Magazines

રેણુકા શહાણે પહેલીવાર પતિ આશુતોષ રાણાને દિગ્દર્શિત કરશે

By GS TEAM
11 Jun 20262 mins read
રેણુકા શહાણે પહેલીવાર પતિ આશુતોષ રાણાને દિગ્દર્શિત કરશે

- 'મને પણ મારા પતિ સાથે  કોઈ દિવસ પડદા પર સહયોગ કરવાનું ગમશે, પરંતુ કોઈ બીજા સાથે તે આ પ્રોજેક્ટનું દિગ્દર્શન કરી રહી છે'

રેણુકા શહાણેએ  ટીવી અને હિન્દી-મરાઠી  ફિલ્મોમાં  અભિનય કરી સારી એવીચાહના મેળવી છે.  તેમણે ૨૦૦૧માં અભિનેતા આશુતોષ રાણા સાથે લગ્ન કર્યાં અને  ફિલ્મ વિશ્વમાં  સેલિબ્રિટી કપલ તરીકે પણ પ્રસિદ્ધિ મેળવી છે. આ દંપતિ ખૂબ સારી રીતે તેમનું જીવન વ્યતિત કરી રહ્યું છે. થોડા સમય પહેલા જ અભિનેત્રી રેણુકા શહાણેએ લગ્નના ૨૫ વર્ષની ઉજવણી કરી જેમાં આ દંપતિએ ઘણાને આમંત્રણ આપ્યું હતું.  આમ જોવા જઈએ તો આ એક સીમાચિહ્ન રૂપ સિદ્ધ છે, આ જોડી હવે તેમની કાયમી  ઓફ-સ્ક્રીન   કેમેસ્ટ્રીને  એક નવા સર્જનાત્મક સહયોગમાં  લાવી રહી છે. રેણુકા શહાણે હવે તેના પતિ આશુતોષ રાણાને  એક ફિલ્મમાં  દિગ્દર્શિત કરી રહી છે.   ટૂંકમાં  રેણુકા હવે દિગ્દર્શિકા  બની રહી છે.

કેમેરાની સામે અને કેમેરાની પાછળ એમ બંને જગ્યાએ  પોતાનું સ્થાન બનાવવા તૈયાર રેણુકાએ  ખાસ વાતચીતમાં  જણાવ્યું  કે તે હવે આ વર્ષે પહેલીવાર  તેના અભિનેતા-પતિને લઈને એક ટૂંકી  ફિલ્મનું દિગ્દર્શન કરવા માટે તૈયાર છે.  જ્યારે તમે દિગ્દર્શિન  કરો છો ત્યારે હંમેશા ઘણી બધી  ચિંતા અનુભવતા  હોય છે, પરંતુ આ વખતે તે વધુ ખાસ  છે કારણ કે રાણાજી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ  પહેલીવાર  છે  જ્યારે  તેઓ કેમેરાની  સામે છે અને હું તેની  પાછળ છું અને તે ચાલુ રહી શકે છે, કોઈપણ  રીતે. ફક્ત એટલા માટે કે તે તમે સારા ભાગીદાર છો, પણ તેનો  અર્થ એ નથી   કે તે સ્ક્રીન પર  અભિનય કરશે,  પરંતુ તે મારી કલ્પના કરતાં વધુ  સારં હતું.  દિગ્દર્શક  - અભિનેતાની  આ નવી જોડી તરીકે  ્મે એક મહાન ટીમ બનાવીએ  છીએ, એમ અભિનેત્રી - દિગ્દર્શિકા  શેર કરે છે. આશુતોષ  વિશે એક વ્યવસાયિક  તરીકે વાત કરતાં  રેણુકા કહે છે, તે એક સ્વપ્નશીલ  અભિનેતા  છે, જેની સાથે કામ કરવું જોઈએ.   તે ખૂબ  જ ખુલ્લા  અને વિશ્વાસુ છે, તે તમારા  દ્રષ્ટિકોણને સંપૂર્ણપણે  સમર્પિત થઈ જાય છે એ તો કોરી માટી જેવો છે.  - ઘડાઈ  જવા માટે  ખુલ્લો છે અને અભિનેતા તરીકે  તેની પાસે  પૂર્વધારણા નથી.

તેણી કંઈક  અલગ રીતે  કહે છે કે  બીજાઓ  સાથે તે (આશુતોષ ) થોડો  કડક હશે, પણ મારી સાથે તે અપવાદરૂપ દયાળુ અને ક્ષમાશીલ છે. આ સાથે  રેણુકા ઉમેરે છે, 

'મને પણ મારા પતિ સાથે  કોઈ દિવસ પડદા પર સહયોગ કરવાનું ગમશે, પરંતુ કોઈ બીજા સાથે તે આ પ્રોજેક્ટનું દિગ્દર્શન કરી રહી છે.