Business Plus

બજારની વાત : Market talk

By GS Team
29 Jun 20263 mins read
TukuTouch Logo
દક્ષિણ કોરિયામાં SK હાઈનેક્સ સેમસંગને પછાડી સૌથી મૂલ્યવાન કંપની બની છે. AI અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સફળતા મેળવી, કંપનીની માર્કેટ વેલ્યુ $1.35 ટ્રિલિયન પર પહોંચી. ચેન્નઈની e-Plane કંપનીએ e200X ફ્લાઈંગ ટેક્સી બનાવી, જે ટ્રાફિક સમસ્યા હલ કરશે. ફોક્સકોને ભારતમાં મેગા ડેવલપમેન્ટ લિમિટેડનો હિસ્સો $37.2 મિલિયનમાં ખરીદ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

બજારની વાત : Market talk
29-6 Monday Purti VAT hynex--1.jpg

સેમસંગને ટક્કર મારી હાયનેક્સ આગળ નીકળી
સાઉથ કોરીયાની સૌથી મોટી અને નામાંકીત કંપનીનો સૌથી વેલ્યૂએબલ હોવાનો તાજ એસ.કે. હાયનેક્સ કંપનીએ આંચકી લીધો છે. આ કંપની હાઇબેન્ડવીથ મેમરી ચીપ બનાવે છે. સાઉથ કોરીયાના કોર્પોરેટ જગતમાં આ ઘટના બહુ ચર્ચીત બની છે. એક સમયે હાયનેક્સ કંપની દેવા નીચે દબાયેલી હતી તે ફરી ચીપ મેકીંગમાં સફળતા મેળવીને સેમસંગને ટક્કર મારીને આગળ નીકળી ગઇ છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ક્ષત્રે તેમજ સેમીકન્ડક્ટર ક્ષેત્રે કંપની આગળ વધી હતી. ગયા સોમવારે તેની માર્કેટ વેલ્યૂ ૧.૩૫ ટ્રિલિયન ડોલર પર પહોંચતા તે સેમસંગ ઇલેકટ્રોનિક્સ કરતાં આગળ નીકળી ગઇ હતી. સાઉથ કોરીયામાં મોસ્ટ વેલ્યૂએબલ કંપની તરીકેનું ટાઇટલ ૨૦૨૦થી સેમસંગ પાસે હતું.

ઇ-પ્લેન કંપનીનું e200X .. એરટેક્ષી
હવે ટ્રાફિક જામની સમસ્યા કદાચ નહીં નડે એમ લાગી રહ્યું છે.ઇલેક્ટ્રીક એરક્રાફ્ટ નામનું સ્ટાર્ટઅપ એક એવા સંશોધનની નજીક પહોંચ્યું છે કે જેની એરટેક્ષીના કારણે ગીચ ટ્રાફીકનો ઉકેલ આવી શકશે. ઇ-પ્લેન નામની કંપનીએ વર્ટીકલ ટેક ઓફ અને લેન્ડીંગ કરી શકે એવી ી૨૦૦ઠનામની ફ્લાઇંગ ટેક્સી બનાવી છે. હાલમાં તે ફાઇનલ ડિઝાઇન સ્ટેજ પર છે અને તેનું ટેસ્ટીંગ ચાલે છે. ચેન્નાઇ સ્થિત આ કંપની એરક્રાફ્ટમાં વપરાતી ચીજો એસેમ્બલ કરવામાં સફળ થઇ છે. ી૨૦૦ઠ ત્રણ પ્લેટફોર્મ માટે તૈયાર કરાઇ છે. જેમાં પેસેન્જર ટેક્ષી, કાર્ગો ટ્રાન્સપોર્ટ અને એર એમ્બયુલન્સનો સમાવેશ થાય છે.
ફોક્સકોનને ભારતમાં ગોઠી ગયું છે
વિશ્વમાં સૌથી વધુ આઇફોન બનાવતી તાઇવાનની કંપની હોનહાઇ પ્રિસીસને જણાવ્યું છે કે તેની પેટા કંપની ફોક્સકોન-સિંગાપુરે ભારતની પેટા કંપની મેગા ડેવલોપમેન્ટ લિમિટેડનો કેટલોક હિસ્સો ૩૭.૨ મિલિયનમાં ખરીદ્યો છે. ફોક્સકોન સિંગાપુર પાસે તેના ભારતના એકમનો ૯૯.૯ ટકા જેટલો હિસ્સો છે. આ ગૃપની અન્ય એક કંપની યુઝાન ટેકનોલોજી(ઇન્ડિયા)માં પણ ફોક્સકોન થોડો હિસ્સો ધરાવે છે. કંપની ત્રણ ગૃપમાં વહેંચાયેલી છે જેમાં ઇલેકટ્રીક વ્હીકલ, ડિજીટલ હેલ્થ અને રોબોટીક્સનો સમાવેશ થાય છે. ત્રણ મહત્વની ટેકનોલોજી આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ, સેમી કન્ડક્ટર તેમજ કોમ્યુનિકેશન ટેકનોલોજી સાથે પણ કંપની સંકળાયેલી રહે છે. ફોક્સકોનને ભારતમાં ગમી ગયું છે.
વિશ્વનું બીજું વેેજીટેરીયન સીટી, પહેલું પાલીતાણા
વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશને મટન, ફીશ અને ઇંડાની લારીઓને શહેરની બહાર શિફ્ટ કરવાની યોજના જાહેર કરતાં અનેકના ભવાં સંકોચાયા છે. વારાણસીના અધિકારીઓએ કહ્યું હતું કે મટનની દુકાનો બહાર ખસેડાશે એટલે સ્વચ્છતા રહેશે અને લોકોની આધ્યાત્મિક શ્રધ્ધાને કોઇ હાની નહીં પહોંચે. વારાણસીના લોકો આ પગલાંને આવકારી રહ્યા છે. અહીં મોક્ષ માટે આવતા શ્રધ્ધાળુએ ચારે તરફ મટનની, ફીશ અને ઇંડાની દુકાનો જોઇને નારાજગી વ્યક્ત કરતા હતા. તેમની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચતી હતી. શ્રધ્ધાળુઓ જ્યારે કાશી વિશ્વનાથ, મનીકર્નિકા ઘાટ અને સ્મશાન ગૃહ તરફ જતા હતા ત્યારે મટનની દુકાનો જોઇને નારાજ થતા હતા. જો અધિકારીઓ સફળ થશે તો વારાણસી વિશ્વનું બીજું વેજીટેરીયન સીટી બનશે. હાલમાં ગુજરાતનું પાલીતાણા પહેલું વેજીટેરીયન સીટી છે.
ભૂલ ક્રૂ મેમ્બરની, દંડ પેટે પગાર સીઇઓનો કપાયો
જાપાન એરલાઇન્સ સ્ટાફને દંડ કરવા માટે જાણીતી છે. તાજેતરમાં કેબીનના ક્રૂ મેમ્બરની ભૂલ હતી પરંતુ અન્ય લોકોને સબક શીખવાડવા સીઇઓનો ૩૦ ટકા જેટલો પગાર કાપી નાખવામાં આવ્યો હતો. બે મહિના સુધી સીઇઓના પગારમાંથી ૩૦ ટકા કપાઇ જશે. વિમાનના ક્રૂ મેમ્બર આલ્કોહોલ સંબંધીત ઘટના સાથે સંકળાયા હોવાનું બહાર આવતાંજ સીઇઓને ઠપકારવામાં આવ્યા હતા. એરલાઇન્સે આ ઘટનાની બહુ ગંભીર નોંધ લીધી હતી અને માત્ર સીઇઓનો પગાર કાપ્યો છે એવું નથી સેફ્ટી અને કેબીન ઓેપરેશન સાથે સંકળાયેલા બે એક્ઝિક્યુટીવનો પણ ૨૦ ટકા પગાર કાપી નાખ્યો હતો. અન્ય ડાયરેક્ટરોના પગારમાં પણ દશ ટકા કાપ મુકાયો હતો. સ્ટાફને થોઇ થાબડા કરવાના બદલે તેમનેા પગાર કાપી લેવાની સજાએ અન્ય એરલાઇન્સનું ધ્યાન ખેંચ્યું છે.
હૈદ્રાબાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યૂ
નામ કોને ના ગમે ? તેલંગાણાની સરકારે હૈદ્રાબાદ ખાતેના એક રોડનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યૂ સાથે જોડતાં ટ્રમ્પે થેંક યુનો મેસેજ મોકલ્યો છે. રોડ પર ટ્રમ્પના નામની તખ્તી મુકાઇ ત્યારે ભારત ખાતેના અમેરિકાના એમ્બેસેડોર સરજીયો ગોર તેમજ કોન્સોલેટ જનરલ લૌરા વિલિયમ્સ પણ તેલંગાણાના નાયબ મુખ્ય પ્રધાન સાથે હાજર રહ્યા હતા. અમેરિકા તેની સ્થાપનાના ૨૫૦ વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને તેમના નામના રોડથી નવાજવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાં અમેરિકી પ્રમુખ છે કે તેમના નામે ભારતમાં રોડ હોય..