શબરીની ભાવસંવેદના .

શબરી ભીલ જનજાતિની એક વૃદ્ધ મહિલા હતી. જ્યારે તે યુવાન હતી ત્યારે તેનાં માતાપિતા તેના લગ્નપ્રસંગે ભોજન કરાવવા માટે તેમની પરંપરા પ્રમાણે મોટી સંખ્યામાં પશુઓને વધ કરવા માટે લાવ્યા હતા. તે ગામમાં લગ્નોમાં પશુઓનું માંસ પીરસવા માટે તેમનો વધ કરવામાં આવતો હતો. કોઈપણ યુવતીએ તેનો વિરોધ ન કર્યો પરંતુ શબરીના લગ્નપ્રસંગે વધ કરવા માટે લાવવામાં આવેલાં નિર્દોષ પશુઓને જોઈને શબરીનું દિલ દ્રવી ગયું. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને મનમાં અત્યંત દુ:ખ થયું. ભક્તિભાવવાળી શબરી વિચારવા લાગી કે મારા લગ્નના કારણે આટલા બધાં પશુઓની હત્યા થશે? જો મારા લગ્નના કારણે જ આટલા બધાં પશુઓની હત્યા થશે તો તેમનો વધ થવાનો હોય તો તેના કરતાં તો કુંવારા રહેવું એ જ શ્રેષ્ઠ છે. તે નિર્દોષ અને લાચાર પશુઓની હત્યાના વિચારથી જ શબરીના મનમાં સાંસારિક જીવન પ્રત્યે વૈરાગ્ય પેદા થઈ ગયું. તે ઘર છોડીને જંગલમાં જતી રહી. જેથી ત્યાં ભગવાનની ભક્તિ થઈ શકે. પાપ તથા હિંસાના વિરોધમાં શબરી જેવી ભાવસંવેદના હોવી જોઈએ.
* ગાયત્રી વેદમાતા, દેવમાતા અને વિશ્વમાતા છે, આથી તેનું પયપાન કરવાનો દરેકને એકસરખો અધિકાર છે. ગાયત્રી વેદમંત્ર છે. તે બધા જ મંત્રોમાં સર્વશ્રેષ્ઠ મંત્ર છે.
* લગ્ન તથા બીજાં સામાજિક આયોજનોમાં લોકો પોતાની મોટાઈ બતાવવા પૈસાનો ધુમાડો કરે છે. મૃત્યુભોજન પછી પણ મોટાં જમણવાર બહુ ખરાબ પ્રથા છે.
* આજે પૃથ્વી પર સૌથી મોટું સંકટ પાણીનું છે. જમીનમાં પાણીનું સ્તર ખૂબ ઊંડે જતું રહ્યું છે. વર્ષાઋતુ ગયા પછી ઝરણાં, નદીઓ તથા તળાવોમાં પાણી સાવ ઘટી જાય છે અનેક તળાવ તથા કૂવાઓ સુકાઈ ગયા છે, તો બીજી બાજુ નદીઓનું પાણી પ્રદૂષિત થઈ ગયું છે. જળ સંકટની સાથે ગ્લોબલ વોર્િંમગના કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે.
* To be Good and to do good that is the Whole of relegion.
* આપણો આત્મા સત્, ચિત્ તથા આનંદસ્વરૂપ પરમાત્માનો અંશ છે. તેથી આપણા આત્માને સ્વાભાવિક રીતે જ પવિત્રતા પ્રિય લાગે છે. શુભ કર્મો કરવામાં આપણને આનંદ આવે છે. જ્યારે આપણે સત્યના માર્ગે અર્થાત્ ઇશ્વરના માર્ગે ચાલીએ છીએ ત્યારે આપણને આત્મિક આનંદનો અનુભવ થાય છે. સેવા, પરોપકાર, દાન, ક્ષમા વગેરે સારાં કર્મો કરવાથી આપણને આત્મસંતોષ થાય છે.
* ભગવાન શ્રીકૃષ્ણ એ ગીતામાં કહ્યું છે કે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ અવશ્ય થાય છે અને જે મરી ગયો છે તેનો ફરીથી જન્મ પણ થાય છે. સૃષ્ટિમાં જન્મ તથા મૃત્યુનો આ ક્રમ ચાલતો જ રહે છે. દરેક પ્રાણીને એક દિવસ આ સ્થૂળ શરીર છોડવું જ પડે છે. આપણને જીવવાની ભલે ગમે તેટલી પ્રબળ ઇચ્છા હોય, એમ છતાં મૃત્યુથી બચવું શક્ય નથી. એક દિવસ આપણે કાળના વિકરાળ મુખમાં જવું જ પડે છે. આ અટલ સત્ય છે. દરેક પ્રાણીએ તેનો સામનો કરવો જ પડે છે.
* શ્રી રામ શર્મા આચાર્ય એ કહ્યું - વિવાહ એક પવિત્ર બંધન છે. તે શારીરિક આકર્ષણથી ઉપજેલો અનુભવ માત્ર નથી. દાંપત્યજીવન એ સુખદુ:ખમાં સાથે રહીને પ્રેમપૂર્ણ વર્તન કરવાની સુંદર ભૂમિ છે. સહિષ્ણુતાના પાઠ ભણી શકાય છે, આત્મીયતાના વિસ્તારથી પરિચિત કરાવી શકાય છે.
* ઇશ્વર સર્વવ્યાપી, સર્વશક્તિમાન તથા સર્વજ્ઞા છે, સંસારમાં જે કંઈ પણ છે તે બધું ઇશ્વરની જ દેન છે.
* કહેવાય છે કે કર્મફળ અનિવાર્ય છે. તેનો ક્ષમા માગવાથી છુટકારો મળે છે અને ન કોઈ મંત્ર-તંત્રથી આની નિવૃત્તિ સંભવ છે.
* નર અને નારીનો દરજ્જો સમાનતાનો છે. એમાં નાના-મોટાનો કોઈ ભેદભાવ નથી.
* કર્મ અને જીવનથી દૂર ભાગવાનું કામ ધર્મ નથી. વાસ્તવમાં ધર્મ તો આપણને ખોટા માર્ગે જતાં અટકાવે છે. પોતાના કર્તવ્યમાર્ગમાં અડગ રહેવું એનું જ નામ ધર્મ છે. કર્તવ્યનું પાલન કરવું એને જ ધર્મ કહી શકાય. એક માતા, પિતા, ભાઈ, પત્ની તથા નાગરિક તરીકે આપણું જે કર્તવ્ય છે તેને પૂરું કરવું એજ ધર્મ છે.
- જયેન્દ્ર ગોકાણી








