Magazines

વિદેશી રોકાણકારોનો ફરી પ્રવેશ .

By GS TEAM
26 Oct 20251 min read
વિદેશી રોકાણકારોનો ફરી પ્રવેશ                            .

શેરબજારમાં વિદેશી રોકાણ મહત્વનું છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું ત્યારે વિદેશી રોકાણકારો એમ માનતા હતા કે ભારતનું શેરબજાર તૂટી જશે અને મંદી આવશે પરંતુ સ્થાનીક રોકાણકારો વહારે આવ્યા હતા અને ફરી શેરબજાર ફરી તેજીના ટ્રેક પર આવી ગયું હતું. ત્યારે એવી માંગ ઉઠી હતીકે વિદેશના રોકાણકારો ભલે નાણા બજારમાં રોકે પરંતુ અચાનક તે રોકાણ પાછું ના ખેંચી શકે એવા કોઇ કાયદા લાવવા જોઇએ. હવે જ્યારે ભારતનું શેરબજાર સ્થિર થઇને તેજીના ટ્રેક પર આવ્યું છે ત્યારે વિદેશી રોકાણકારો પણ ફરી પાછા ભારતમાં આવવા લાગ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં વિદેશી રોકાણકારોેેએ ૬૪૮૦ કરોડ રુપિયા બજારમાં રોક્યા છે.