Magazines

સાજિદ અલી : 'હીર-રાંઝા'ની સરખામણી 'લૈલા-મજનુ' સાથે જરૂર કરવામાં આવશે

By GS TEAM
2 Apr 20262 mins read
સાજિદ અલી : 'હીર-રાંઝા'ની સરખામણી 'લૈલા-મજનુ' સાથે જરૂર કરવામાં આવશે

ફિલ્મનિર્માતા સાજિદ અલી તેમની આગામી ફિલ્મ 'હિર-રાંઝા' માટે ખૂબ જ આશાવાદી છે. તેઓ તેમની આ ફિલ્મને 'લૈલા-મજનુ' જેવી ફિલ્મની સ્પિરિચ્યુઅલ સિક્વલ તરીકે વર્ણવી રહ્યા છે. એટલું જ નહીં, તેમની આ ફિલ્મ અંગે જે પૂછપરછ થઈ રહી છે, તેથી ખુશખુશાલ છે અને એક વાર્તાકાર તરીકે તેમના માટે અત્યંત આશ્વાસન આપનારી માની રહ્યા છે.

સાજિદ અલી કહે છે, લોકો આ વિશે વાત કરવા માટે સમય કાઢે છે એ જોઈને મારા હૃદયને ખુશી થાય છે. આ સાથે જ અલી આ પ્રોજેક્ટની આસપાસ ચાલી રહેલી ચર્ચા વિશે વાત કરે છે કારણ કે તે પ્રિ-પ્રોડક્શનમાં વ્યસ્ત છે.

આ સાથે જ અલી ઉમેરે છે, આ બાબત અમને ઘણો આત્મવિશ્વાસ આપે છે અને અમારું સ્તર પણ વધારે છે, જેથી અમને ખબર પડે કે 'લૈલા-મજનુ' સાથે તો સ્પષ્ટ સરખામણી થશે. તેથી અમે અમારા આ પ્રોજેક્ટ બાબત નારાજ ન થઈ શકીએ.

આ સાથે જ તેઓ ભાર મૂકે છે કે આ ફિલ્મ તો હજુ વિકાસના અત્યંત પ્રારંભિક તબક્કામાં છે. તેથી એ કહેવું ઘણું વહેલું ગણાશે કે અમે તો હજુ પ્રિ-પ્રોડક્શન પ્લાનિંગ સ્ટેજમાં છીએ. અમે કાસ્ટિંગ કરી રહ્યા છે અને આ બાબત અત્યારને તબક્કે ઘણી કાચી છે.

તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે ફિલ્મમાં સારા અર્જુન અને રોહિત શરાફને લેવામાં આવ્યા છે, પણ સાજિદે આ અહેવાલને નકારી કાઢ્યા છે અને કહ્યું, મને તાજેતરમાં જ અફવા માટે ખબર પડી લોકો મને પૂછી રહ્યા છે કે હું બીજા કોઈની જેમ અજાણ છું.

શરૂઆતમાં ફ્લોપ રહી પણ ૨૦૨૪માં ફરીથી રિલિઝ થઈ ત્યારે સુપરહિટ થયેલી 'લૈલા-મજનુ'ની સફર પર પ્રતિબિંબ પાડતા તે કહે છે, દર્શકોના વર્તનની આગાહી કરવી સરળ નથી. જ્યારે કોઈ ફિલ્મની ઓછામાં ઓછી સંખ્યાના સંદર્ભમાં પ્રસંશા થાય છે ત્યારે તમે જાણો છો કે લોકોને તેની મજા માણી છે. તેઓ બહાર ગયા છે અને તેમણે તેનો આનંદ માણ્યો છે અને કદાચ તેને ફરીથી રિલિઝ કરતી વખતે બે વાર જોઈ હશે, એમ તેમણે કહ્યું હતું.