Magazines

ગર્જંતા ચાલીસા : પ્રચંડ પચાસ .

By GS TEAM
6 Jan 20262 mins read
ગર્જંતા ચાલીસા : પ્રચંડ પચાસ                                      .

- 50 ડીગ્રી દક્ષિણ અક્ષાંશ વિસ્તારમાં તો માત્ર દક્ષિણ અમેરિકાના 'પાતળો'છેડો છે તેમજ ઓસ્ટ્રેલિયાનો તાસ્માનિયા ટાપુ અને ન્યૂઝીલેન્ડના દક્ષિણના ટાપુ સિવાય તેને કોઈ અવરોધ જ નથી. તેથી તે પવનો સુસવાટા મારતા પશ્ચિમથી પૂર્વ તરફ ધસે છે તેથી તો ભૂગોળશાસ્ત્રીઓએ 'ફ્યુરિયસ ફીફ્ટીઝ' તેવું નામ આપ્યું છે.

અ ત્યારે પવનના ભયંકર સુસવાટા ચાલે છે ત્યારે પૃથ્વી પર વહેતા પવનના પ્રવાહો વિષે જાણીએ.

આપણે જાણીએ જ છીએ કે, પૃથ્વી પશ્ચિમથી પૂર્વ કલાકના આશરે ૧૦૦૦ માઇલની ઝડપે ફરે છે તેથી તો ૨૪ કલાકનો દિવસ છે પૃથ્વીની સાથે તેનું વાતાવરણ પણ લગભગ તેટલી જ ઝડપે ફરતું હોય છે. ઉત્તર ગોળાર્ધમાં સૌથી વિશાળ ભૂભાગ રહેલો છે. તેથી પવનોના પ્રવાહો ઘડિયાળના કાંટા ઉંધી દિશામાં ડાબેથી જમણે ગોળાકાર ફરતા રહે છે. દક્ષિણ ગોળાર્ધમાં તેથી તદ્દન વિરૂદ્ધ જમણેથી ડાબે ચક્રાકાર ઘૂમે છે પરંતુ આપણે દક્ષિણ ગોળાર્ધમાં ૪૦ ડીગ્રી. અક્ષાંશ અને તેની આસપાસના પટ્ટામાં ઘૂમતા પવનના પ્રવાહોની વાત લઈએ તો તેમાં દક્ષિણ અમેરિકાનો કેટલોક ભાગ તથા દક્ષિણ આફ્રિકાના છેડાનો ભાગ તે પ્રવાહોના ઉત્તરના ભાગને સ્પર્શે છે તેમજ ઓસ્ટ્રેલિયાનો દક્ષિણનો ભાગ તેને અવરોધે છે આ સાથે તે પ્રચંડ ગતિએ વહેતા પવનોના ઘૂધવાટા શરૂ થાય છે તેથી પ્રવાહોના ગર્જંતા ચાલીસા (રોરિંગ- ફોર્ટિઝ) કહેવામાં આવ્યા છે.

હવે તેથી પણ દક્ષિણ ૫૦ ડીગ્રી દક્ષિણ અક્ષાંશ વિસ્તારમાં તો માત્ર દક્ષિણ અમેરિકાના 'પાતળો'છેડો છે તેમજ ઓસ્ટ્રેલિયાનો તાસ્માનિયા ટાપુ અને ન્યૂઝીલેન્ડના દક્ષિણના ટાપુ સિવાય તેને કોઈ અવરોધ જ નથી. તેથી તે પવનો સુસવાટા મારતા પશ્ચિમથી પૂર્વ તરફ ધસે છે તેથી તો ભૂગોળશાસ્ત્રીઓએ 'ફ્યુરિયસ ફીફ્ટીઝ' તેવું નામ આપ્યું છે. ભારતીય ભૂગોળશાસ્ત્રીઓ તેને 'ભયંકર પચાસ' કહે છે.

હવે લોહચુંબકની વાત લઈએ તો જેમ પૃથ્વીનું વાતાવરણ પૃથ્વીની સાથે ફરે છે તેમ અંદર રહેલો મેગ્મા પણ ફરે છે. એક ઘમ્મર વલોણું થાય છે તેમાં લોખંડ, નિકલ અને કોબાલ્ટ જેવી ભારે ધાતુઓ વચમાં આવી જાય છે. તેના કણોના પરસ્પરના સંઘર્ષથી ચુંબકત્વ ઉત્પન્ન થાય છે તેની 'રેખાઓ' એક છેડેથી નીકળી પૃથ્વી ફરતી ફરી ઉપરના છેડામાં સમાઈ જઈ ત્યાંથી તે અંદરમાંથી પસાર થઈ પાછી છેક નીચે સુધી જઈ ફરી પાછી ઉપર પહોંચે છે તેના ઉપરના છેડાને આપણે ઉત્તર ચુંબકીય ધુ્રવ કહીએ છીએ. દક્ષિણના છેડાને ચુંબકીય દક્ષિણ ધુ્રવ કહીએ છીએ. (પૃથ્વી અવકાશમાં (સ્પેસમાં) સૂર્યની ફરતી પ્રદક્ષિણા કરે છે. સ્પેસમાં ઉત્તર- દક્ષિણ જેવું હોતું નથી આપણે પૃથ્વીવાસીઓએ આપણી સમજણ માટે ઉત્તર દક્ષિણ તેવા નામ આપ્યા છે. આ સત્ય ખ્યાલમાં રાખીને આપણે ચુંબકીય 'રેખાઓ' વિષે કહેવામાં આવ્યું છે. આથી જ આપણી ચુંબકીય સોય ઉત્તર- દક્ષિણ દેખાય છે. ચુંબકીય ધુ્રવ અને પૃથ્વીના ધુ્રવો અલગ અલગ છે તે તદ્દન 'એકરૂપ' નથી તે પણ ખ્યાલમાં રાખવું જરૂરી છે.

- દિનેશ દેસાઈ