વિદ્યાના લાભાર્થીઓ જિજ્ઞાાસુઓ અને વિદ્યાર્થીઓને બદલે સ્વાર્થી શિક્ષણશાસ્ત્રીઓ જ બને, આગેવાનો પોતે જ શિક્ષણની હાટડીઓ ખોલે, તો પછી સમાજમાં વિદ્વાનો, વિજ્ઞાાનીઓની કોઈ કિંમત રહે નહિ અને દેશની પડતી થાય. કાવ્યો અને બીજું સાહિત્ય ઉત્તમ વિચારોને સુંદર અને બળુકી ભાષામાં રજુ કરે તેવું હોવું જોઇએ
(iTT¦neÕU§ôVUÄý)
§Ô¦VU§Ô¦Uý èg¦³TuÃõ¦§b
UiTDïmÍÕA ønUÍUø:
ÌTèTÃTÓ ÃU¦ §Y}íTýTgU§õáî:
UîA õ}ÖÄým¾íT³p ¤
U§¿TÔýT ÃU¦ §mäÍV·Z îU§ýT
îTCÃgã øCÃgã UîA
ønõTÕg OÃØZ»g ®³NýøZ§ãg
§m¦x»Ã³NýA àý³© ¤¤
(જો બંદીજનો પ્રધાનપદે બિરાજી શક્તા હોય, તો પછી કુશળ મુત્સદ્દીઓનું શું કામ? જો શિક્ષક વેપારી કે વિદ્યા વેચનાર બને તો પ્રકાંડ પંડિતોની શી જરૂર? જો શુષ્ક, બોલચાલની ભાષામાં કાવ્ય રચી શકાતાં હોય, તો ઉત્તમ ભવ્ય કવિતા ક્યાંથી મળે? અને જો લાગણી કે સંસ્કાર વગરની વ્યક્તિ રાજા થાય, તો દેશમાંથી વિદ્યાધનનો નાશ જ થાય.)
સમાજનાં મહતત્વનાં અંગો પ્રદૂષિત થાય, તો એની અધોગતિ થાય છે. ચારે બાજુ અંધકાર દેખાય, ત્યારે ગુણિજનોને આઘાત લાગે છે, હતાશા-ફ્રસ્ટ્રેશન થાય છે. નિરાશાના ઉદ્ગાર નીકળે છે. આવી પરિસ્થિતિ ઉપર કવિ કટાક્ષ કરે છે.
બન્દીજનોનું કામ છે દરબારની શરૂઆતમાં રાજાનાં ગુણગાન ગાવાનું. કારણ કે આના ઉપર જ તેમની આજીવિકાનો આધાર છે. આવા માણસોના અભિપ્રાય, સલાહ કે નિર્ણય ઉપર શાસન આધાર રાખે, તો રાજ કેવું ચાલે ? સચિવનું કામ રાજાને ઉત્તમ સલાહ આપવાનું છે. પણ જો સચિવો રાજાની ખુશામત કરનારા કે તેમને મનગમતી સલાહ જ આપનારા થાય તો સમાજની અધોગતિ થાય.
જો રાજા કે શાસક ભ્રષ્ટ થાય તો સમાજમાં સર્વત્ર અનિષ્ટો પેદા થાય છે. શિક્ષણનું કામ પ્રજાને સુશિક્ષિત અને સુસંસ્કારી બનાવવાનું છે. તેને બદલે તેનો વેપાર શરુ થાય, વિદ્યાના લાભાર્થીઓ જિજ્ઞાાસુઓ અને વિદ્યાર્થીઓને બદલે સ્વાર્થી શિક્ષણશાસ્ત્રીઓ જ બને, આગેવાનો પોતે જ શિક્ષણની હાટડીઓ ખોલે, તો પછી સમાજમાં વિદ્વાનો, વિજ્ઞાાનીઓની કોઈ કિંમત રહે નહિ અને દેશની પડતી થાય.
કાવ્યો અને બીજું સાહિત્ય ઉત્તમ વિચારોને સુંદર અને બળુકી ભાષામાં રજુ કરે તેવું હોવું જોઇએ. તેને બદલે એ સાવ સામાન્ય, નિસ્તેજ અને મતલબી બોલચાલની ભાષામાં જ લખાય અને પ્રચાર પામે તો પછી મહા કૃતિઓ ક્યાંથી મળે ? અને રાજા-અથવા કોઈ પણ શાસક-જો અબુધ, આપખુદ, ચાપલુસીને વશ થનારો હોય, તો તેના રાજ્યમાંથી સુસંસ્કાર, વિદ્વત્તા અને શાણપણને દેશવટો જ મળે. આજે સમાજમાં ઝડપથી મોટાં પરિવર્તનો આવી રહ્યાં છે. ત્યારે આ સુભાષિતનો મર્મ મનમાં ઉતારીશું?


