Get The App

સમ્યક દૃષ્ટિ સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર

Updated: Mar 25th, 2021

GS TEAM


Google News
Google News
સમ્યક દૃષ્ટિ સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર 1 - image


- તમારે તમારું પોતાનું  સત્ય તમારા આત્મામાંથી શોધવું જોઈએ, એજ તમારું સત્ય આમ તમારું સત્ય જ તમોને પરમ શાંતિ અને આનંદ આપે છે, કારણકે એ તમારા આત્માનું સત્ય છે

માનવ જીવનમાં જેમને સત્ય ધર્મ અનુસાર જીવન જીવવું છે, ને આ જીવનમાં જ પરમ શાંતિ અને આનંદ ઉપલબ્ધ કરવો છે, તેમણે પોતાના જીવનમાં અહંકારથી મુક્ત થઈ, આથ્મિક સત્યમાં સ્થિર થઈને, આસત્ય ધર્મના અગિયાર રત્નોનું સ્વસ્થ ચિત્તે, શુધ્ધ હૃદયની પ્રસન્નતા પૂર્વકરત્નો આચરણમાં મુકવા જ જોઈએ, તો જ સત્ય ધર્મનું આચરણ છે, અને આચરણ એજ સત્ય ધર્મ છે.

સત્ય ધર્મના રત્નો જેમાં સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાાાન, સમ્યક ચારિત્ર, સમ્યક સંકલ્પ. સમ્યક વચન, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ અને અપ્પાસો પરમાત્મા આ બહુ જ શુધ્ધ અને સાત્વિક અગીયાર રત્નો છે, તેમાં જ સત્ય સ્વરૂપ જીવનનું આખું સત્ય છુપાયેલું છે.

જેનો જીવનમાં અંગીકાર કરવાથી જીવન તો સુંદર બને જ છે, સાથે સાથે આત્મા પણ પવિત્ર અને શુધ્ધ બને છે, તેજ તેની વિશેષતા છે, આ અગીયારે રત્નોને બરાબર સમજવા અને જાણવા જોઈએ, અને પછી જ આચરણમાં મૂકવા જોઈએ, શુધ્ધ અંતરથી જાણ્યા વિના ધર્મનું આચરણ કરવું જ નહિ, તેમ બુધ્ધ ભગવાને સ્પષ્ટ કહ્યું છે,

ભગવાન તથાગતનું અને મહાવીર ભગવાનનું માનવું છે કે તમો વાસના પદાર્થની પકડથી અને તૃષ્ણાથી મુક્ત થઈ મધ્યમ માર્ગ, એટલે કે બંને અતિઓથી મુક્ત થઈ વચ્ચે સમત્વ ધારણ કરી, તમો પોતે જ તમારા આત્મ દીપ બનો, અને તમોજ તમારા આત્મા શરણ બનો, તમો પોતે જ સત્ય ધર્મ દીપ બનો, અને તમો પોતે જ ધર્મને જાણીને ને સત્ય ધર્મને શરણ બનો, અને અપ્પાસો પરમાત્મા છે, માટે તમારા આત્માને જાણીને તેમાં સ્થિર થાવ એ જ સત્ય ધર્મ છે.

આ વાત આ બંને મહામાનવોની છે, આવા પરમ જ્ઞાાાનીની વાત જાણીને આચરવી જ નહોય અને પરમ અજ્ઞાાાનીઓનીને શાોની વાત માનીને જ ચાલવું હોય તો કદી પણ પરમ શાંતિ તો શું પણ તનાવ ગ્રસ્ત જીવન જીવવું જ પડશે, કારણ ત્યાં સત્ય નથી, સત્ય તમારા આત્મામાં જ છુપાયેલ છે, તેને જાણી તેમાં સ્થિર થવાથી જ પરમ શાંતિને આનંદ ઉપલબ્ધ થાય છે, તેઓએ સ્પષ્ટ કહ્યું કે પ્રકાશ તમારી અંદર જ છે, એને બહાર શોધવાની જરૂર જ નથી.

જે પરમ અજ્ઞાાાનીઓ છે, તે બધા જ દેવાલય તીર્થો, ગંગાસ્નાન કંદરાઓમાં કે ગુફાઓમાં ભટકીને પ્રકાશ શોધવાની જે ચેષ્ટા કરે છે, તે બધા જ છેવટે નિરાશ જ થાય છે, કાઈ પ્રાપ્ત કરી શક્યતા જ નથી, અને સત્ય એક જ છે, અનેક નથી, અને બધા જ રસોમાં સત્યનો રસજ શ્રે છે. અને તે માત્રને માત્ર આત્મામાંથી જ પ્રાપ્ત થાય છે, બીજો કોઈ માર્ગ નથી.

માણસ લડાઈમાં હજારો માણસો ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે, પણ પોતાની જાત ઉપર જે વિજય મેળવે છે. તેજ મહા વિજયી છે. અંતરની શુધ્ધ સત્ય આધારિત લગની થીજ જ્ઞાાાન પ્રાપ્ત થાય છે, જ્યારે આવી અંતરની લગની ના અભાવમાં જ્ઞાાાન ખોવાય જાય છે, જેને કોઈપણ જાતનો ચિત્તમાં રાગ નથી તેને કોઈ દુઃખ નથી.

શાંતિથી ક્રોધનો નાશ કરો, નમ્રતાથી અભિમાનને જીતો, સરળતાથી માયાનો નાશ કરો અને સંતોષથી લાભ લોભ અને પદાર્થની પકડથી મુક્ત થાવ, એજ અપરિગ્રહ.

જીવનમાં પાપિની ધૃણા કરશો જ નહીં પાપની જ કરજો, તમો પોતે નિષ્પાપ છો તેવું માનીને ચાલતા જ નહીં, જીવનમાં બધુ જ મળે તો પણ બીજા સાથે બનાવટ કરી બીજાને બનાવીને પદાર્થનો સંગ્રહતો કરતાં જ નહીં અને પદાર્થની પકડથી જાતને દૂર રાખજો બને મહામાનવો કહે છે, અમારી આ અગિયાર રત્નોની વાતને વિચારો તમારા શુધ્ધ અંતરથી ચકાસો ને તમોને જો તેનું આચરણ કરવા જેવુ લાગે તો જ આચરો, અન્યથા અમારા વિચારો પણ ફેકીદ્યો.

જ્યારે તમોપોતે જ અમારા વિચારો પર પરમ શાંત અને મૌન થઈને વિચારો છો, ને પછી જે અંતરમાંથી સુજે તેનું વિચારીને આચરણ કરો છો, એટલે તે વિચાર અમારો રહેવા પામતો જ નથી, પણ તમારો પોતાનો એ વિચાર બની જાય છે. આ હતી તેઓની સ્પષ્ટ વાત.

જરા શાંત થઈને વિચારો તેઓ એમ કહે છે, કે અમારું સત્ય એ તમારું સત્ય નથી, તમારે તમારું પોતાનું  સત્ય તમારા આત્મામાંથી શોધવું જોઈએ, એજ તમારું સત્ય આમ તમારું સત્ય જ તમોને પરમ શાંતિ અને આનંદ આપે છે, કારણકે એ તમારા આત્માનું સત્ય છે, ને આત્મા એજ સત્ય સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે, એટલું બરાબર જાણો, અને પછી જ આચરો એ જ તમારો સત્ય ધર્મ બને છે.

બુધ્ધ ભગવાને કહ્યું કે વેરથી વેર કદી પણ શમતું જ નથી, એ વાણી જ આજે સાર્થક થવી જ જોઈએ આ રીતે જગતને ભૌગોલિક આથકને રાજકિય રીતે એક થવા તરફ જતાં જગતને જે આંતર રાષ્ટ્રીય સત્ય ધર્મ અને તત્વ જ્ઞાાાનની જરૂરિયાત પડશે, તેનો રસ્તો તથાગતનો ધર્મ જ બની શકે તેમ છે.

  - તત્વચિંતક વિ પટેલ

Tags :