સના મકબૂલે કહ્યું, 'હું વર્જિન છું...' .

- 32 વર્ષની સના મકબૂલ એક મોડેલ અને અભિનેત્રી છે, તેણે તેલુગુ અને તમિળ ફિલ્મોમાં કામ કર્યું છે. તેને મોટા ભાગના લોકો તો સ્ટાર પ્લસના શો 'ઈસ પ્યાર કો ક્યા નામ દું'ની લાવણ્યા કશ્યપ તરીકે ઓળખે છે
બિગ બોસ ઓટીટી-૩'માં વિજેતા પદ હાંસલ કર્યા પછી સના મકબૂલ સતત ચર્ચામાં રહી છે. કોઈક વખત તે પોતાની હેલ્થ બાબતે તો કોઈ વખત પોતાના અંગત જીવન અંગે કરેલા નિવેદનોને કારણે આ અભિનેત્રી સતત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતી રહે છે. તાજેતરમાં સનાએ આપેલી એક મુલાકાતમાં તેણે પોતાની પર્સનલ લાઈફ અંગે એવી વિગતો જણાવી કે તેને કારણે ઇન્ટરનેટ પર એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
પોતાના ફિલ્મી જ્ઞાન ઉપરાંત જ્યારે પોતાની લવ-લાઈફ અને 'હુક-અપ' અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સના મકબૂલે અત્યંત રહસ્યમય અંદાજમાં ઉત્તર આપ્યો. સનાએ પોતાને વર્જિન જણાવતા કહ્યું કે મને તો કોઈના પર પણ બરોસો નથી, વિશ્વાસ નથી. એનું કારણ એ છે કે લોકો મારું દિલ તોડી નાખે છે.
સનાનો ચોંકાવનારો દાવો
તાજેતરમાં જ એક ઇન્ટરેક્શન દરમિયાન સના મકબૂલે તેની અંગત જિંદગીથી સંકળાયેલા એક પ્રશ્નનો ઉત્તર આપ્યો. સનાને એવું પૂછવામાં આવ્યું હતું કે તેણે છેલ્લીવાર 'હુક-અપ' ક્યારે કર્યું હતું? આ પ્રશ્નના ઉત્તરમાં સનાએ જણાવ્યું, 'ઘણો સમય વિતી ગયો છે' જ્યારે તેને ફરી પૂછવામાં આવ્યું કે કેટલો સમય થઈ ગયો છે? તો અભિનેત્રીએ ચોંકાવનારો ઉત્તર આપતા કહ્યું, 'મૈં વર્જિન હું બેબી, એસા હી કહ લો. સીરિયસલી... મૈં સચ કહ રહી હું!'
સના મકબૂલે ઉત્તર આપ્યા પછી પ્રશ્ન પૂછનારે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને પૂછ્યું, 'આ વર્જિન હૈ?' તો જવાબ મળ્યો, 'હા... આની પાછળનું પણ એક કારણ છે, જે હું પછીથી જણાવી શકું છું.'
વર્જિન હોવાનું કારણ શું?
વાતચીત આગળ વધતાં જ્યારે સનાને પૂછવામાં આવ્યું કે શું આનો સંબંધ ધર્મ સાથે સંકળાયેલો છે?- તો સનાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું, 'હું મારે કારણે વર્જિન છું. ક્યોં કી મુઝે કિસી પર ભરોસા નહીં. લોગ મેરા દિલ તોડ દેંગે.' ઉત્તર આપતા આપતા સના હસી પડી. સનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ ગયો. કેટલાંક યુઝર્સ અભિનેત્રીની હિંમતની પ્રશંસા કરવા લાગ્યા જ્યારે અન્યો આ નિવેદન પર અલગ-અલગ પ્રતિક્રિયા આપવા માંડયા ચે કેટલાંક ફેન્સ તો એવું પણ કહેવા લાગ્યા કે સનાએ કોઈ પણ પ્રકારે વિચલિત થયા વિના એકદમ ઈમાનદારીથી ઉત્તર આપ્યો છે. વળી કેટલાંક યુઝર્સે આ ઈન્ટરવ્યૂને ખૂબ જ મજેદાર અને અનએક્સપેક્ટટેડ કહ્યો છે.
કોણ છે સના મકબૂલ?
૩૨ વર્ષની સના મકબૂલ એક મોડેલ અને અભિનેત્રી છે, તેણે તેલુગુ અને તમિળ ફિલ્મોમાં કામ કર્યું છે. તેને મોટા ભાગના લોકો તો સ્ટાર પ્લસના શો 'ઈસ પ્યાર કો ક્યા નામ દું'ની લાવણ્યા કશ્યપ તરીકે ઓળખે છે. સના 'ખતરોં કે ખિલાડી-૧૧'માં એક સ્પર્ધક તરીકે સામેલ હતી અને 'બિગ બોસ ઓટીટી સિઝન-૩'ની વિનર પણ બની ચુકી છે. ટીવી પર તેણે 'કિતની મોહબ્બત હૈ-૨', 'આદત સે મજબૂર', 'વિષ' જેવા શો પણ કર્યા છે તે 'ખતરોં કે ખિલાડી-૧૫'માં સ્પર્ધક તરીકે જોયા મળવાની છે, પણ છેલ્લામાં છેલ્લો રિપોર્ટ્સ જાણીએ તો તેણે હેલ્થના કારણોસર આ શો છોડી દીધો છે. એ એક વેબ-સીરિઝ 'બેગમ ઈન ક્રાઈમ'માં જોવા મળશે.
હેલ્થને કારણે ચર્ચામાં રહી સના
સના તેના આરોગ્ય અંગે પણ મોકળા મને વાત કરી ચૂકી છે. આ અભિનેત્રીએ જણાવ્યું કે તેને 'ઓટોઈમ્યુન હેપેટાઈટિસ' નામની ગંભીર બીમારી છે. આ રોગમાં શરીરની ઇમ્યુન સિસ્ટમ (રોગ પ્રતિકારક શક્તિ) પોતે જ લીવર પર હુમલો કરવા લાગે છે. આ બીમારી સાથે જીવવું અત્યંત મુશ્કેલ છે, એવું સના અનેકવાર જણાવી ચુકી છે. આ રોગ અંગે તેણે જાગરુકતા અભિયાનો શરૂ કર્યા છે.








