2010-2019: દાયકાની દમદાર શોધો...
ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી
વીતેલા વર્ષોનું 'એનાલીસીસ'
વિજ્ઞાાન જગત માટે સંશોધનો ફાસ્ટ ટ્રેક પર દોડી રહ્યા છે. ત્યારે ફાસ્ટ ફોરવર્ડમાં વિજ્ઞાાન જગતનાં સમાચારો જાણી લઇએ અને મહત્વની ઘટના જેણે ૨૦૧૯ ને સમૃધ્ધ બનાવ્યું તેની ચર્ચા પણ કરી લઇએ. ભારત માટે ચંદ્રયાન અને વિક્રમ લેન્ડરે સામાન્ય માનવી સુધી કુતુહલ જગાવ્યું હતું. વિક્રમને સફળતાપુર્વક સોફ્ટ લેન્ડીંગ ન કરાવી શકવાનો ઇસરોને ખેદ છે. હવે આવતાં વર્ષનાં અંત ભાગમાં ફરીવાર ઇસરોનાં વૈજ્ઞાાનિકોએ વિક્રમ લેન્ડરને ફરીવાર ચંદ્ર પર ઉતરાણ માટે કમર કસી છે. એક દુ:ખદ સમાચાર છતાં ઇસરોએ બીજા લક્ષ્યાંક સફળતાપુર્વક પાર પાડયાં છે. ૨૦૧૯નાં વિજ્ઞાાન જગતનું આંતરરાષ્ટ્રીય વિહાંગવલોકન કરી લઇએ.
૨૦૧૯: વીતેલા વર્ષનું વિહંગાવલોકન
ઇવેન્ટ હોરાઇઝનની ટીમે ગેલેક્સી સ્૮૭ નાં કેન્દ્રમાં બ્લેક હોલ હોય તેવો પ્રથમ ફોટોગ્રાફ ઝીલીને બ્લેક હોલની થિયરીને પ્રેકટીકલ પુરાવો પુરો પાડયો. ફિલીપાઇન્સની ગુફામાં નૃવંશશાસ્ત્રીઓએ હોમોનીક કુળની નવી પ્રજાતી શોધી કાઢી જેને વૈજ્ઞાાનિકોએ 'હોમો લુઝોનેસીસ' નામ આપ્યું છે. આ પ્રજાતી ૫૦ હજાર વર્ષ પહેલા પૃથ્વી પર વસવાટ કરતી હતી.
એકદમ વામન કહેવાય તેવી એક મનુષ્ય પ્રજાતી હોમો ફલોરેન્સીસ એથીયામાંથી મળી આવી હતી. તેને મળતી આવતી આ પ્રજાતી છે. નાસાએ ૨૦૧૯માં જાહેરાત કરી કે નાસા આર્ટીમીસ મિશન દ્વારા ફરીવાર ચંદ્ર પર માનવીને ઉતારાશે. આ વખતે અવકાશયાત્રી તરીકે એક મહિલા ચંદ્ર પર પ્રથમ વાર પગલાં પાડશે.
ડેમોક્રેટીક કોંગોમાં ભૂતકાળમાં ફાટી નિકળેલ 'ઇબોલા' વાયરસનાં તરખાટ સામે રક્ષણ આપે તેવી હતી અને કોકટેલ મિક્ષર જેવી દવા વૈજ્ઞાાનિકોએ તૈયાર કરી છે તેને 'જીમેપ' નામ આપવામાં આવ્યું છે. ૧૮ ઓકટોબરનાં રોજ ક્રિસ્ટીના કોચ અને જેસીકા મેયરે પ્રથમ ઓલ ફિમેલ સ્પેસ વોક કરીને નવો ઇતિહાસ પણ રચ્યો.
સૌ કોઇ જાણે છે કે ભુતકાળમાં પૃથ્વી પર વિશાલકાય ઉલ્કાંપીડની ટકરામણનાં કારણે ડાયનોસૌરની સમગ્ર પ્રજાતી લુપ્ત થઇ ગઈ હતી. આ ઘટનાનો વિગવાર ચિતાર આપતું સંશોધન પત્ર આ વર્ષે પ્રકાશીત થયું જેમાં યુકાટન પેનીન્સ્યુલા ખાતે ટકરાયેલ ઉલ્કાપીંડની રજેરજ વિગતો આપી છે.
ચીનનાં ચાંગ-૪ ચંદ્ર મિશને પ્રથમવાર ચંદ્રની અંધારી બાજુ સોફટ લેન્ડીંગ કરાવવામાં સફળ રહ્યું. આઇબીએમ દ્વારા ક્રાયોજેનીકલી કુલ્ડ રાખી શકાય તેવો કવૉન્ટમ કોસ્પ્યુટીંગ સિસ્ટમ 'કયુ સીસ્ટમ વન' રજુ કરવામાં આવી. બ્રહ્માંડનાં અજાણ્યા વિસ્તારમાંથી આવતાં ખાસ રેડિયો તરંગો જેને 'ફાસ્ટ રેડીયો બસ્ટ' કહે છે. તેનું મુળ શોધવાનો વૈજ્ઞાાનિકોએ પ્રયાસ કર્યો અને સફળતા પણ મળી. વૈજ્ઞાાનિકોએ 'હાકીમોજી' નામનાં કૃત્રિમ (સિન્થેટિક) ડિએનએની રચના કરી બતાવી જેમાં આઠ ન્યુકલીઓ બેઝ ગોઠવવામાં આવ્યા હતાં. જેમાં ચાર કુદરતી અને ચાર કૃત્રિમ હતાં. વૈજ્ઞાાનિકોને એક નવો પુરાવો મળ્યો ડવાર્ફ સ્ટીર/વામન 'તારો' અંત ભાગમાં 'ક્રિસ્ટલ સ્ટાર'માં ફેરવાઇ જાય છે.
દાયકાની અદ્ભુત શોધ: ૨૦૧૦થી ૨૦૧૯નાં એક દાયકામાં વિજ્ઞાાન જગતની કઈ શોધો મહત્વની રહી એનો સાયન્ટીફીક દ્રષ્ટિપાત કરી લઈએ.
ગ્રેવીટેશનલ વેવ્ઝ
૧૯૧૬નાં વર્ષમાં આલ્બર્ટ આઈનસ્ટાઈને ધારણા આપી હતી કે વિશાળ 'માસ' જ્યારે પ્રવેગીત થાય ત્યારે ખાસ પ્રકારનાં તરંગો મુક્ત કરે છે. જેને ગ્રેવિટેશનલ વેવ્ઝ નામ આપવામાં આવ્યું હતું. ૧૯૭૦ના દાયકામાં વૈજ્ઞાાનિકોને આ વાત સાચી લાગી પરંતુ તેનાં સીધા પુરાવા મળતા ન હતાં. ૨૦૧૬ 'લીગો' લેબોરેટરી દ્વારા, દૂરનાં બે બ્લેક હોલની ટકરામણનાં કારણે પેદા થયેલ 'ગ્રેવીટેશનલ વેવ્ઝ'ની શોધ પ્રકાશીત કરવામાં આવી. ભૌતિકશાસ્ત્રની આ એક સીમા ચિન્હરૂપ શોધ હતી.
જે માટે ટીમને 'નોબેલ પ્રાઈઝ' પણ આપવામાં આવ્યું. ૨૦૧૭માં ફરીવાર લીગો અને યુરોપીઅન ઓલ્ઝરવેટરી એ 'વિર્ગો' કાસ્ટરમાં બે ડેન્સ ન્યુટ્રોન સ્ટારની ટકરામણનાં કારણે પેદા થયેલાં 'કંપનો' પકડી પાડયા. વૈજ્ઞાાનિકોએ આ ઘટનામાં પ્રથમવાર પેદા થયેલ પ્રકાશનાં કિરણો અને ગ્રેવિટેશનવેવ્ઝને જીલવામાં સફળતા મેળવી.
અસંખ્ય એક્ષો પ્લેનેટ
દાયકાની મહત્ત્વની ઘટનામાં એક ઘટના, સૌર મંડળની બહાર મળી આવતાં એક્ષો પ્લેનેટની પણ રહી. નાસાનાં કેપ્લર સ્પેસ ટેલીસ્કોપે ૨૦૧૦નાં દાયકામાં એક્ષો પ્લેનેટ શોધવાની શરૂઆત કરી હતી. છેલ્લાં નવ વર્ષમાં એકલા કેપ્લરે ૨૭૦૦ જેટલો નિશ્ચીત એક્ષોપ્લેનેટ શોધી કાઢીને રેકોર્ડ સર્જ્યો છે. ૨૦૧૮માં TESS નામનું ટેલીસ્કોપ લોંચ થયું જેણે ૩૪ જેટલાં એક્ષો-પ્લેનેટ શોધી કાઢ્યા હતાં. માત્ર અંતરીક્ષમાંથી નહીં હવે, પૃથ્વી પરથી પણ એક્ષો-પ્લેનેટ શોધવાની શરૂઆત થઈ.
પૃથ્વીથી માત્ર ૩૯ પ્રકાસ વર્ષ દુર આવેલ 'ટ્રેપીસ્ટ-૦૧' નામની સ્ટાર સીસ્ટમ મળી આવી છે. જેનાં સુર્યની ફરતે પૃથ્વીની સાઈઝનાં સાત ગ્રહો ફરે છે. આ પહેલાં રેડ ડોટ પ્રોજેક્ટમાં ''પ્રોકક્ષીમા-બી'' નામનાં એક્ષોપ્લેનેટની શોધ થઈ હતી જે પૃથ્વીની નજીક આવેલા 'જય'ના તારા / પ્રોકસીમાં સેન્ટોરીમાં આવેલ છે.
CRISPR: જીનેટીક કાતર
૨૦૧૦-૧૯નાં દાયકાનું જીનેટીક એન્જીન્યરીંગનું સૌથી 'રામબાણ' કહી શકાય તેવું ઉપકરણ /ટુલ્સ કે ટેકનોલોજીનું સર્જન થયું. જેનાં કારણે ડિએનએ અને જીનેટીક કોડનું હેકીંગ શક્ય બન્યું છે. જેને ક્રિસ્પર/ CRISPR કહે છે. આ દાયકાને ક્રિસ્પર ટેકનોલોજીનો દાયકો પણ કહી શકાય. છેલ્લાં દસ વર્ષમાં ડિએનએને ખૂબ જ બારીકાઈથી એડીટ કરવાની ક્ષમતા જીવવિજ્ઞાાની/જીનેટીક ઈજનેરોને મળી છે.
કેટલાંક બેકટેરીયામાં ક્રિસ્પર-કેસ-૯ નામની સીસ્ટમ જોવા મળી. આ સીસ્ટમનો અભ્યાસ કરીને જનીન વૈજ્ઞાાનિકોએ એકદમ 'પરફેક્ટ' કાતર જેવી ટેકનીક વિકસાવી છે. જે જીનેટીક કોડ અને ડિએનએ ને આસાનીથી અલગ તારવી શકે છે. આ ટેકનીક જીનેટીક કોડ એડીટ કરવા વાપરી શકાશે તેવી જાહેરાત ૨૦૧૨માં કરવામાં આવી હતી.
થોડાક સમયમાં મનુષ્યનાં જીનેટીક કોડ અલગ કરવા માટે આ ટેકનીક ઉપયોગી હોવાનું વૈજ્ઞાાનિકોએ શોધી કાઢ્યું. હાલમાં આ ટેકનીક ખેતીવાડી અને ઔષય ક્ષેત્રનાં સંશોધનોમાં વ્યાપક રીતે વપરાય છે. ટેકનોલોજી સામે નૈતિક સવાલો પણ ઉભા થયા છે. ૨૦૧૮માં કે જીબાનકુઈ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ક્રિસ્પર ટેકનોલોજી વાપરીને તેણે બે બાળકીનો જન્મ કરાવ્યો છે. જેમનો જૈનોમ ક્રિસ્પર વડે એડીટ કરવામાં આવ્યો હતો.
ઈન્ટર સ્ટીલર ટ્રાવેલ: ઓગસ્ટ ૨૦૧૨ના મહીનામાં સુર્યની બાઉન્ડ્રી ગણાતી હેલીઓસ્ક્રીસર ઓમગીને માનવ સર્જીત અંતરીક્ષયાન વોયેઝર-૧, સુર્યમાળાની બહાર નીકળી ગયું. નવેમ્બર ૨૦૧૮માં વોયેજરનાં જોડીયા ભાઈ વોયેઝર-૨ પણ ઈન્ટરસ્ટીલર ટ્રાવેલમાં પોતાનું યોગદાન આપ્યું. તેણે પણ સુર્યમાળા છોડીને આંતર તારાંકીય સફર/ઈન્ટરસ્ટીલર ટ્રાવેલની શરૂઆત કરી હતી.
ઈન્ટરસ્ટીલર ટ્રાવેલ ટુ-વે સ્ટ્રીટ જેવો સાબીત થયો. ૨૦૧૭માં સુર્યમાળાની બહારથી આવેલ પ્રથમ ઈન્ટરસ્ટીલર અવકાશી પીંડ ''ઓમુઆમુઆ'' પૃથ્વી નજીકથી પસાર થયો. આવો પ્રથમ ઈન્ટરસ્ટીલર કોમેટ શોધવાનો શ્રેય થેનાડી બોરીસોવને મળ્યો છે. જેણે સુર્યમાળાની બહારથી આવેલ એક્ષો-કોમેટ શોધી કાઢ્યો છે.
હિગ્સ બોસોન: ગોડ પાર્ટીકલની શોધ...
ભૌતિકશાસ્ત્ર માટે એકદમ ચોંકાવનારી અને ધરખમ શોધ એટલે 'હિગ્સ બોસોન'ની શોધ ગણાય. દાયકાની શ્રેષ્ઠ શોધોની યાદી બનાવવામાં આવે તો પ્રથમ ક્રમે 'ગ્રેવીટેશનલ વેવ્ઝ'ની શોધ રહે. જ્યારે બીજા ક્રમે 'હિગ્સ બોસોન'ની શોધ આવે. ૧૯૬૦-૭૦નાં દાયકામાં પીટર હિગ્સ અને ફ્રેન્કોઈસ એગ્લો જેવો ભૌતિકશાસ્ત્રીઓએ એક નવા કણની સંભાવના વ્યક્ત કરી હતી. સુક્ષ્મ કણને માસ/દ્રવ્ય આપનાર કણ તરીકે તેની કલ્પના કરવામાં આવી હતી.
સરળ ભાષામાં ભૌતિકશાસ્ત્રી તેને ઈશ્વરીય કણ એટલે કે 'ગોડ પાર્ટીકલ' પણ કહેવા લાગ્યા હતાં. દાયકાઓ સુધી શોધ કર્યા બાદ છેવટે ૨૦૧૨માં CEPN લેબોરેટરીમાં પ્રથમવાર પ્રોટોનની ટકરામણમાં છુટા પડેલ ''હિગ્સ બોસોન''ને વૈજ્ઞાાનિકોએ ડિરેક્ટર ઉપર પકડી પાડયો હતો. શોધનાં કારણે ભૌતિકશાસ્ત્રનાં સ્ટાન્ટર્ડ મોડેલમાં ખુટતા કણની શોધ પુરી થઈ. આ શોધ માટે સર્ન અને પીટર હિગ્સને નોબેલ પ્રાઈઝ પણ મળ્યું.
નવા સ્પેસ મુકામે...
અંતરીક્ષ વિજ્ઞાાન ક્ષેત્રે પણ નવા યુગની શરૂઆત થઈ કહી શકાય. ૨૦૧૦ બાદ વિશ્વનાં ઘણા દેશોએ લો અર્થ ઓરબીટમાં પોતાની હાજરી નોંધાવવા લાગ્યા. ૨૦૧૧માં ચીને ટીઆનગોંગ નામની પોતાની સ્પેસ લેબોરેટરીને ઓરબીટમાં ગોઠવી હતી. ૨૦૧૪માં ભારતે પોતાનાં માર્સ ઓરબીટર મિશન દ્વારા લાલ ગ્રહ મંગળની સીમા રેખામાં પ્રવેશ કરી અનોખી સિદ્ધી મેળવી. આ સિદ્ધી તેણે પ્રથમ પ્રયાસમાં જ મેળવી હતી. ૨૦૧૯માં પ્રાઈવેટ ફંડ દ્વારા ઈઝરાયેલે ચંદ્ર પર સોફટ લેન્ડીંગનો પ્રયાસ કર્યો જે નિષ્ફળ રહ્યો.
આવી જ ખેદજનક ઘટના ભારતનાં વિક્રમ લેન્ડર સાથે બની હતી. અમેરિકાનાં નાસાનાં ઈતિહાસનું સુર્વણ પ્રકરણ ૨૦૧૧માં પુરૂ થયું. સ્પેસ શટલની છેલ્લી સવારી મોકલીને નાસાએસ્પેસ શટલ પ્રોગામ બંધ કર્યો. હવે જમાનો સ્પેસ એક્સ જેવી કંપનીનો આવ્યો. જેણે આઈએસએસ ઉપર કોમર્શીયલ સપ્લાય માટે સ્પેસ ફલાઈટ શરૂ કરી. સ્પેસ એક્સ સાથે બલ્યુ ઓરીજીને પણ પોતાની સફર આ દાયકામાં જ શરૂ કરી છે.