Get The App

પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને કહેલી મંકિ ગીતા, મનુ ગીતા, માંડવ્ય ગીતા

જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર

Updated: Feb 8th, 2020

GS TEAM

Google News
Google News
પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને કહેલી મંકિ ગીતા, મનુ ગીતા, માંડવ્ય ગીતા 1 - image


'શ્રી મદ્ ભગવદ્ ગીતા' ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહેલી છે. સાતસો શ્લોકનો આ ઉપદેશ શ્રીકૃષ્ણે પાંચ પાંડુપુત્રોમાં તેમને સૌથી પ્રિય એવા સખા ગાંડિવધારી અર્જુનને આપ્યો છે.પાંડવો અને કૌરવોના સૈન્ય કુરુક્ષેત્રના રણસંગ્રામમાં સામસામે ગોઠવાઈ ગયા હતા અને યુદ્ધના આરંભની તૈયારી થઇ રહી હતી, ત્યારે શ્રીકૃષ્ણે અર્જુનને આ ઉપદેશ આપ્યો હતો. એમાં શ્રીકૃષ્ણએ કહ્યું કે આ જગતમાં જે કંઇ છે તેનું કારણ પરમાત્માનો સ્વભાવ છે. આ પરમાત્માનો સ્વભાવ બે પ્રકારની જડચિદાત્મક સ્વભાવ છે અને આ બે પ્રકૃતિથી પરમાત્મા સમગ્ર વિશ્વની ઉત્પત્તિ અને પ્રલયનું કારણ બને છે. પરમાત્મા સિવાય બીજું કોઈ તત્ત્વ નથી અને દોરામાં મણકા પરોવાયા હોય તેમ પરમાત્મામાં સર્વવિશ્વ પરોવાઈ રહેલું છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા પુરુષ અને પ્રકૃતિ તથા ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞા વિશે પ્રતિપાદન કરે છે.

આ શરીરને ક્ષેત્ર કહે છે અને તેને જાણનાર કે તેનો સાક્ષી તે ક્ષેત્રજ્ઞા. પરમાત્મા જ સર્વ શરીરોમાં કે સર્વ ક્ષેત્રોમાં છે અને ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞાનું જ્ઞાાન એ જ પરમજ્ઞાાન છે (૧૩.૧-૨). ઋષિઓ, બ્રહ્મસૂત્રો આદિએ બુદ્ધિયુક્ત રીતે બતાવ્યું છે તે પ્રમાણે ક્ષેત્ર અને તેના વિકારોમાં મહાભૂતો (આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી), અહંકાર, બુધ્ધિ, અવ્યક્ત, પાંચ જ્ઞાાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન, પાંચ ઇન્દ્રિયવિષયો (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ગંધ) એ ચોવીસ તત્ત્વો તેમજ ઇચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત (ભિન્ન ભિન્ન તત્ત્વોની એકબીજા સાથે મેળયુક્ત રચના અને વ્યવહાર), ચેતના (સભાનતા), ધૃતિ (ટકી રહેવાની શક્તિ) એમ ૩૧ તત્ત્વોનો સમાવેશ છે. આ ધર્મો કે તત્ત્વો અપરા-પ્રકૃતિરૂપ કે ક્ષેત્રરૂપ છે, આત્મા નથી એ સ્પષ્ટ જાણી લેવું જોઇએ.

ભગવદ્ ગીતાએ જ્ઞાાનની પણ વિશાળ વ્યાખ્યા કરી છે. નિર્માનિત્વ, નિર્દભત્વ, અહિંસા, ક્ષાન્તિ (ધીરજ અને હિંમત), આર્જવ, આચાર્યની સેવા, શૌચ (શરીર અને મનની સ્વચ્છતા), સ્થિરતા, આત્મવિનિગ્રહ (પોતા પર સંયમ), ઇન્દ્રવિષયો પ્રત્યે વૈરાગ્ય, અનહંકાર (શરીર આદિ પ્રત્યે અહંતાનો અભાવ), જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ જેવા દોષોનું ભાન, અનાસક્તિ, પુત્ર, પત્ની, ગૃહ વગેરે વિશે લોલુપતાનો અભાવ, ઇષ્ટ કે અનિષ્ટ પરિસ્થિતિમાં મનનું નિત્ય સમત્વ, ભગવાનમાં અનન્યભાવે અવિચલિત ભક્તિ, એકાંત સ્થાનનું સેવન, જનસમૂહના ઘોંઘાટ પ્રત્યે અરુચિ, અધ્યાત્મજ્ઞાાનને વિશે દ્રઢતા, તત્ત્વજ્ઞાાનથી જે પ્રાપ્ત કરવાનું છે તેની સૂઝ-આ બધું જ્ઞાાન કહેવાય. આનાથી જૂદું હોય તે અજ્ઞાાન.

પરમતત્ત્વ અને તેના સ્વભાવ કે સ્વરૂપ વિશેની માહિતી હોવી એટલો જ જ્ઞાાનનો અર્થ નથી પણ એ જાણવાને પરિણામે વર્તનમાં ફરક પડવો જોઇએ, ચિત્તની સ્થિરતા અને સારા સંસ્કારો કે ગુણો આવવા જોઇએ તેનો પણ સમાવેશ પરપ્રાપ્તિની અપેક્ષા રાખી શકાતી હોય (૧૩.૭-૧૧) તેવા જ્ઞાાનમાં થાય છે.

'શ્રીમદ્ ભગવદ્ ગીતા'માં કર્મયોગ, જ્ઞાાનયોગ અને ભક્તિયોગનો સુંદર સહકારયુક્ત વિનિયોગ દર્શાવ્યો છે. વ્યક્તિ પોતાના સ્વભાવ અનુસાર આ ત્રણેમાંથી અહીં એક માર્ગને પ્રાધાન્ય આપી શકે, પરંતુ એને માટે બીજા બે માર્ગનો સહકાર અનિવાર્ય તો છે જ. મહત્ત્વની વાત એ છે કે મહાભારત અને પુરાણોમાંથી પણ 'શ્રીમદ્ ભગવદ્ ગીતા' ઉપરાંત બીજી ગીતાઓ પ્રાપ્ત થાય છે. મહાભારતમાં બીજી ૪૧ ગીતાઓ પ્રાપ્ત થાય છે અને પુરાણોમાં ૧૮ ગીતા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પુરાણો સિવાય પણ રામગીતા (અધ્યાત્મ રામાયણ), બીજી રામ ગીતા (ગુરુજ્ઞાાન-વાશિષ્ઠ-તત્ત્વસારાયણ) અને સૂર્ય ગીતા (ગુરુજ્ઞાાન-વાશિષ્ઠ-તત્ત્વસારાયણ) મળે છે. એ સિવાય પણ અનુગીતા, બ્રાહ્મણ ગીતા, કપીલ ગીતા, યાજ્ઞાવલ્ક્યગીતા, અજગર ગીતા જેવી ગીતાઓ પણ પ્રાપ્ત થાય છે.

કેટલીક ગીતાઓ એવી મળે છે કે જે મહારાજ યુધિષ્ઠિરને કહેવામાં આવી છે. જેમ કે બ્રાહ્મણો સદા આદરપાત્ર છે એ દર્શાવતી 'મનુગીતા' મળે છે, મનુએ કહેલી ગીતા ભીષ્મ યુધિષ્ઠિરને સંભળાવે છે અને એમાં કહ્યું છે કે જેમ જલમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, તેમ બ્રાહ્મણથી ક્ષત્રિય અને પથ્થરમાંથી લોખંડ ઉત્પન્ન થાય છે. એવી જ એક ગીતા અનાસક્તિયોગનો ઉપદેશ આપતી મળે છે. આ ગીતાનું નામ છે 'મંકિગીતા'. એનો સંદર્ભ છે આચાર્ય મંકિની કથા સાથે.

યુધિષ્ઠિરે એવો પ્રશ્ન કરે છે કે ખેતી કરીએ કે પછી વેપાર કરીએ, તે સઘળાં વ્યવસાયો કરીએ, છતાં ધન પ્રાપ્ત થતું નથી. જો આવી પરિસ્થિતિ હોય, તો પછી સુખ કઇ રીતે પ્રાપ્ત થઇ શકે ? એવા યુધિષ્ઠિરના પ્રશ્નના ઉત્તરમાં પિતામહ ભીષ્મે આચાર્ય મંકિની કથા સંભળાવી. આ આચાર્ય મંકિ ઋષિની કથામાં પ્રારબ્ધના પ્રાબલ્યની વાત છે અને એમાં કહ્યું છે કે જો કામનાઓ અને આસક્તિનો ત્યાગ કરવામાં આવે તો બ્રહ્મપ્રાપ્તિનો માર્ગ નિર્વિઘ્ન બને છે. આ રીતે ભીષ્મે યુધિષ્ઠિરને આચાર્ય મંકિની કથા સંભળાવીને આ 'મંકિ ગીતા'માં અનાસક્તિનો ઉપદેશ આપ્યો છે.

આવી જ રીતે 'માંડવ્યગીતા' પણ ભીષ્મે યુધિષ્ઠિરને સંભળાવી છે. વાત એવી બની હતી કે યુદ્ધમાં સ્વજનોના નાશથી વ્યથિત થયેલા યુધિષ્ઠિરને આ સમયે પિતામહ ભીષ્મ બાણશૈયા પર ઉત્તરાયણની પ્રતિક્ષામાં સૂતા હતા, ત્યારે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં પોતાના સ્વજનોના થયેલા નાશથી જ્યેષ્ઠ પાંડુપુત્ર યુધિષ્ઠિર વ્યથિત થયેલા હતા. આવા દુઃખી યુધિષ્ઠિરને ભીષ્મ સાંત્વના આપે છે અને ત્યારે પૂર્વ જનકે રાજા માંડવ્યને જે ઉપદેશ આપ્યો હતો તે ભીષ્મ કહી સંભળાવે છે.

આ ગીતામાં જીવનમાં બે બાબતોથી પર જવાનું કહ્યું છે. એમાં પહેલી બાબત છે વિવેકપૂર્વક તૃષ્ણાનો ત્યાગ અને બીજી બાબત છે જીવનમાં દ્વંદ્વોથી પર થવું. 

તૃષ્ણા અને દ્વંદ્વોથી પર થનાર વ્યક્તિ સ્થિતપ્રજ્ઞા બની શકે છે અને આવી સ્થિતપ્રજ્ઞાતાથી જ વ્યક્તિ સુખી બની શકે છે. આમ ભીષ્મ યુધિષ્ઠિરને સમજાવે છે કે જીવનમાં સ્થિતપ્રજ્ઞા બનીને પ્રસન્નતા પમાય છે અને એ પ્રસન્નતાથી મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય છે.

જ્યારે 'યજ્ઞા ગીતા'માં યજ્ઞાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. માણસ સારો હોય કે ખરાબ હોય, પણ એણે અસૂયારહિત થઇને શ્રદ્ધાપૂર્વક વિધિપ્રમાણે અને શક્તિ તેમજ ઇચ્છા પ્રમાણે યજ્ઞા કરવો જોઇએ. આમ યજ્ઞા કવા અંગેનો મહિમા 'યજ્ઞા ગીતા'માં પ્રગટ થયો છે. મૂળે વૈખાનસ મુનિઓએ કહેલી કથા 'યજ્ઞા ગીતા'માં ભીષ્મ ધર્મરાજ યુધિષ્ઠિરને કહી સંભળાવે છે.

જ્યારે 'યયાતિ ગીતા'માં યયાતિ રાજાએ કહેલી ગીતા ભીષ્મ યુધિષ્ઠિરને સાંત્વના આપવા માટે કહે છે. વેદનાગ્રસ્ત યુધિષ્ઠિરના ચિત્તને વેદનાની પીડામાંથી મુક્ત કરીને મોક્ષ દીશામાં કે પરમાત્મા તરફ વાળવાનો આ જુદી જુદી ગીતાઓમાં એ હેતુ જોવા મળે છે. અહીં ભીષ્મ યુધિષ્ઠિરને સાંત્વના આપતા કહે છે કે સર્વ પ્રત્યે સમભાવ રાખી મોહ, ઇર્ષ્યાનો ત્યાગ કરી, દ્વંદ્વોથી પર થઇને તપોબળથી મનને આત્મામાં જોડી રાખનાર અને જ્ઞાાનથી અજ્ઞાાનને દૂર કરનાર પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે.

'વામદેવ ગીતા'માં ભીષ્મ યુધિષ્ઠિરને એક આગવી પ્રેરણા આપે છે. એમાં વામદેવે આપેલા ઉપદેશને પરિણામે વસુમનસે કેવું આચરણ કર્યું હતું, તેની વાત કરે છે. આ વામદેવ ગીતામાં ઉત્તમ રાજાના ગુણો કયા હોય વર્ણન કર્યું છે. એ રાજાનું પોતાના રાજ્ય તરફ અને સમાજ તરફ શું કર્તવ્ય હોય તેનો અંગુલીનિર્દેશ કર્ય છે તેમજ રાજાના સદ્ આચરણ પર ભાર મૂક્યો છે. વળી રાજનીતિના કેટલાક સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. આવું ધર્માચરણ કરનાર રાજા શું મેળવે ? તો ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે કે આવો સદાચારી રાજા 'ઇહલોક' (આ-લોક)માં અને પરલોકમાં વિજય પ્રાપ્ત કરે છે.

'વૃતં ગીતા'માં ભીષ્મ યુધિષ્ઠિરને એક આગવી પ્રેરણા આપે છે. એમાં વામદેવે આપેલા ઉપદેશને પરિણામે વસુમનસે કેવું આચરણ કર્યું હતું, તેની વાત કરે છે. આ વામદેવ ગીતામાં ઉત્તમ રાજાના ગુણો કયા હોય વર્ણન કર્યું છે. એ રાજાનું પોતાના રાજ્ય તરફ અને સમાજ તરફ શું કર્તવ્ય હોય તેનો અંગુલીનિર્દેશ કર્ય છે તેમજ રાજાના સદ્ આચરણ પર ભાર મૂક્યો છે. વળી રાજનીતિના કેટલાક સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. આવું ધર્માચરણ કરનાર રાજા શું મેળવે ? તો ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે કે આવો સદાચારી રાજા 'ઇહલોક' (આ-લોક)માં અને પરલોકમાં વિજય પ્રાપ્ત કરે છે.

'વામદેવ ગીતા'માં યુધિષ્ઠિરે પિતામહ ભીષ્મને બે માર્મિક પ્રશ્નો પૂછ્યાં છે. વ્યક્તિને પોતાની આસપાસની વિભૂતિ જોઇને એને વિશેનો ભેદ પારખવાની ઇચ્છા થાય છે અથવા તો એ કોનો અંશ છે કે કોનો અવતાર છે એ જાણવાની ઇચ્છા થાય છે. એવી જ સ્વાભાવિક ઇચ્છાથી ધર્મરાજ યુધિષ્ઠિર ભીષ્મને માર્મિક પ્રશ્ન કરે છે કે શું શ્રીકૃષ્ણ એ સ્વયં નારાયણ છે ? અને એ પ્રશ્નનો ઉત્તર આપતા ભીષ્મ કહે છે કે શ્રીકૃષ્ણ એ નારાયણનો અષ્ટમાંશ છે એટલે કે અંશાવતાર છે. એ પછી બીજો મહત્ત્વનો પ્રશ્ન યુધિષ્ઠિર પિતામહ ભીષ્મને પૂછે છે. દરેક વ્યક્તિને સ્વાભાવિક રીતે જ પોતાના પુનર્જન્મની ચિંતા હોય. આ જન્મ આ પ્રકારે મળે, પણ હવે પછીનો આવતો જન્મ કેવો મળશે એ જાણવાની અપાર જિજ્ઞાાસા હોય. ધર્મરાજ યુધિષ્ઠિરમાં આવી જિજ્ઞાાસા હોવાથી એમણે પિતામહ ભીષ્મને બીજો પ્રશ્ન કર્યો કે અમે મૃત્યુ પછી કઇ યોનિ પ્રાપ્ત કરીશું. ત્યારે ભીષ્મ એના ઉત્તરમાં કહે છે કે તમે જીવનમાં કઠોર વ્રતોનું પાલન કર્યું છે. આવા સદાચરણને કારણે તમે દેવલોકને પામશો. એ પછી દેવલોકમાં વિહાર કરીને ફરી મનુષ્યલોકમાં આવશો અને પ્રલયકાળ સુધી સુખપૂર્વક જીવીને પુનઃદેવલોકની પ્રાપ્તિ કરશો અને અંતે સિદ્ધોમાં સ્થાન પામશો.

Tags :