Magazines

સમાજની સેવા .

By GS TEAM
10 Dec 20253 mins read
સમાજની સેવા                                    .

- શ્રધ્ધા આજના યુગની ઔષધિ છે. સૌ કોઈ કહે છે આજનો યુગ બુધ્ધિનો યુગ છે. પણ આટલું કહેવાનું  પૂરતું નથી, તેની સાથે એમ પણ કહેવું પડશે કે આ યુગ, બુધ્ધિથી પીડિત યુગ પણ છે. ચિંતનશીલ મસ્તિષ્ક પરેશાન છે. બુધ્ધિ વધવાની સાથે ગાંડપણ પણ વધી ગયું છે

સમાજની સેવા એ કોઈ દૂરની વસ્તુ નથી તે બધી જ જગ્યાએ આપણી સમક્ષ રહે છે. શ્રીરામ શર્મા આચાર્ય એ કહ્યું- સમાજ એ વ્યક્તિઓનો બનેલો છે. સમાજની એક પણ વ્યક્તિને ખુશ રાખવી સમાજની એ અન્ય વ્યક્તિ પ્રત્યેની મોટી સેવા છે. જેઓ સ્વયં સુખી છે તે બીજાને પણ સુખી બનાવે છે અને જે જાતે દુ:ખી છે તે બીજાને પણ દુ:ખી કરી દે છે. એટલે દુનિયાની એક પણ વ્યક્તિને પ્રસન્નચિત્ત કરવાં એ મોટી સેવા છે.

- જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી હોય છે.

- પ્રકૃતિ આપણાં કર્મોના હિસાબ-કિતાબ પાપ અને પુણ્યરૂપે કરે છે પરંતુ કેટલાંક કર્મ એવાં પણ હોય છે. જે નિષ્કામ ભાવે થાય છે અને તે પાપ અને પુણ્યના દાયરાથી ઉપર ઉઠીને ઉચ્ચ શ્રેણીના હોય છે. એટલા માટે તેના માધ્યમથી પાપ અને પુણ્યનો ભોગ બનતા નથી અને ચિતનો પરિષ્કાર થાય છે.

- ચાલવું એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. ચાલવાથી આપણા તનમનમાં સ્ફૂર્તિ આવે છે. સવારમાં ચાલવાની ટેવથી વ્યક્તિની બુધ્ધિમાં વધારો થાય છે.

- ભનાની શંકરો વન્દે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો !

યાભ્યાંવિના ન પશ્યન્તિ સિધ્ધાં સ્વાન્ત સ્થમીશ્વરમ્

અર્થાત્ શ્રધ્ધા તથા વિશ્વાસરૂપી પાર્વતીમાતા તથા શંકરજીને હું વંદન કરું છું. જેમના વગર સિધ્ધપુરુષો પોતાના અંત:કરણમાં રહેલા ઇશ્વરને જોઈ શકતા નથી.

- મનુષ્ય જેવું વિચારે છે અને કરે છે, તેવો જ તે બની જાય છે. એટલા માટે સૌથી પહેલાં આપણે આપણી વિચારણાને બદલવી પડશે.

- ગાયત્રી માતા વેદ માતા છે. બધાં જ વેદોનો જન્મ ગાયત્રીથી જ થયો છે. એને જ સમગ્ર સંસ્કૃતિ અને સભ્યતાને જન્મ દીધો.

- સ્મરણમાં રાખીએ, રૂકાવટો અને કઠિનાઈઓ આપણી હિતચિંતક છે. તે આપણી શક્તિઓનો ઠીક-ઠીક ઉપયોગ શિખવાડવા માટે છે. તે આપણા જીવનને આનંદમય બનાવવા માટે છે.

- શાંતિકુંજ, ગાયત્રી તીર્થની સ્થાપના ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનનો અરુણોદય છે.

- શરીરને સદા સ્વસ્થ રાખીએ- નિરોગી રાખીએ. મનને સંતુલિત બનાવીએ, ભટકવા ન દઈએ.

- મનુષ્યના  સૌથી મોટાં શત્રુ છે- સ્વાર્થ, કપટ, ક્રોધ અને હિંસાનો વિચાર.

- મૃત્યુનું વિસ્મરણ એક અસાધારણ પ્રમાદ.

- ઘર ગાઢ પ્રીતિથી ભરપૂર સ્થાન છે. થાંભલા કે દીવાલોથી ઘર બનતું નથી. જ્યાં જ્યાં સુખ છે ત્યાં ત્યાં ઘર છે.

- શ્રધ્ધા આજના યુગની ઔષધિ છે. સૌ કોઈ કહે છે આજનો યુગ બુધ્ધિનો યુગ છે. પણ આટલું કહેવાનું જ પૂરતું નથી, તેની સાથે એમ પણ કહેવું પડશે કે આ યુગ, બુધ્ધિથી પીડિત યુગ પણ છે. આજનું બધું ચિંતનશીલ મસ્તિષ્ક પરેશાન છે. બુધ્ધિ વધવાની સાથે ગાંડપણ પણ વધી ગયું છે. બુધ્ધિની પીડાને શ્રદ્ધાની ઔષધિથી આ સંતાપ દૂર થઈ શકે છે.

- વ્યસનોથી ખૂબ દૂર રહીએ, કેમ કે તે વાસ્તવિક પ્રાણધાતક શત્રુ છે.

- જયેન્દ્ર ગોકાણી