ક્રિકેટર ડોન બ્રેડમેનની મહાનતા .

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
ઍડીલેડના ક્રિકેટ સ્ટેડિયમમાં ડોન બ્રેડમેનના નામનું બ્રેડમેન સ્ટેડિયમ છે. ઇંગ્લેન્ડમાં એક ઉદ્યોગપતિ બ્રેડમેનની ફટકાબાજીથી અટલો ખુશ થઈ ગયેલો કે લીડ્ઝ શહેરની મેચમાં બ્રેડમેનને ૧૦૦૦ પાઉન્ડની નોટો પીચ પર દોડીને આપી આવેલો. ઘણી વખત બ્રેડમેને એકલાઅ જ એક દિવસમાં ૩૦૯ રન કર્યા છે. એક વખત ૧૯૩૦માં એણે પાંચ ટેસ્ટ મેચમાં ૯૭૪ રન કર્યા હતા. લીડ્ઝ ખાતેની ટેસ્ટમાં એણે રેકોર્ડ ૩૩૪ રન કર્યા હતા. ૧૯૨૯માં જ્યારે ઓસ્ટ્રેલિયા સહિત આખું જગત સખત આર્થિક મંદીમાં ફસાયેલું ત્યારે બ્રેડમેનની ઝમકદાર બેટિંગ જ ચળકતી હતી. એણે ૨૩૪ ફર્સ્ટ કલાસ મેચમાં ૨૮૦૬૭ રન કરીને ૯૫.૧૪ની સરેરાશ સાથે ૧૧૭ સેન્ચુરી ફટકારી હતી. દરેક ત્રણ ઇનિંગ્ઝે અની એક સેન્ચુરી દેખાતી હતી. ડોનાલ્ડ જ્યોર્જ બ્રેડમેન નોર્થસાઉથ ઓસ્ટ્રેેલિયાના કુટામુંદ્રા ગામે ૨૭ ઓગસ્ટ, ૧૯૦૮ના રોજ જન્મ્યા હતા. અ પછી સિડનીથી ૧૦૦ કિલોમીટર દૂરના બોવરાલ ગામે ઊછર્યા. ૧૭ વર્ષની ઉંમરે અક વખત એક ગૉલ્ફ બૉલને જોરથી ફટકારતા હતા ત્યારે ગામની ક્રિકેટ ટીમના સંચાલક એને જાઈ ગયા અને ક્રિકેટમાં પ્રવીણ થવા અને આમંત્રણ મળ્યું. ૧૮ વર્ષની ઉંમરે સિડનીમાં એ પ્રથમ મેચ રમ્યા ત્યારે ૧૧૦ રન કરીને રન આઉટ થયેલા. અને આઉટ કરવા તે જંગી પડકાર હતો. ડોનાલ્ડ બ્રેડમેન ઓસ્ટ્રેલિયાનો નેશનલ હીરો ગણાય છે. ઓલિમ્પિક્સ વખતે ગયે વર્ર્ષે એ સ્પેશિયલ મહેમાન બન્યા હતા અને મશાલ લઇને દોડયા હતા. બ્રેડમેને મરતાં પહેલાં અના પુત્ર જ્હોનને કહી રાખેલું કે મારા મૃતશરીર પર ફૂલો ચઢાવવાને બદલે તે ફૂલોના પૈસા એના નામના ફાઉન્ડેશનને દાન કરે.
રિફાઇન્ડ તેલ શા માટે ન ખાવું?
શરીરની ત્વચા સ્વચ્છ રહે અને અવયવો તેમ જ ગ્રંથિઓ તંદુરસ્ત રહે તે માટે ચરબીનો વપરાશ પણ કરવો જરૂરી છે, પરંતુ કમનસીબે શરીર આ બાબતમાં ખૂબ વેદિયું છે. તેને દરેક પ્રકારની ચરબી પ્રત્યે એકસરખો લગાવ નથી. સેચ્યુરેટેડ ચરબી કે જેના કાર્બનમાં મોટી માત્રામાં હાઇડ્રોજન હોય છે. તે શરીરની ઊર્જા તરીકે યોગ્ય ગણાય છે. પણ તેની શરીરને જરૂર નથી. કાર્બનમાં અનસેચ્યુરેટેડ ફેટ્સ પણ હોય છે જે કાર્બનને શરીરની ઊર્જા માટે સક્રિય કરે છે. આથી ખોરાક નક્કી કરતી વેળાએ એ ખાસ જરૂરી છે કે આ બંને પ્રકારના ફેટ્ટી એસિડ તમને પૂરતી માત્રામાં મળી રહે તેને લિનોલેઇક અને લિનોલેનિક એસિડ કહે છે. આ બંને પ્રકારનાં એસિડ અળસીનાં તેલ જેવાં કેટલાક અનરિફાઇન્ડ તેલમાંથી મળી રહે છે. આ સિવાયની અન્ય પ્રકારની ચરબી શરીર પોતાની રીતે પોતાની પાસેની ચરબીને રિ-અરેન્જ કરીને મેળવી લે છે. આથી શક્ય હોય તો વધુપડતું રિફાઇન્ડ તેલ ન ખાવું પરંતુ અળસી અને સોયાબીન વગેરેનું અનરિફાઇન્ડ તેલ પસંદ કરવું, કારણ કે હાઇડ્રોજનેશન કે બ્લિચિંગ જેવી ઓઇલમિલની પ્રક્રિયામાં તંદુરસ્ત તેલ પણ નુકસાનકારક સ્વરૂપ ધારણ કરી લે છે. ઓઇલમિલની પ્રોસેસમાં તેમનું રાસાયણિક બંધારણ બદલાઈ જાય છે. જે માનવશરીર માટે પણ નુકસાનકારક છે. આથી કદાચ લોકો ન માને પણ દેશી ધાણીનું તેલ વધુ ગુણકારી છે.
રાજાઓની રાજવી વાતો
ટીપુ સુલતાને ફ્રેન્ચ લશ્કરી ટ્રેઇનરો રાખીને ત્રીસ વરસ સુધી અંગ્રેજો સામે ઝીંક ઝીલી હતી. ટીપુએ લૂઇ સોળમાના દરબારમાં ૧૭૮૮માં ત્રણ પ્રતિનિધિઓ મોકલ્યા હતા. તેઓ પાછા ફર્યા ત્યારે કોફી સરવિસ માટે લૂઈ સોળમા તરફથી એક સુંદર સેટ લઇને આવ્યા હતા. ટીપુએ પોતાના મહેલની બાંધણી અને ફર્નિચર માટે ફ્રેન્ચ કારીગરો રોક્યા હતા. રાજાઓ અ દિવસોમાં ઍવિયાનનું પાણી પીતા, જે હજી પોપ્યુલર બ્રાન્ડ છે. બોરદોનો વાઇન પીતા જે હજી જગમશહૂર છે. ભવ્ય લીમોઝીન ગાડીઓમાં પ્રવાસ કરતા. યુરોપની પોલો અને ગોલ્ફ જેવી રમતો રમતા. લંડન અને પેરિસની બજારોમાં અમના માણસોને મોકલીને ખરીદીઓ કરતા. ઇન્દોરના માણિકબાગ પેલેસના શણગાર માટે દુનિયાના શ્રેષ્ઠ ડિઝાઇનરો અને આર્કિટેક્ટ્સને રોકવામાં આવ્યા હતા. તેમાં અર્વાચીન ફર્નિચર પણ વસાવવામાં આવ્યું હતું. મે, ૧૯૩૦માં યશવંતરાય હોલકર ગાદી પર આવ્યા ત્યારે બ્રિટિશ આર્કિટેક્ટ પેલેસનું બાંધકામ કરી રહ્યા હતા, તે અટકાવીને એ કાર્ય બર્લિનના ડિઝાઇનર ઇકાર્ટ મુથેસિયસને સોંપાયું હતું. મુથેસિયસે મહારાજાને અર્વાચીન કળા પ્રત્યે અભિમુખ કર્યા હતા. મહારાજાના બેડરૂમ માટે સ્ટીલનો બેડ રૂહલમાન નામક જગપ્રસિદ્ધ ડિઝાઇનરે તૈયાર કર્યો હતો. અત્યારે તે ખાસ નવીન ન લાગે, પણ તે વખતે તે ઍક્સક્લુઝિવ ગણાતો હતો. ઇન્દોરના રાજવી માટે ચિત્તાના ચામડાથી મઢેલી આરામખુરશી ૧૯૨૮માં લ કોર્બુઇઝરે તૈયાર કરી હતી. કારપેટ્સ દા સિલ્વા બુ્રહન્સે તૈયાર કરી હતી, અને રાતા ચાંમડાની બે ચેર બર્લિનમાં બની હતી. તેમા હાથ ટેકવવાના આર્મ-રેસ્ટ પર એક ઍશટ્રે અને
ઇલેક્ટ્રિક સ્વિચ ગોઠવવામાં આવ્યાં હતાં. મહારાણીનું ડ્રેસિંગ ટેબલ સ્પોગનોટ ઍન્ડ ઍલિક્સ દ્વારા તૈયાર થયું હતું. ચાર્લોટ પેરીઆન્ડ, પ્રેઝલ, હેલેન હેન્રી ઍન્ડ રોડીઅર, લ કોર્બુઇઝરનું ફર્નિચર વગેરે કલાકૃતિઓનું ૧૯૮૦માં સોથબીઅ લિલામ કરી નાખ્યું અને ભવ્ય કલાકૃતિઓ પાણીના મૂલે વેચાઈ ગઈ હતી.
ચોર માટેની નોટીસનો પડોશીઓ દ્વારા વિરોધ
આર્જેન્ટિના જોસ હર્નરે પોતાના ઘરમાં ચોરી થતી અટકાવવા દરવાજા પર ચોરમહાશયો માટે અવી ચેતવણી લખી છે કે મારા ઘરે પહેલા ત્રણ વાર ચોરી થઈ ચૂકી છે. અને હવે ચોરી કરવાલાયક કોઈ જ સામાન મારા ઘરમાં વધ્યો નથી. માટે તમે તમારા સમયનો વ્યય મહેરબાની કરીને ન કરો. જોસની તો મુસીબતો અટકી ગઈ છે, પરંતુ તેના પડોશીઓઅ આ વાતનો ઉગ્ર વિરોધ કર્યો છે. કારણ કે જોસે આ નોટિસ લગાડી ત્યાર પછીના સપ્તાહમાં બધા જ પડોશીઓને ત્યાં ચોરી થઈ હતી.
*ગુરુ, સૂર્ય, ચંદ્ર... ને કેટલી પત્નીઓ હતી?*
ગુરુને બે પત્નીઓ હતી, શુભા અને તારા. ગણપતિ અથવા ગણેશની બે પત્નીઓનાં નામ પ્રસિદ્ધ છે, પણ અ વિષે થોડું મતાંતર છે. અક સૂત્રમાં બે પત્નીઓનાં નામો આપ્યાં છે : સિદ્ધિ અને બુદ્ધિ! બીજામાં નામો છે : રિદ્ધિ અને સિદ્ધિ. ચંદ્ર અથવા સોમને સત્તાવીસ સ્ત્રીઓ હતી. એ સત્તાવીસમાંથી કેટલીક સ્ત્રીઓનાં નામો : જ્યેષ્ઠા, આશ્લેષા, આર્ર્દ્રા, અનુરાધા. અગ્નિને બે પત્નીઓ છે, સ્વાહા અને સ્વધા. અગ્નિના જમણા ખોળામાં સ્વાહા બેસે છે, અને ડાબા ખોળામાં સ્વધાનું સ્થાન છે. સૂર્યને પણ બે પત્નીઓ છે અને એક પત્નીનું નામ છાયા છે. પણ સૂર્યવંશી રાજા શર્યાતિ સૂર્યથી પણ બહુ આગળ નીકળી ગયો હતો, અને ચાર હજાર સ્ત્રીઓ હતી. આ બધી જ માહિતી પૌરાણિક કથાકોશમાં છે.








