Get The App

અન્ય માનવીના મનની બધી જ વાતોને તત્કાળ જાણી લેવાની ક્ષમતા આપણું મન ધરાવે છે !

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

Updated: Feb 8th, 2020

GS TEAM

Google News
Google News
અન્ય માનવીના મનની બધી જ વાતોને તત્કાળ જાણી લેવાની ક્ષમતા આપણું મન ધરાવે છે ! 1 - image


કોઇ પદાર્થના ન હોવાનું જ્ઞાાન જે વૃત્તિનું આલંબન છે એને નિદ્રા કહેવાય છે. જ્યારે સ્વપ્ન આવતા હોય ત્યારે એને નિદ્રા ન કહેવાય. અંતિમ વૃત્તિ સ્મૃતિ છે.

મહર્ષિ પતંજલિએ 'યોગદર્શન'માં ચિત્તની પાંચ અવસ્થાઓ બતાવી છે - ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ અવસ્થા. આમાં પ્રથમ બે અવસ્થામાં પાશવિક સ્તરની છે. ત્રીજી અવસ્થા સાધારણ સર્વ સામાન્ય ચિત્તની અનિયંત્રિત દશા છે. ચોથી એકાગ્ર અવસ્થા અને પાંચમી વિરુદ્ધ અવસ્થા ઉચ્ચતર અને ઉચ્ચતમ દશા છે. ચિત્તનું મુખ્ય કાર્ય જાણવું કે અનુભવ કરવો એ છે. ચિત્તને યોગદર્શન અને સાંખ્યા સૂત્રોમાં પ્રકૃતિના સતોગુણનું પરિણામ માનવામાં આવે છે. ચિત્ત વૃત્તિઓનો ભંડાર છે. ચિત્તની વૃત્તિઓને વશમાં રાખવી, એમને રોકવી, અટકાવવી, પોતાને અધીન રાખવી એ જ યોગ છે. એટલે જ કહેવામાં આવ્યું છે - 'યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ ।'

ચિત્તની વૃત્તિઓના બે ભેદ છે - અંતઃવૃત્તિ અને બહિર્વૃત્તિ. મહર્ષિ પતંજલિ કહે છે - વૃત્તિઓ અનેકવિધ હોય છે - 'પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા સ્મૃતયઃ'. લૌકિક જ્ઞાાન સંબંધી છે તે 'પ્રમાણ' છે. એના પણ ત્રણ ભેદ છે - પ્રત્યક્ષ, અનુમાન અને આગમ. પ્રત્યક્ષ તે જ્ઞાાન છે જેને આપણે આપણી નેત્ર, કર્ણ વગેરે ઈન્દ્રિયોથી અનુભવીએ છીએ.

અનુમાન એ છે જેના કેટલાક ચિહ્નો કે લક્ષણો પરથી ધારણા કરીએ છીએ. 'આગમ' વેદ-શાસ્ત્ર વગેરેના વચન છે જે એમના તત્ત્વાનુભવ પરથી લખાયેલા છે. જ્ઞાાન છે જે સાચા અર્થમાં સ્થિર થતું નથી. 'વિકલ્પ' એ છે જે શૂન્ય સંબંધી છે. જે વસ્તુ હોય જ નહીં, માત્ર શબ્દથી જ જણાય તે વિકલ્પ છે. કોઇ પદાર્થના ન હોવાનું જ્ઞાાન જે વૃત્તિનું આલંબન છે એને નિદ્રા કહેવાય છે. જ્યારે સ્વપ્ન આવતા હોય ત્યારે એને નિદ્રા ન કહેવાય. અંતિમ વૃત્તિ સ્મૃતિ છે. સ્મૃતિ અનુભવથી ન્યૂનનું જ્ઞાાન તો કરાવે છે પણ અધિકનું જ્ઞાાન કરાવતી નથી. ક્યારેક સ્મૃતિ અનેક દુઃખોનું  કારણ પણ બને છે  એટલા માટે એનો નિરોધ કરવો જરૂરી છે.

ઉપનિષદ કહે છે - 'સત્યેન લભ્યસ્તપસા હ્યેષ આત્મા । સમ્યક્ જ્ઞાાનેન બ્રહ્મચર્યેણ નિત્યમ્ ।। સત્ય, તપ, સાત્વિક જ્ઞાાન અને નિત્ય નિર્વિકાર રહેવાથી આત્મતત્ત્વનું દર્શન થાય છે' યોગ દ્વારા મનન નિયંત્રિત અને નિર્મળ કરવામાં આવે તો અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઇ શકે છે. મહર્ષિ વશિષ્ઠ 'યોગવાશિષ્ઠ મહારામાયણ'માં કહે છે - 'દ્રઢ ભાવનયા ચેતો યદ્યથા ભાવયત્ફલમ્ । તત્તફલં તદાકારં તાવત્કાલં પ્રપણશ્યતિ ।। હે રાજન્, આ મન દ્રઢ ભાવનાવાળું બની જેવી કલ્પના કરે છે એને એ જ આકારમાં એટલા સમય સુધી અને એ જ પ્રકારનું ફળ આપનાર અનુભૂતિ થાય છે.' પરમ દિવ્ય ચેતના સાથે જોડાઇ જનાર મન અનેક પ્રકારની અલૌકિક, અતીન્દ્રિય શક્તિઓને ધારણ કરનારું બની જાય છે. યોગીપુરુષો યોગસાધનાથી ઈન્દ્રિયાતીત શક્તિઓ પ્રાપ્ત કરી લે છે તો કેટલીક વ્યક્તિઓ પ્રકૃતિદત્ત શક્તિથી વિશિષ્ટ ક્ષમતા ધરાવતા હોય છે. તમામ પ્રાણીઓને આંતરિક રીતે નિત્ય જોડી રાખનારું તત્ત્વ 'મન' છે. મન પ્રાણશક્તિનું જ સ્થૂળ રૂપ છે.

અન્ય માનવીના મનની બધી જ વાતોને તત્કાળ જાણી લેવાની ક્ષમતા આપણું મન ધરાવે છે ! 2 - image

તેજોબિંદુ ઉપનિષદમાં કહેવાયું છે - 'યત્કિંચેદ' પ્રાણિ જંગમં ચ પરત્રિ ચ પચ્ચ સ્થાવરં સર્વં નત્પ્રજ્ઞાાનેનત્રં, પ્રજ્ઞાાને પ્રતિષ્ઠા, પ્રજ્ઞાાનં બ્રહ્મ । આ જગતમાં જે કંઇ સજીવ, નિર્જીવ, સ્થાવર, જંગમ વગેરે દેખાય છે, બુદ્ધે રૂપ પ્રજ્ઞાા, બ્રહ્મચેતના જ જગતને નિર્મિત કરે છે અને તેમાં જ બધું પ્રતિષ્ઠા પામેલું છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય તેનાથી જ થાય છે. બ્રિટિશ ખગોળશાસ્ત્રી અને ભૌતિકવિજ્ઞાાની સર આર્થર એડિંગ્ટન કહે છે - 'ધ સ્ટફ ઑફ ધ યુનિવર્સ ઈઝ માઈન્ડ સ્ટફ (્રી જોકકક ર્ક ારી ેહૈપીજિી ૈજ સૈહગ જોકક) ઃ બ્રહ્માંડને બનાવનાર તત્ત્વો કે ઘટકો મનના કણોથી બનેલા છે. એટલે કે બધા જ પદાર્થો બૌદ્ધિક શક્તિથી ભરેલી વૈશ્વિક ચેતનાનું જ ઘનીભૂત - સંઘટ્ટિત સ્વરૂપ છે. એટલે જ એક વ્યક્તિનું મન બીજી વ્યક્તિના મનના વિચારો અને જ્ઞાાનને તત્કાળ જાણી લે છે અને નિર્જીવ જણાતા પદાર્થો પર પણ પ્રભાવ ઉત્પન્ન કરી શકે છે.

અમેરિકાના અલાબામા રાજ્યના ગેડસડન (ય્ચગજગીહ) નગર પાસે આવેલા એક ગામમાં રહેતો ફ્રેન્ક રેન્સ વિલક્ષણ પ્રકારની અતીન્દ્રિય શક્તિ ધરાવે છે. ફ્રેન્ક રેન્સમાં એવી ચૈતસિક ક્ષમતા છે કે તે કોઇપણ વ્યક્તિના વિચારોને જાણીને તે વ્યક્તિ જે બોલવા માંગતો હોય કે બોલતો હોય તેનું તત્કાળ અનુકરણ કરી શકે છે. સામેની વ્યક્તિ હજુ જે શબ્દો બોલી પણ ના હોય, બોલવા જતી હોય એ જ શબ્દો એ જ સમયે દૂર રહીને પણ રેન્સ બોલી બતાવે છે ! એની વિશેષતા એ છે કે તે પોતે તો માત્ર અમેરિકન અંગ્રેજી જ જાણે છે. દુનિયાની બીજી ભાષાઓનું તેને જ્ઞાાન નથી.

તેમ છતાં પણ તે દુનિયાભરની તમામ ભાષાઓ બોલનારાની સાથે સાથે તે જ શબ્દ, તે જ બોલવાની લઢણ અને ભાવભંગિમા સાથે એની સમકક્ષ રીતે બોલી બતાવે છે. એક વ્યક્તિ જે બોલતી હોય તે જ વાત એકપણ અક્ષરના ફેરફાર વગર ફ્રેન્કરેન્સ દૂરથી પણ એ જ સમયે બોલી બતાવે છે. ભલે ફ્રેન્કને તો ભાષા આવડતી ના હોય તો પણ તેનું મન બોલનારના વિચારો અને ભાષાજ્ઞાાનને તત્કાળ  આત્મસાત કરી તેનું અનુકરણ કરી બતાવે છે.

એકવાર પ્રસિદ્ધ હાસ્ય અભિનેતા જેરી બ્યૂનિરે એના પરીક્ષણ માટે એક કાર્યક્રમ ગોઠવ્યો. એમાં જિના લોલો બ્રિગિડા નામની એક મહિલાને સામેલ કરવામાં આવી જેને અનેક ભાષાઓ કડકડાટ બોલવાનું પ્રભુત્વ હતું. પહેલાં તેણે જુદી જુદી ભાષાના એક એક આખા વાક્યો બોલ્યા. ફ્રેન્ક રેન્સે એ જ વખતે થોડે દૂરથી એનું પુનરાવર્તન કરી બતાવ્યું. જિના બ્રિગિડાએ એવા વાક્યો બોલવા માંડયા જેમાં અનેક ભાષાના સંમિશ્રિત શબ્દો હતા.

ફ્રેન્ક રેન્સે એનું પણ સમ સામયિક યથાર્થ ઉચ્ચારણ કરી બતાવ્યું. બ્રિગિડા જે બોલો તેનું રેકોર્ડિંગ કરી લેવાતું અને એ જ સમયે દૂર રહીને ય ફ્રેન્ક રેન્ક જે બોલે એનું પણ રેકોર્ડિંગ કરી લેવાતું. બન્નેનો સમય પણ નોંધી લેવાતો. પાછળથી સરખાવવામાં આવ્યું ત્યારે બન્નેના વાક્યો, શબ્દખંડો બધું જ એકસમાન જોવા મળતું. અંગ્રેજી, રશિયન, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ જે શબ્દો બ્રિગિડાએ જે ક્રમિકતા પ્રમાણે ઉચ્ચાર્યા હોય ફ્રેન્કના ઉચ્ચારણોમાં પણ એ જ ક્રમિકતા  જોવા મળતી.

ન્યૂયોર્કના વિજ્ઞાાનીઓએ પણ ફ્રેન્ક રેન્સની પરીક્ષા લીધી. એક વિદ્વાન ચિકિત્સકને ૨૦ પૃષ્ઠોનો એક એવો લેખ લખવાનું કહેવામાં આવ્યું જેમાં અપ્રચલિત, અત્યંત અઘરા અને વિશિષ્ટ પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરવાનું કહેવાયું. એ લખાઇ ગયા બાદ પ્રયોગ કરાયો ત્યારે ચિકિત્સકને એક ખૂણામાં ઊભા રાખી તેમની પાસેથી તે લેખ વંચાવવામાં આવ્યો. બરાબર એ જ સમયે ફ્રેન્ક રેન્સને બીજા ખૂણામાં ઊલટી દિશામાં મોં રાખીને બોલવાનું કહેવામાં આવ્યું. તેનું વક્તવ્ય રેકોર્ડ પણ કરી લેવાયું. ચિકિત્સકે ૨૦ પૃષ્ઠોનો એ લેખ વાંચ્યો. બીજી તરફ ફ્રેન્કે એનું સાથોસાથ ઉચ્ચારણ કરવા માંડયું. પાછળથી રેકોર્ડ કરેલું વક્તવ્ય અને ચિકિત્સકે લખેલો લેખ એ બેમાં એક અક્ષરનો પણ ફરક જોવા મળ્યો નહોતો.

એ પછી ફ્રેન્ક રેન્સે અનેકવાર ટેલિફોન અને ટેલિવિઝન પર પણ એની આ ક્ષમતાનું નિદર્શન કર્યું છે. ટેલિવિઝન પર તેના ૨૫થી પણ વધારે કાર્યક્રમો થઇ ચૂક્યા છે. જેરી લ્યુવિસ જોન્સન અને જેક પાર સાથે 'આઇ હેવ ગોટ અ સિક્રેટ' અને 'ટુ નાઇટ' જેવા કાર્યક્રમોમાં પણ ફ્રેન્ક રેન્સ તેની ટેલિપથિક સમસામયિક ભાષાનુકરણ ક્ષમતાનું નિદર્શન કરી બતાવ્યું હતું. હજારો માઇલ દૂરથી પણ સામેની વ્યક્તિ અત્યારે શું બોલી રહી છે અને બીજી ક્ષણે શું બોલશે તેનું ચૈતસિક જ્ઞાાન ધરાવનાર ફ્રેન્ક રેન્સની સિદ્ધિ  વિસ્મયજનક છે !

Tags :