Magazines

સ્વાધ્યાયન્ મા પ્રમદ: .

By GS TEAM
8 Apr 20262 mins read
સ્વાધ્યાયન્ મા પ્રમદ:                              .

જીવનને સફળ શ્રેષ્ઠ તથા મહાન બનાવવામાં સ્વાધ્યાયની બહુ મોટી ભૂમિકા હોય છે. પુસ્તકો આપણા સાચા અને હિતેચ્છુ મિત્રો છે. પુસ્તકો વાંચવાથી ધીમે ધીમે આપણો જ્ઞાનભંડાર વધતો જાય છે. જે વાંચ્યુ હોય તેના પર મનન ચિંતન કરવાથી તેને હૃદયંગમ કરવાથી માણસનું જીવન બદલાઈ જાય છે. સારાં પુસ્તકો આપણા જીવનમાં પ્રકાશ પાથરે છે. તેનાથી આપણને આનંદ મળે છે. આપણો ઉત્કર્ષ થાય છે અને જીવન પરિપૂર્ણ બની જાય છે. પુસ્તકો આપણને અસીમ જ્ઞાન આપે છે. શ્રેષ્ઠ પુસ્તકોના સ્વાધ્યાયથી મનુષ્યનું જીવન બદલાઈ જાય છે. નિરંતર શ્રેષ્ઠ પુસ્તકો વાંચવાથી માણસ ધીમે ધીમે મહાનતાના માર્ગે આગળ વધે છે. એટલે જ શાસ્ત્રોમાં સ્વાધ્યાય પર ભાર મૂકવામાં આવ્યો છે. સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરવો જોઈએ. સ્વાધ્યાય દ્વારા પોતાની યોગ્યતા વધારવામાં આળસ ન કરવી જોઈએ.

- હે મનુષ્ય તુ સો હાથથી કમાઈને હજાર હાથથી દાન કર આ જ રીતે પોતાના કર્તવ્યનું પાલન કરીને ઉન્નતિ કર.                       

- અર્થર્વવેદ

- ભારતમાં ત્રણ તિથિઓ ખૂબ મહત્વની છે. ચૈત્ર સુદ એકમ, કારતક સુદ એકમ અને આસો સુદ દશમ. દશેરાના દિવસે કોઈ પણ નવું કાર્ય શરૂ કરવાને અત્યંત શુભ માનવામાંઆવે છે.

- ગાયત્રીના ૨૪ અક્ષરોમાં જ્ઞાન વિજ્ઞાનનો અદ્ભુત ભંડાર છુપાયેલો છે. તેના દરેક અક્ષરમાં જે તત્વજ્ઞાન તથા રહસ્ય છુપાયેલું છે તેને સંપૂર્ણ રીતે જાણવું અત્યંત મુશ્કેલ છે. એમાં આધ્યાત્મિક તથા ભૌતિક એમ બધા પ્રકારનું જ્ઞાનવિજ્ઞાન છુપાયેલું છે. એ બધાનું જો જ્ઞાન થઈ જાય તો માણસ જે ઇચ્છે તે બધું જ પ્રાપ્ત કરી શકે છે.

- ધર્મ, કર્મ અને મોક્ષની પ્રાપ્તિ માટે પ્રેરણા આપનારી શક્તિને મંત્ર કહે છે. દેવતાના સૂક્ષ્મશરીર તથા ઇષ્ટદેવની કૃપા મેળવવાની શબ્દાવલીને મંત્ર કહે છે.

- આપણે ઇશ્વરને સર્વવ્યાપી, ન્યાયકારી માનીને એના અનુશાસનને પોતાના જીવનમાં ઉતારીએ. 

- ઇન્દ્રિય સંયમ, અર્થ સંયમ, સમય સંયમ અને વિચાર સંયમનો સતત અભ્યાસ કરીએ.

- જીવનમાં સમસ્યાઓ તો આવતી જ રહે છે. સાહસપૂર્વક તથા સૂઝબૂઝથી તેમનો સામનો કરવાથી એ સમસ્યાઓનું સમાધાન કરી શકાય છે. સમસ્યાઓથી દૂર ભાગવાની તથા તેમને ટાળતા રહેવાની વૃત્તિ યોગ્ય નથી. એનાથી સમસ્યાઓ વધતી જાય છે અને તે વધારે વિકટ બની જાય છે. એના પરિણામે આપણું જીવન દુ:ખી બની જાય છે. આપણે હતાશ તથા નિરાશ થઈ જઈએ છીએ.

- જયેન્દ્ર ગોકાણી