Magazines

બીજું વિશ્વ યુદ્ધ : જેણે વિશ્વનો નકશો બદલી નાખ્યો

By GS TEAM
2 Jun 20265 mins read
બીજું વિશ્વ યુદ્ધ : જેણે વિશ્વનો નકશો બદલી નાખ્યો

- ઇતિહાસકાર ઇ.લિપ્સને લખ્યું છે કે યુદ્ધ માટે સૌથી વધુ જવાબદાર નેતાઓ અને જનતાનું માઇન્ડ સેટ છે

વિ શ્વ જ્યારે ત્રીજા વિશ્વયુદ્ધની કગાર પર આવ્યું છે ત્યારે આપણે બીજા વિશ્વયુદ્ધના કારણો જોઇએ

પ્રથમ વિશ્વયુદ્ધ પછી માત્ર બે જ દાયકામાં આવી પડેલાં દ્વિતીય યુદ્ધને લીધે વિશ્વમાં સૌથી વધુ વ્યાપક સંસ્થાનો ધરાવતાં બ્રિટન, અને ફ્રાંસ પહેલાં થાકી ગયાં હતાં કે તેઓ તેમનાં સંસ્થાનો સાચવી શકે તેમ જ ન હતાં. ઇન્ડોનેશિયામાં શાસ્ત્રોમિજોયો સુકર્ણોનાં નેતૃત્વ નીચે ઇન્ડોનેશિયન્સે ડચને ફગાવી દીધા. આવાં પરિવર્તનો લાવનાર દ્વિતીય વિશ્વ યુદ્ધ વિષે જોઇએ જેનો દુનિયાનો નકશો બદલી નાખ્યો.

***

૧૧-૧૧-૧૯૧૮ના દિવસે વાર્સાઇલ્સમાં શાંતિ સમજૂતી વિધિવત્ સંપન્ન થઈ. ત્યારે ફ્રાંસના જનરલ ફોશે કહ્યું : ધીમ ઇઝ નો પીસ જસ્ટ એ ટ્રુસ બીપ્રીપેડ ફોર ધી સેકન્ડ વર્લ્ડ વૉર (મા શાંતિ નથી માત્ર યુદ્ધ વિરામ જ છે આવત બે જ દશકમાં વિશ્વયુદ્ધ માટે તૈયાર રહો) ઇતિહાસકારો લખે છે નો વ્હેર ઇન હીસ્ટ્રી ધ વર્ડઝ પ્રૂવ્ડ સો પ્રોફેટિક અનફર્ચ્યુનેટલી.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન પ્રજાએ નેવલ બ્લોકેડે ને લીધે ઊભી થતી તમામ મુશ્કેલીઓ સહન કરી હતી.કારણ કે જર્મનો તે જ મિથ્યા આશામાં દિવસો વીતાવતા હતા કે હવે તો વિજય હાથવેંતમાં છે. મુશ્કેલી સહન કરવા તૈયાર હતા. પરંતુ પરિસ્થિતિ અચાનક પલટાઈ ગઈ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જ અમેરિકાની એન્ટ્રી થતાં પરાજય નિશ્ચિત બન્યો. જર્મની પરાજિત થયું. પરંતુ વાર્સાઇલ્સની સંધિ સમયે ફ્રાંસના વડાપ્રધાન મોન્શ્યોર ક્લેબેન્શોએ જર્મન પ્રતિનિધિઓ સાથે જે દુર્વ્યવહાર કર્યો તેથી જર્મન પ્રતિનિધિઓ સમસમી ગયા. જર્મનીમાં પણ વર્તમાન પત્રો દ્વારા જર્મનોએ તે વાંચ્યું તેથી તેઓ તો સળગી ઉઠયા. એક તો ક્લેમન્શોએ જર્મન પ્રતિનિધિઓને બહાર બેસાડી રાખી કેટલોયે સમય તપાવયા પછી સંધિ કરાર સમયે પણ તેમની સાથે તોછડું વર્તમન કરાયું. જર્મન પ્રતિનિધિઓ ત્યારથી જ મનમાં વળ ખાઈ ગયા હતા.

બીજી તરફ રશિયા સાથે બ્રેસ્ટ લિટાવસ્કની સંધી પછી રશિયા પહોંચેલા જર્મન સૈનિકો પાછા ફર્યા ત્યારે તેઓ ત્યાંથી સામ્યવાદના સિદ્ધાંતો પણ લેતા આવ્યા હતા. આ સત્ય જર્મનીના જનરલ લ્યુડન ડોર્ફે કબુલ્યું હતું. (લ્યુડન ડોર્ફે જ સ્વિત્ઝર્લેન્ડમાં દેશવટો ભોગવતા કોમરેડ લેનિનને રશિયા પહોંચાડવામાં પૂરી સહાય કરી હતી)

    

મૂળ વાત ઉપર આવીએ : ૧૯૨૯માં આર્જેન્ટીનામાં રૂપાની ખાણો શરૂ થઇ : તેનાં પમ્પાઝમાં ઘઉંનું અઢળક ઉત્પાદન શરૂ થયું. એચ.જી.વેલ્સે લખ્યું છે. ધી વર્ડ થુ્રઆઉટ ધી વર્લ્ડ રેંગ 'ક્રાઈસીસ' (વિશ્વભરમાં શબ્દો ગાજી ઉઠયાં કટોકટી) વિશ્વ ભયંકર આર્થિક મંદિમાં સપડાયું. જ્મનીનાં ચલણ ડયુશમાર્કની કોઈ કિંમત જ ન રહી. જર્મની તેમજ તેની સાથે પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાયેલાં ઓસ્ટ્રેયામાં ભૂખમરો વ્યાપી રહ્યો. એડોલ્ફ હીટલરના ઉદયનું તે કારણ બની રહ્યો. બેકારી વ્યાપક હતી. બેકાર યુવાનો તેની તેજાબી જુબાનથી આકર્ષાયા તેનાં અનુયાયી બની રહ્યા.

શેતાનને પણ શરમાવે તેવો એડોલ્ફ હીટલર મૂળ તો ઓસ્ટ્રિયાનો વતની હતો. તેને તો ચિત્રકાર થયું હતું. પરંતુ તેનાં ચિત્રો વિયેનાની ચિત્રશાળાએ અસ્વીકાર્ય કહ્યાં. તેનો અભ્યાસ પણ અપૂર્ણ હતો. ગ્રામર તો સાવ કાચું હતું. પરંતુ જુબાન તેજાબી હતી. એવું ન હતું કે તે બુદ્ધિહીન હતો. તે જર્મન મહાપ્રજાની સ્થિતિ સહી શકે તેમ ન હતો. પરંતુ તે અસામાન્ય મેઘા અને તેટલું જ અસામાન્ય વિકૃતમાનસ ધરાવતો હતો. તેણે માર્શલ લ્યુડનડાર્ફેની સાથે રહી. નેશનલ સોશ્યાલિસ્ટ પાર્ટી (નાઝી)ની સ્થાપના કરી. તે સામ્યવાદીઓનો કટ્ટર દુશ્મન હતો અને જર્મનીની આ સ્થિતિ માટે તે યહૂદીઓને જ જવાબદાર ગણતો હતો. સાથે જર્મન પ્રજાના આર્યવંશનો તેને ગર્વ હતો. તેથી તો તેણે 'સ્વસ્તિક'નું ચિન્હ પસંદ કર્યું. પોતાના કોટની જમણી બાંય ઉપર સ્વસ્તિક ચિન્હનો પટ્ટો લગાડયો તેના અનુયાયીઓને પણ સ્વસ્તિક ચિન્હનો પટ્ટો પહેરવા આદેશ આપ્યો.

ત્યારે માર્શલ હીન્ડનબર્ગ ૮૧ વર્ષના થયા હતા. આ વૃદ્ધ સેનાપતિને હીટલરની વાતો પસંદ ન હતી છતાં બહુમતીના જોરે તે જર્મનીનો વડાપ્રધાન ચાર્ન્સલર બન્યો. હીન્ડનવર્ગનાં નિધન પછી પ્રમુખ (દર ક્યુટર) બન્યો. તેની તેજાબી જબાન યુવાનોને ખેંચતી ગઈ.પ્રો. રોબર્ટ ઓ પેક્ષારના આ સાથે વધુમાં લખે છે કે : તેણે પહેલું કામ, જર્મનીને અમુકથી (૧લાખથી) વધુ સેના નહીં રાખવાની જે કલમ વાર્સાઇચાઇલ્સમાં હતી તે 

ફગાવી દીધી. જર્મનીની મીલટરી સ્ટેટ બનાવી દીધું. રહાનલેન્ડ જે ડીમીલીટરાઇઝડ રાખવાની હતી. ની ઉપર માર્ચ ૧૯૩૬માં કબ્જો જમાવ્યો. કોલસા અને લોખંડ ભરેલો સાર પ્રદેશ ફ્રાંસ અને બેલ્જિયમે 'બાના' તરીકે કબ્જામાં રાખ્યો હતો તે પણ ૧૯૩૭માં કબ્જે કર્યો. જર્મની અને ઝેકોસ્લોવાકિયાને જુદી પાડતી સુડેટન પર્વતમાળામાં રહેતા જર્મનો ઉપર અત્યાાચરો થાય છે તેમ કહી તે પર્વતમાળા લઇ લીધી પછી સમગ્ર ઝેકોસ્લોવાકિયામાંથી ઝેક પ્રદેશ લઇ લીધો. પછી કહ્યું કે મારે હવે યુરોપમાં કોઈ વિસ્તાર કરવાનો નથી. હવે રહી રહીને બ્રિટન, ફ્રાંસ, બેલ્જિયમ જાગ્યાં પરંતુ ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. જર્મની અત્યંત બળવત્ત બની રહ્યું હતું. છેવટે ૨૯ માર્ચ, ૧૯૩૮માં મ્યુનિસ પેક્ટ થયા. ત્યારે હીટલરની સાથે, ઇટાલીનીનો મુસોલિની પણ હતો. તેમની અને બ્રિટન ફ્રાંસ અને બેલ્જિયમ વચ્ચે કરારો થયા તેમાં હીટલરે હવે વધુ પ્રદેશો કબ્જે નહીં કરવા કબુલ્યું : કરારો પછી બ્રિટિશ વડા પ્રધાન ચેમ્બરલેન લંડન પાછા આવ્યા. ત્યારે કહ્યું 'આઈ હેવ બ્રોટ યુ ઑનર એન્ડ પીસ.' ત્યારે મિનિસ્ટર ફોર એડમિરાલ્ટ નૌકા વિભાગ) પદે રહેવા વિન્સેન ચર્ચિલે કહ્યું : 'ઑનર વી હેવ ઓલરેડી લોસ્ટ : ડોન્ટ થિંક ઓફ પીસ : બી પ્રીમેડ ફોર વૉર'.

ચર્ચિલના આ શબ્દો સાચા ઠર્યા. ૧લીસપ્ટેમ્બર ૧૯૩૯ના દિવસે ડાન્ઝીગ કોરિડોરના નામે હીટલરે પોલેન્ડ પર આક્રમણ કર્યું. મે ૧૦ ૧૯૪૦ના દિને ફ્રાંસનું પતન થયું. મે ૩૦, ૧૯૪૦ના દિવસે ડન્કર્ક ઉપરથી પણ બ્રિટિશરો ઉચાળા ભરી ગયા. સાથે બેટલ ઓફ બ્રિટન શરૂ થયું. જર્મનીએ પહેલાં ચેમ્બરલેઇન છત્રી સતત હાથમાં રાખતા હતા. તેવી છત્રી લંડન ઉપર ઉતારી પછી પ્રચંડ બોમ્બ વર્ષા ચાલુ કરી.

દરમિયાન, બ્રિટનમાં રેડાર શોધાયું જેથી વિમાન ચાલતાં ખબર પડે. તેથી થોડી રાહત રહી. જૂન ૨૨, ૧૯૪૧ના દિને ૧,૫૦૦ માઇલની ફ્રન્ટિયર ઉપર ૩ લાખનું જર્મન સૈન્ય સોવિયેત રશિયા પર ઉતર્યું સ્ટાલીન તૈયાર જ હતા. લેનિગ્રાડ, મોસ્કો, અને સ્ટાલિન ગ્રાડે અસામાન્ય બચાવ કર્યો. તેટલું જ નહીં પરંતુ જન. ઝૂકોવે વળતો હુમલો શરૂ કર્યો.

ડીસેમ્બર ૪૧ યુદ્ધનું પરિવર્તન બંદુ બની રહ્યું. '૪૧માં જાપાન જર્મની ઇટાલી સાથે જોડાયું હતું. તેમણે ધરી રચી હતી. (૭ ડીસે.) જાપાને પર્લહાર્બર પર હુમલો કર્યો. અમેરિકા સીધી રીતે યુદ્ધમાં જોડાયું.

આફ્રિકામાં જનરલ ઇર્વીન રોયેલે ઇટાલીની સહાય કરી પરંતુ ડીપ્રેશન ઓફ કતારા પાસે બ્રિટિશ ઇંડીયાનાં આર્મીના બે કર્નલ ઐય્યુબખાન અને કર્નલ જયંત નાથ ચૌધરીએ રોમેલની કૂચ અટકાવી. ટેન્ક યુદ્ધમાં ૧૧૫ ટેન્કોનો ખૂર્દો થયો.

જુલાઈ '૪૩માં એલાઇઝ ઇટાલીમાં ઉતર્યા. મુસોલિની અને પત્ની રોમથી નાસી જતાં મિલાન પાસે તેના લોકોએ જ ઠાર માર્યા. તેમને ઊંધે માથે લટકાવ્યાં. બ્રિટિશ ઇંડીયાના ડૉંગરા અને ગુરખા રેજીમેન્ટે તેમના શબ ઉતારી અંતિમ સંસ્કાર કરાવ્યા. જૂન ૬ ૧૯૪૪ના દિને એલાઇઝ નોર્મેન્ડીના બીચ ઉપર ઉતર્યા તે દિવસ ઘ-ડીડે કહેવાયો. એલાઇઝ અને રશિયન પશ્ચિમ પૂર્વમાંથી આગળ વધ્યા. એપ્રિલ ૩૦, ૪૫ના દિને હીટલરે ઇવાબ્રાઉન સાથે આત્મહત્યા કરી. ૮મેએ જર્મન આર્મીએ શરણાગતિ લીધી.

પૂર્વમાં ૬ ઓગસ્ટ ૪૫, અને ૯ ઓગસ્ટ ૪૫ના દિને હીરોશિમા, નાગાસાકી ઉપર એટમબોમ્બ પડયાં. ૧૧ ઓગસ્ટે મીસુરી ઉપર જાપાને શરણાગતિ લીધી. બીજું વિશ્વયુદ્ધ પુરૂં થયું.

- દિનેશ દેસાઈ