Magazines

'સકામ' ભક્તિ પણ ખૂબ જ મુલ્યવાન છે .

By GS TEAM
29 Apr 20263 mins read
'સકામ' ભક્તિ પણ ખૂબ જ મુલ્યવાન છે                              .

- ભગવતગીતામાં કર્તવ્યનો અવારનવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માનસિક અને નૈતિક વલણ સમાજમાં વ્યક્તિની સ્થિતિ નક્કી કરે છે. તેથી જે સમાજમાં આપણે જન્મ્યા હોય એ સમાજને અનુરૂપ આદર્શો આપણને ઉચ્ચ બનાવે છે

પ્રભુ પ્રત્યે જેના દ્વારા આનંદ-પ્રેમ અને સ્નેહ ભાવ ઉત્પન્ન થાય તે 'ભક્તિ' છે. કર્માદિ સાધનોથી રહિતનો પ્રભુ પ્રત્યેનો ભાવ તેજ ભક્તિ છે. ચિત્તવૃત્તિ જ્યારે પ્રભુમાં લિન થઈ જાય તે જ ભક્તિ છે. કોઈ પણ અપેક્ષા વિના જ્યારે મનની સ્થિતિ પ્રભુમય બની જાય છે ત્યારે ભક્તિભાવ ઉત્પન્ન થાય છે. જે મળ્યા પછી બીજું કાંઈ મેળવવાની ઇચ્છા થતી નથી તે ભક્તિનું પ્રેમ સ્વરૂપ છે. જેનું બીજું નામ છે અનન્ય પ્રેમ જે અમૃત સ્વરૂપ છે (નારદ ભક્તિ સૂત્ર) જે પ્રાપ્ત થયા પછી મૃત્યુ પણ એક ઉત્સવ બની જાય છે. ઇશ્વર પ્રત્યેનો દિવ્ય પ્રેમ એ જ નારદ ભક્તિ સૂત્રમાં આપવામાં આવ્યું છે.

દોરા વિના માળા બનતી નથી. દોરામાં જ ફુલોને ગુંથવામાં આવે છે. દોરો જ પ્રેમ ભક્તિનો છે. આને ભક્તિ સૂત્ર (દોરો) કહે છે. આને પ્રેમસૂત્ર પણ કહે છે જેને મેળવીને પ્રાપ્ત કરીને પછી કાંઈ મેળવવાનું રહેતું નથી અને જીવન તૃપ્ત થઈ જાય છે.

સકામ ભક્તિ એટલે કર્મયોગ : જીંઙ્ગેંઋક્રશ્વષ્ટ બ્લૃંસ્ર્ધ્ ઊંક્રશ્વસ્ર્ । મારે કાંઈ કરવાનું છે તે દરેકે પોતાનું કર્તવ્ય જાણવું જોઈએ. દરેકનાં કર્તવ્યો જુદા જુદા અને જુદી અવસ્થામાં જુદા જુદા હોય છે. મુસલમાનોનું કર્તવ્ય કુરાનમાં લખ્યા મુજબનું છે. હિંદુઓનું વેદોમાં લખ્યા પ્રમાણે અને ખ્રિસ્તીઓનું બાઈબલ પ્રમાણેનું કર્તવ્ય છે. આમ કર્તવ્યના ખયાલો જુદા જુદા છે. જીવની જુદી જુદી સ્થિતિમાં પણ પોતાના કર્તવ્યો જુદા જુદા છે. જેમ વિદ્યાર્થી ભણે નહીં અને ભટક્યા કરે. તેમજ ગ્રહસ્વામી જીવન જીવવાવળા પોતાનું કર્મ ભૂલી આડે રવાડે ચડી જાય. વૃધ્ધાવસ્થામાં હરિભજન સિવાય બિજા ન કરવાનાં કામો કરવા માંડે. આ રીતેનાં કર્તવ્યો તેના કર્મો નથી. સૈનિકનું કર્મ, રાજનું કાર્ય. દેશભક્તોનું કર્મ પૂજારીનું કર્મ, વિદ્યાર્થીનું કર્મ શિક્ષકનું કર્મ વગેરે પોતપોતાના નિજકર્મોની નિષ્ઠા એ જ સકામ ભક્તિ જ છે.

કર્તવ્યવાન ભક્તિ ભાગ્યેજ કોમળ હોય છે. એના પૈડાઓમાં પ્રેમનું અને નિષ્ટાનું તેલ પુરાય ત્યારે જ એ સરળતાથી વહે છે. પ્રેમ અને નિષ્ટા પૂર્વકનું કર્તવ્ય એ જ પ્રેમ ભક્તિ છે. અને એ જ કર્તવ્ય પૂજા ભક્તિ છે. મા-બાપ પોતાનાં બાળકો પ્રત્યેનાં, પતિ પોતાની પત્ની, અને પત્ની પોતાનાં પતિ પ્રત્યે, નાગરિક પોતાની ભૂમી પ્રત્યે, નિષ્ટા પૂર્વક કર્તવ્યો પૂરા પાડે તે સકામ ભક્તિ જ છે.

આપણું જે પ્રથમ કર્તવ્ય હોય તે નિષ્ઠાપૂર્વક બજાવવાથી ઉંચેમાર્ગે ચઢાય છે. અને આમ ઉત્તરોત્તર શક્તિ પ્રાપ્ત કરી શકાય છે અને ઉચામાં ઊંચી ભૂમિકાએ પહોંચાય છે. 

કર્તવ્ય એટલે શું ? ભગવતગીતામાં જન્મ ને જીવનનાં ક્ષેત્ર ઉપર આધાર રાખતાં કર્તવ્યનો અવારનવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જીવનનાં જુદા જુદા કાર્યો પ્રત્યે વ્યક્તિઓનાં માનસિક અને નૈતિક વલણ તો જન્મ અને જીવન તેમજ સમાજમાં વ્યક્તિની સ્થિતિ ઘણે અંશે નક્કી કરે છે. તેથી જે સમાજમાં આપણે જન્મ્યા હોય એ સમાજને અનુરૂપ આદર્શો અને પ્રવૃત્તિઓ ખ્યાલમાં રાખીને આપણને ઉચ્ચ બનાવે છે. અભિજાત બનાવે એવા કાર્યો કરવા તે આપણું કર્તવ્ય છે એ કર્મ જ ભક્તિ છે.

કર્તવ્યની પાછળ જ્યારે કોઈ સ્વાર્થ હેતુ નથી હોતો ત્યારે જ તે મહાન બને છે જ્યારે કોઈ કાર્ય કેવળ કર્તવ્યની ભાવનાથી થાય છે ત્યારે એ કાર્ય ઉપાસના બને છે. અને જ્યારે તે નીતિના સ્વરૂપમાં કે પ્રેમના સ્વરૂપમાં હોય ત્યારે એથી પણ ઉચ્ચતર ભૂમિકાએ પહોંચે છે

- (સ્વામિવિવેકાનંદજી)

સકામ ભક્તિ : શ્રીમદ્ ભગવત ગીતામાં ભગવાને ભક્તોના ત્રણ પ્રકાર બતાવ્યા છે.(૧) સકામ ભક્તિ કરનારા (૨) નિષ્કામ ભક્તિ કરનારા (૩) એકાંગી ભક્તિ કરનારા. આનાં પણ ત્રણ ભેદો કહ્યા છે. આર્ત (દુ:ખી), જિજ્ઞાસુ, અને અર્થાથી ભક્તિરૂપી વૃક્ષની તે શાખાઓ છે તથા પ્રશાખાઓ પણ છે.