સાધ્વી સૈલ 'હું ભગવદ્ ગીતાના અધ્યાયનો જાપ કરતી...'

- 'મારી દાદીએ ચાર છોકરીનો ઉછેર એવા સમયમાં કર્યો જ્યારે દીકરીઓને બોજ તરીકે જોવામાં આવતી હતી. તેમણે સિલાઈકામ અને પશુપાલન જેવી તેમની સરળ કુશળતાથી આ કામ કર્યું.
મિસ ઇન્ડિયા વર્લ્ડ ૨૦૨૬નો તાજ સાધ્વી સૈલે જીતી લીધો. તેનો આ વિજય ઘણી બધી જુદી જુદી વાર્તાઓનું મિશ્રણ છે, જેણે તેનામાં ઘણી સંભાવના જોઈ હતી અને તેની જ ફળશ્રુતિ રૂપે તેને આ વિખ્યાત તાજ મળ્યો, એમ કહી શકાય. એ સાચું કે આ મિસ વર્લ્ડનું અગાઉનું જીવન તેમાંય ખાસ કરીને બાળપણ તો કુદરતે કંડારેલા શ્રોત સમુ છે. અહીં તેણે ખૂબ જ સારી વાત કરી છે, જે તેના ચરિત્રનું પ્રતિબિંબ પાડે છે. ગોવામાં જન્મેલી આ સુંદરીનો વિકાસ તો કર્ણાટક અને ગોવાની સીમા પર આવેલા કારવાર શહેરમાં થયો છે. સાધ્વી સૈલ કહે છે, 'જ્યારે હું મિસ ઇન્ડિયા પપ્લેટફોર્મ પર આવી, ત્યારે મને મારી જન્મભૂમિ એટલે કે ગોવાનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મળ્યું, પરંતુ મારી કર્મભૂમિએ પણ મને ઘણી રીતે પ્રેરણા આપી છે-પ્રેરણાત્મક બની છે.'
તેણીને બાળપણમાં એવી શાળામાં ભણવાનો લહાવો મળ્યો હતો, જ્યાં તેને અનેક જીવન કૌશલ્યો અને પૌરાણિક કથાઓ શીખવવામાં આવતી હતી. 'હું કલ્પનાશક્તિથી સભર બાળકી હતી,' એમ કહી સાધ્વી સૈલ ઉમેરે છે, 'હું ભગવદ્ ગીતાના ૨-૩ અધ્યાયનો જાપ કરતી હતી. ધ્યાનનો અભ્યાસ પણ મારામાં બાળપણમાં જ વણાઈ ગયો હતો, જેને કારણે આજે હું ખૂબ શાંત વ્યક્તિ છું.' સાધ્વી સૈલે અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધોનો અભ્યાસ કર્યો છે અને આ બધામાં તે ડો. ગીતા ગોપીનાથને પોતાનો પ્રેરણાસ્રોત માને છે. તેણે આઈએમએફમાં અત્યંત નિકટતાથી કામ કર્યું છે અને તેણે ત્યાં મહિલા ચીફ ઇકોનોમિસ્ટ તરીકે કામ કર્યું છે. તે અનેરું વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને આટલા મોટા પાયે ભારતીય ભૂમિનું પ્રતિનિધિત્વ કરે છે અને આ બાબત જ મને પ્રેરણા આપે છે,' એમ આ સુંદરી જણાવે છે.
હા, એક સમય એવો પણ હતો જ્યારે સાધ્વીનું જીવન ખૂબ જ ટકાઉં અને મજબૂત નહોતું. તે સમયે તેના શરીરનું વજન ૧૦ કિલો વધુ હતું. તેના મિત્રોએ તેને ફિટ થવા માટે દબણ કર્યું હતું. આજ કારણ હતું કે હું ઓડિશન આપવા માગતી નહોતી, પરંતુ મારા મિત્રો મારી સાતે આવ્યા અને ૬ થી ૮ કલાક સુધી ઓડિશનમાં બેઠા, પણ હું નિષ્ફળ ગઈ. પરંતુ ત્યારે મને સમજાયું કે પ્રોટોટાઈપમાં ફિટ થવા કરતાં તે મારી પોતાની ત્વચામાં શ્રેષ્ઠ અનુભવવા વિશે છે. આ બધાનું શ્રેય તો સાધ્વીની દાદીમાને જાય છે, જેમણે બાળપણથી જ આ બ્યુટી ક્વિનમાં સ્વ-સશક્તિકરણના ગુણો કુદરતી રીતે સિંચ્યા છે. જ્યારે હું મોટી થઈ રહી હતી ત્યારે મારા માતાપિતા અત્યંત વ્યસ્ત હતા તેથી હું ઘણી વાર મારી દાદીએ મને તેના જીવન અને મારા માતાપિતાના જીવન વિશે કહેલી વાર્તાઓ સાંભળવામાં ઘણો સમય પસાર કરતી હતી.
'મારી દાદીએ ચાર છોકરીનો ઉછેર એવા સમયમાં કર્યો જ્યારે દીકરીઓને બોજ તરીકે જોવામાં આવતી હતી. તેમણે સિલાઈકામ અને પશુપાલન જેવી તેમની સરળ કુશળતાથી આ કામ કર્યું. સાધ્વીએ પોતાની જાતને કોઈ પણ વસ્તુમાં વ્યસ્ત રાખી જેથી તે પોતાના બાળકોનું ભરણપોષણ કરવા માટે સશક્ત અનુભવે,' એમ સાધ્વીએ ઉમેર્યું હતું.








