જવું તો રશિયાનાં ૫,૫૮૦ અણુટોચકાંળા મિસાઇલ્સ (૧૯૨૪ જાન્યુ. પ્રમાણે)નો સામનો કરવો પડે. જે કરવા કોઈ તૈયાર ન જ થાય.

ખરીવાત તે છે કે યુક્રેને જીદ્દ છોડી દેવી જોઇએ. રશિયન ભાષી વિસ્તારો જે રશિયા માગે છે તે આપી દેવા જોઇએ. તો જ યુક્રેન બચી શકે તેમ છે. ઝેલેન્સ્કીને મહામના ચાણક્યની વાત : 'સર્વનાશે તુ સમુત્પન્ને અર્ધં ત્યજતિ સ: પંડિત : (સર્વનાશ આવે ત્યારે અર્ધું થોડી પોતાને બચાવીએ તે ડાહ્યો)' સમજવાની જરૂર છે.

જુઓ શું થાય છે ? આશા રાખીએ ક બંને વચ્ચે સમજૂતી સધાય તો જ યુદ્ધ અટકે અને રશિયા અને યુક્રેનની જનતા શાંતિથી રહી શકે.

છેલ્લે મળતા અહેવાલો જણાવે છે કે ઝેલેન્સ્કીએ પુતિને પત્ર લખ્યો છે જેમાં યુદ્ધ વિરામ કરવા સાથે કોઈ તટસ્થ દેશમાં મંત્રણા યોજવા પુતિનને જણાવ્યું છે.

- દિનેશ દેસાઈ