Get The App

પરોપકારનું કારણ: સ્વભાવ કે સોદો ?

સુભાષિત-સાર - કુલીનચંદ્ર પો. યાજ્ઞિાક

Updated: Jan 4th, 2020

GS TEAM

Google News
Google News
પરોપકારનું કારણ: સ્વભાવ કે સોદો ? 1 - image


(ૈ્હીલ્ેંશ્નઉંફેંક્ન।ઊંશ્ર)

ેંદ્વછ (્।્યંેંિં ટ્ટ।ઢઘહ્લપ્રય ઠ્ઠઝ્ર।ઝડરુ્પ્યંેંિં ેંદ્વછ રુ્પ્પ્ વ્થ્ફ્રિંથ દ્ધેંલ્।્યંેંિં ેંદ્વછ દ્ધલ્ગ્ઝૅ હ્લહઙ્ઘ્હૃંેંિં ેંદ્વછ વ્થ્િં।થ ળ

ંય શ્રિંરશ્નરૂઢ્ઢ્ ર્િંંશશ્ન િંઈંાૃ્રેં। જ્જિંય ૈ્જ્જ્-ેંૈ્જ્જ્ંદ્વીઙ્ઘ-ઢ્ઢ્યગ્-ઊં્યદ્બઝ્ર-ગ્જ્(ઝ્ર્ેંઝ્ર (ઝ્ર।થ શશ્નૅ ્રશ્ન ઢયઋઘદ્બ।ૅ ળળ

- (ગ્મ્લ્દ્બ)

દુનિયા ભલા-ભોળાની છે ? નથી ? સોદાગરોની કે સ્વાર્થીઓની છે ? શાસ્ત્રો કહે છે કે સંતો સદા પરોપકારી અને પર-હિત-કારી જીવન જીવે છે. તેમની આજ્ઞાા પ્રમાણે તો સન્યાસીએ કોઈ પણ મિલ્કત ધરાવવા જોઈને નહિ. સદા ફરતા રહેવું જોઈએ. સમાજ સેવામાં અને સદ્ધર્મ પ્રચારમાં જીવન ગાળવું જોઈએ. ભાગ તેમાં અપવાદો હોય છે.

કેટલાક પોતે પૈસાને અડકતા પણ નથી, પણ તેમના શિષ્યો પાસે ગુરુના સૂચન મુજબ જ વાપરવાનું ધન પડયું હોય છે, તો બીજા કેટલાક સંતો મોટી મોટી સંસ્થાઓનું નિર્માણ કર્યા પછી પણ અઢળક ધન પાછળ મુકતા જાય છે. તો વળી ઘણા ઘણા આશ્રમો અને લાખો શિષ્યો ધરાવતા સંતોને તેમનાં વિશિષ્ટ કર્મોને માટે સરકાર તેમને પોતાનાં વિશિષ્ટ મહેમાન ગૃહોમાં નિવાસ કરાવે છે.

ભારતે વૃક્ષોને હંમેશાં સંત માન્ય છે. એનું આખું જીવન માનવને સમર્પિત છે. વૃક્ષને ફૂલ આવ્યા તો માણસે ચૂંટી લીધાં ફળ આવ્યાં તો તોડી લીધા અને આખો થડ અને ડાળ કાપી જ નાખ્યો. કવિ વૃક્ષને કહે છે કે તે આ બધું કરવા દીધું તો હવે તું જ આ પીડા સહન કર. પણ ખરો કટાક્ષ તો માણસની નિર્દયતા સામે છે. 'જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી !' આની સામે પુરાણા ભારતીય સમાજની સંવેદના જુઓ. શાસ્ત્રો કહે છે કે કોઈ પણ વૃક્ષને કાપતા પહેલાં તેની પ્રાર્થના કરીને તેની સંમતિ માગો અને પોતાની ક્રૂરતા બદલ માફી માગો. કારણ તે સમાજ જાણતો હતો કે વનસ્પતિમાં પણ જીવ હોય છે.

નિર્દોષ અને માયાળુ આશ્રમ કન્યા શકુંતલણ કવિ કાલિદાસે કરેલું વર્ણન જોઈએ. જ્યાં સુધી આશ્રમનાં વૃક્ષોને પાણી પાયું ન હોય ત્યાં સુધી પોતે પાણી પીતી નથી, મોસમનાં પહેલાં ફૂલ ખિલે ત્યારે એ ઉત્સવ મનાવે છે અને ફૂલોના અલંકાર ખૂબ ગમતા હોવા છતાં વૃક્ષ પ્રત્યેના પ્રેમને લીધે તે ફૂલ ચૂંટતી નથી !

પુરાણા સંતો 'સબ-ભૂત-દયા'થી પ્રેરાઈને પર્યાવરણની ક્ષમા કરે છે. શિબી રાજા પોતાને આશરે આવેલા પારેવાને બચાવવાને માટે શિકારી બાજપક્ષીને પોતાના શરીરમાંથી માંસ કાઢીને બાજને આપે છે. મહાત્મા જડભરત રાજાની પાલખી ઉંચકીને ચાલતાં ચાલતાં જમીન પરનાં જીવજંતુ દબાઈ-ચંપાઈ ન જાય તે સારૂ ઠેકડા મારતા મારતા ચાલે છે, અને નદુષ રાજાનો કોપ વહોરી લે છે.

આઝાદ હિંદની પ્રજાએ, ભારતના ગુજરાતી મંત્રી કનૈયાલાલ મુનશીની પ્રેરણાથી પર્યાવરણને બચાવવા વૃક્ષારોપણ અને વનમહોત્સવના વાર્ષિક ઉત્સવો ઉજવવા શરૂ કર્યા અને વૃક્ષો વાવવાના વિક્રમો સર્જ્યા. ઉત્તરાખંડમાં સ્વ. સુંદરલાલ બહુગુણાએ 'ચિપકો' આંદોલન શરૂ કર્યું હતું. માનવ જાત માટે સતત યાદ રાખવા જેવી શિખામણ હિંદી કવિએ આપી છે.''વૃક્ષન સે મત લે !''

Tags :