Get The App

એ તો મારો ભાઇ છે ! .

Updated: Jan 31st, 2020

GS TEAM

Google News
Google News
એ તો મારો ભાઇ છે !                           . 1 - image


મેળામાં લોકો જઇ રહ્યા હતા. થોડે થોડે અંતરે લોકોની ટોળીઓ ડુંગર ચડી રહી હતી. એક ટોળી સાથે સુખી પણ હતી

એ ક ડુંગર હતો. એ ડુંગરની વચમાં એક મંદિર હતું. આ મંદિરની નજીકમાં થોડાં માટીનાં ઘર હતાં. છેલ્લા ઘરમાં સુખી રહેતી હતી. એ બધાં શ્રમજીવીઓનાં ઘર હતાં. આજે પૂનમ હતી. મંદિરમાં પૂનમનો મેળો ભરાતો હતો. ડુંગરની નીચે તળેટીમાં રહેતા લોકો મેળામાં આવજા કરી રહ્યા હતા.

તળેટીમાં એક બાલમંદિર હતું. તેમાં ડુંગર ઉપરનાં અને આજુબાજુનાં બાળકો આવતાં હતાં.

મેળામાં લોકો જઇ રહ્યા હતા. થોડે થોડે અંતરે લોકોની ટોળીઓ ડુંગર ચડી રહી હતી. એક ટોળી સાથે સુખી પણ હતી.

સુખી બાર-તેર વર્ષની હતી. તેની પીઠ પર એક છોકરો હતો. તે ત્રણ-ચાર વર્ષનો હશે. સુખી ધીરે ધીરે ડુંગરની કેડી પર ચાલી રહી હતી. છોકરો આજુબાજુ નજર ફેરવી રહ્યો હતો અને ખુશ દેખાતો હતો.

ટોળીના એક જાડા માણસે આ દ્રશ્ય જોયું. તે સુખીની પાસે આવ્યો અને પૂછ્યું - ''પીઠ પર તેં આ છોકરાને ઉપાડયો છે, તેનો તને ભાર નથી લાગતો ?''

''ભાર ?!'' સુખીએ અચરજથી પૂછ્યું.

''હા, આ છોકરાનો ભાર, રસ્તો ચઢાણવાળો છે અને તું પણ બહુ નાની છે, તો ભાર તો લાગે જ ને !''

સુખીને વધારે નવાઇ લાગી. તે પેલા જાડિયા માણસની સામે જોઇ રહી. પછી કહે - ''હેઈ, તમે આને ભાર કહો છો ?''

''હા, છોકરો કાંઇ નાનો નથી, પછી તે ભાર તો કહેવાય જ ને !'' પેલા જાડા માણસે કહ્યું.

સુખી ધીરે ધીરે ડગ ભરી રહી હતી. હસતાં હસતાં તેણે કહ્યું - ''જેન્ટલમેન, એ ભાર નથી, એ તો મારો ભાઇ છે ! બાલમંદિરમાં તે ભણે છે. હું તેને મૂકી જાઉં છું ને લઇ જાઉં છું. જુઓ, એના આ પગ. બચપણમાં તેને પોલિયો થયો  હતો.''

- સાંકળચંદ પટેલ

Tags :