शकुन्यादिचतुष्कं तु रवेर्मलमुदाहृतम् । तदूर्ध्वं क्रमते भानोर्माक्षः स्तु मलिम्लुचः ॥

જે મહિનામાં સુર્યનું રાશિ સંક્રમણ ન થાય તે મહિનાને અધિક માસ કહેવાય છે. અધિક મહિનાને 'મળમાસ' પણ કહેવાય છે.
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે :
।शकुन्यादिचतुष्कं तु रवेर्मलमुदाहृतम् ।
तदूर्ध्वं क्रमते भानोर्माक्षः स्तु मलिम्लुचः ॥
શકુનિ, ચતુષ્પદ, નાગ અને કિંસ્તુધ્ન એ ચાર કરણો રવિનો મળ ગણાય છે. તે કરણોમાં જે સંક્રાંતિ શરુ થાય છે, તે સંક્રાંતિનો સમય 'મળમાસ' કહેવાય છે.
અધિકમાસનું વિશેષ ફળ : પ્રાચીન આચાર્યોએએ પોતાના અનુભવથી લખ્યું છે કે જ્યારે ચંદ્ર સુર્યના મંડળમાં હોય ત્યારે જો સુર્ય રાશિ સંક્રમણ કરે ત્યારે તે યજ્ઞાના ઉત્સવ વગેરેનો નાશ કરે છે માટે તેમાં શુભ કર્મો ન કરવા અને આથી તેમાં ઈશ્વર આરાઘન, પવિત્ર નદિઓમાં સ્નાન, જપ, શાસ્ત્રનું શ્રવણ કરવું, દાન આપવા પરંતુ નકામો સમય જવા દેવો નહિ.
મૂળ : પૂર્વ નૈમિષારણ્યમાં યજ્ઞા કરવાની ઈચ્છાથી અસિત, દેવલ, અંગિરા અગસ્ત્ય, ભૃગુ, વામદેવ વગેરે ઋષિઓ એકત્રિત થયા હતા અને યજ્ઞા કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા તે વખતે સુતપુરાણીજી પણ તીર્થયાત્રા કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા હતા. બધા ઋષિયોએ તેમને કથા સંભળાવવા વિનંતિ કરવા લાગ્યા. હે મહાભાગ ! આ સંસારમાં હજારો સાધનો સાંભળવા લાયક છે, તેમાં જે સાધન વધારે કલ્યાણકારી અતિશય નાનું સારરુપ, શુભદાયક તથા સંસારસમુદ્રમાં ડુબતા મનુષ્યોને પાર પહોંચાડનારુ, તમારા મનમાં નક્કી કર્યું હોય તે અમને કહો. અજ્ઞાાનરુપ અંધકારને લીધે આંધળા બનેલા લોકોને (જ્ઞાાન રુપ) નેત્ર આપવામાં તત્પર રહેતા હે સુત ! સંસાર રુપ રોગને મટાડવામાં રસાયણ સમાન શ્રી હરિની લીલારુપ રસથી યુક્ત અને પરમાનંદ મોક્ષપદનું કારણ જે કોઈ કથાસાર હોય તે અમને કહો
સુતજી વિનયપુર્વક કહ્યું ! હે મુનિઓ સાંભળો - એક વખત નારદજી નરનારાયણનાં આશ્રમમાં ગયા અને પ્રાર્થના કરી - હે પ્રભુ ! કલયુગમાં મોક્ષ પ્રાપ્તિનો રસ્તો બતાવો. કલયુગમાં એ બધા પ્રાણિઓ વિષયાસકત મનવાળા તથા અંધકારમાં ભટકવાવાળા છે.
નારાયણ ઋષિએ જગતને પાવન કરનારી પવિત્ર કથા કહેવાની શરુઆત કરી - જે પ્રાણી ભગવાન પુરુષોત્તમ નારાયણની પવિત્ર લીલાનું શ્રવણ કરે છે તે કલયુગમાં પણ મોક્ષ પામે છે. એટલે બધા ઋષિઓએ ભગવાન પુરુષોત્તમની લીલાની કથા અધિકમાસમાં સાંભળી તે સમયથી આ મહિના પુરુષોત્તમમાસ તરીકે ઓળખાય છે.
આ મહિનામાં સુર્યનો સંક્રમણ કોઈપણ રાશિમાં નહી હોવાના લીધે લોકો આ મહિનાને અપવિત્ર બિનઉપયોગી ગણવા. લાગ્યા, તેથી દુ:ખી અધિકમાસ મનુષ્યરુપ ધારણ કરી ભગવાન વિષ્ણુને મળવા વૈકુંઠમાં ગયા અને રડતા રડતા વિનય કરવા લાગ્યા :-
અધિકમાસ ખુબ હ્ય્દયપુર્વક ભગવાનની પ્રાર્થના કરી પોતાનું દુ:ખ અને અપમાનની વાત કરી. ભક્ત વત્સલ ભગવાન વિષ્ણુ એમને શ્રી કૃષ્ણનાં દર્શનના આશીર્વાદ આપી એને ગૌલોકમાં લઈ ગયા જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ એમને આશીર્વાદ આપી વરદાન આપ્યા :
શ્નેિં્।ડરુ હ્રપ્ િં્ષ્છ ।્દ્બલ્ખ્તદ્વ પ્ખ્તેં।ઢલ્ીગ્હ્રશ્ર ળ
પ્ર્ગ્દણખ્ત ગ્।શ્ન્વ્દ્વરૂડ્ઢદૃ: ક્ઢખ્ખ્તત્હ્રશ્ર ૃૈશ્નઝ: ળળ
ગૌલોક શું છે ? ગૌલોક અજ્ઞાાનરુપ અંધકારનો નાશ કરનાર છે. જ્ઞાાન માર્ગને પ્રકાશિત કરવામાં દિવા સમાન છે, સ્વેચ્છામય એવા પરમાત્માની જ એ મહાઉગ્ર જ્યોતિ છે, જ્યોતિની અન્દર તે પ્રકાશે છે. ત્રણે લોક કરતા સુન્દર છે. પરબ્રહ્મ જેમ કાયમ રહેનાર છે, તેમ ત્રણે લોકની ઉપર જ રહેનારો એ ગૌલોક પણ શાશ્વત સનાતન કાયમ રહેનાર છે. તે સર્વ કરતા શ્રેષ્ઠ છે. યોગીઓ પણ તેને સ્વપ્નમાં એ જોઈ શકતા નથી, માત્ર વૈષ્ણવોજ ત્યાં જઈ શકે છે. પરમેશ્વર તેને (યોગબળથી અધ્ધર) ધારણ કરી રાખેલો છે. એમ તે અંતરિક્ષમાં રહ્યો છે, સર્વ કરતાં ઉત્તમ છે. ત્યાં મનનું કે શરીરનું દુ:ખ, ઘડપણ, મરણ, શોક કે ભય નથી અને ઉત્તમ રત્નોથી શણગારેલા અસંખ્ય મહેલોથી તે ચોપાસ શોભી રહ્યો છે.
ગૌલોકની વચ્ચે ઘણી સુમનોહર જ્યોતિ છે, એ પરમ હર્ષજનક તથા નિરંતર ઉત્તમ આનંદનું કારણ છે. એ જ્યોતિની અંદર શ્રી કૃષ્ણ વિરાજે છે. એ પરમાત્મા સ્વરૂપ શ્રી કૃષ્ણનું વૈષ્ણવો ધ્યાન કર્યા કરે છે.
ભગવાન શ્રી પુરુષોત્તમ કૃષ્ણે કહ્યું - આ મળમાસને હું મારા જેવો સર્વોપરી કરીશ હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, છ ઐશ્વર્યો, પરાક્રમો, ભક્તોને વરદાન આપવું અને બીજા જે જે ગુણોથી લોકમાં પુરુષોત્તમ તરીકે પ્રખ્યાત થયો છું. તે સર્વ ગુણોને મે મળમાસને અર્પણ કર્યા છે. મારામાં જે જે ગુણો રહ્યા છે તે તે બધા આનામાં પણ પ્રાપ્ત થાઓ તેમ જ લોકમાં તથા વેદમાં મારુ પુરુષોત્તમ એવું નામ પ્રસિદ્ધ છે તે પણ હું આને આપુ છું અને આજથી આના સ્વામી પણ હું જ થયો છું. આ પુરુષોત્તમ નામથી આખુ જગત પ્રસિદ્ધ થશે અને મારી સમાનતા પામી આ મહિનો બીજા બધા મહિનાઓનો અધિપતિ થશે. આની પુજા કરનારા સર્વ લોકોના દારિદ્રતાનો આ નાશ કરનાર થશે. સર્વ લોકોને આ મોક્ષ અપાવનાર થશે અને આને હું મારા જેવો જ કરુ છું. જે મનુષ્ય કામના રહિત અથવા સર્વ કામનાઓથી યુક્ત થઈને પણ આ અધિક માસનું પુજન કરશે તે અવશ્ય મને પામશે.
જેમ ખેડેલી જમીનમાં વાવેલા બિયાં કરોડો ગણાં થઈને વધી જાય છે તેમ, મારા પુરુષોત્તમ માસમાં કરેલું પુષ્ય કરોડો ગણુ થઈને વધે જાય છે.
પુરુષોત્તમ માસની બીજી કથાઓ દ્રોપદીની પૂર્વજન્મ વૃતાંત, મુગ્ધા અને રાજા-દ્રઢધન્વા સાથે પણ સંકળાયેલ છે.
અધિકમાસમાં ગૌદાન-ગૌપુજનથી શું ફળ મળે છે ?
આ પુરુષોત્તમ માસમાં બ્રહ્મમુહર્તમાં ઉઠી નદી સ્નાન, જપ, શ્રી ભગવાનની સોડષોપચાર પુજન વિધિ, દાન, ગૌપુજન વિગેરે કરે છે, તેને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે યોગીઓ માટે જે દુર્લભ એવા ગૌલોક છે તે માત્ર અધિક માસમાં ગૌ-પુજન-ગૌદાન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે.
પ્છ ્ેંણપ્ેંશ્નરૂમ્પ્ ેંઝ્રપ્છ ષ્ખ્તદ્યઢ ક્પ્ઋગ્દશ્નદ્યફહ્રશ્ર ળ
ણમ્લ્ખ્તહ્રહ્ર્દ્યશ્નહૃ ટ્ટ ેંશ્નડ્ઢદૃઢ લ્ખ્તદ્વખ્ત ર્હ્રંફપ્ણખ્ત ળળ
ટ્ટણઢ।ઢીદૃ ર્ંેંઝેંદ્યખ્ત ણફપ્રહૃ ૈ્ણ।ઢદૃ ેલ્હ્રશ્ર ળ
્દ્યછ દ્ય્ઝ્પ્દૃ ઢ્ઢ્ખ્ત્ર્ખ્ત ેલ્ દ્વ્ખ્તશ્વફ ।ઢદૃછ ગ્શ્નખ્તણ ળળ
જે માણસ પુરુષોત્તમ માસમાં સુંદર દુઝણી ગાયનું બ્રાહ્મણને દાન કરે છે તે ગાયના શરીર પર જેટલા રુવાંટા હોય છે તેટલા વર્ષ સુધી વિષ્ણુના લોકમાં પુજાય છે. પુરુષોત્તમ માસમાં પ્રતિદિન ગૌદાન-ગૌપૂજનનું મહાત્મ્ય છે. વળી એ માસમાં ગૌદાન એકાદશીએ કરવાથી ચાર ગણુ ફળ તીર્થમાં દાન કરવાથી સો ગણુ ફળ અને શ્રી નારાયણનાં ક્ષેત્રોમાં દાન કરવાથી કરોડ ગણુ ફળ પ્રાપ્ત થાય છે. જે માણસ વિયાતી વેળાની ગાયનું એટલે કે ગાય અને વાછરડું દાન કરે છે તે એ ગાયમાં રુવાંટા જેટલા વર્ષો સુધી વૈકુંઠમાં પુજાય છે. આમ તો દર રોજ ગૌ દાન વિધિ કરવી જોઈએ પણ અધિક માસમાં ગૌદાનની મહિમા વધારે છે. વૈધૃત, વ્યતીપાત, પુનમ, અમાસ અગ્યારસ આ પાંચ પર્વો શ્રેષ્ઠ છે અને દરેક પર્વમાં જે દાન અપાય છે તે અનંત ગણુ ફળદાયી થાય છે.









